Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 22
________________ આ લોકો ધંધો નથી કરતા, બિઝનેસ કરે છે. બજારમાં નથી જતા, માર્કેટમાં જાય છે. ખરીદી નથી કરતા, પરચેઝ કરે છે. વેચાણ નથી કરતા, સેલ કરે છે. વકરો નથી કરતા, ટર્નઓવર કરે છે. તેમાં તે નફો કે નુકશાન નથી કરતા, પ્રૉફિટ કે લોસ કરે છે. તે નામું નથી લખતા, એકાઉન્ટ લખે છે. તેને માટે મુનિમજી નથી રાખતા, એકાઉન્ટન્ટ રાખે છે. તે ખાતાવહી નથી રાખતા, લેજર રાખે છે. જમા-ઉધાર નથી કરતા, ડેબિટ-ક્રેડિટ કરે છે. વર્ષને અંતે તે સરવૈયું નથી કાઢતા, બેલેન્સશીટ બનાવે છે. તેમની દુકાને ઘરાક નથી આવતા, કસ્ટમર આવે છે. તે માલ નથી વેંચતા, ગુટ્સ વેચે છે. તે રોકડેથી વેપાર નથી કરતા, કૅશથી કરે છે. તે માલનો ભાવ નથી કહેતા, પ્રાઈસ કહે છે. પૈસા લઈને તે પહોંચ કે રસીદ નથી આપતા, રિસિટ આપે છે. તે કરવેરા નથી ભરતા, ટૅક્સ ભરે છે. આવકવેરો નથી ભરતા, ઈન્કમટૅક્સ ભરે છે. વેચાણવેરો નથી ભરતા, સેલ્સટૅક્સ ભરે છે. તે સોદો નથી કરતા, ડીલ કરે છે. તે ભાગીદારીમાં ધંધો નથી કરતા, પાર્ટનરશિપમાં કરે છે. તે કરારનામું નથી કરતા, ઍગ્રીમેન્ટ કરે છે. તે બાંયધરી નથી આપતા, કમિટમેન્ટ આપે છે. તે ઉઘરાણીએ નથી જતા, કલેકશન માટે જાય છે. તે કરોડપતિ નથી બનતા, મલ્ટિમિલ્યોનર બને છે. તે દેવાળું નથી ફૂંકતા, ડિફોલ્ટર બને છે. લોકો હડતાલનથી પાડતા, સ્ટ્રાઈક પર ઊતરે છે. પરિષદો નથી ભરતા, કૉન્ફરન્સ ભરે છે. અરેજી નથી કરતા, ઍપ્લિકેશન કરે છે. ચર્ચાસત્ર નથી કરતા, સેમિનાર કરે છે. વિરોધ નથી કરતા, પ્રોટેસ્ટ કરે છે. ચર્ચા નથી કરતા, ડિસ્કસ કરે છે. સમિતિ નથી બનાવતા, કમિટી રચે છે. તેઓ ઠરાવ પસાર નથી કરતા, રિઝોલ્યુશન પાસ કરે છે. તેઓ પ્રસ્તાવ કે દરખાસ્ત નથી મૂકતા, પ્રપોઝલ મૂકે છે. તેઓ ચર્ચા કે વાદવિવાદ નથી કરતા, ડિબેટ કરે છે. તેઓ સમય પસાર નથી કરતા, ટાઈમ પાસ કરે છે. કોઈના ધંધામાં કર્મચારીઓ નથી હોતા, સ્ટાફ હોય છે. મજૂરો નથી હોતા, લેબરર્સ હોય છે. ગુમાસ્તા નથી હોતા, સર્વન્ટ હોય છે. કોઈ ઉદ્યોગ નથી ચલાવતું ઈન્ડસ્ટ્રી ચલાવે છે. તે ચલાવનાર ઉદ્યોગપતિ નથી હોતા, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ હોય છે. તેમને કારખાનું નથી હોતું, ફેકટરી હોય છે. તેમાં ઉત્પાદન નથી થતું, પ્રોડક્શન થાય છે. ઉત્પાદન માટે કાચામાલની જરૂર નથી, રૉ મટીરિયલની જરૂર હોય છે. કારખાનામાં યંત્ર નથી ભવ્ય ભાષા માતૃભાષા ૧૩

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122