________________
અંતઃસ્કુરણા એટલા માટે થઈ કે શ્રી ભક્તામરસ્તોત્રના લગભગ તમામ ગ્રંથોમાં મને ક્યાંય શ્લોકના ભાવાર્થ ઉપર વિવેચન જોવા મળ્યું નથી, તેથી સરળ ભાષામાં ભક્તિભાવવાળા હૃદયમાંથી સહજ પણે જે ઉદ્ગાર નીકળ્યા તે લઘુનિબંધરૂપે આ ગ્રંથમાં આલેખાયા છે. દરેક શ્લોક ઉપરનો લઘુનિબંધ એક જ બેઠકે સીધા શ્રુતલેખન દ્વારા લખાવાયો છે. હું માનું છું કે આ પ્રકારનો લઘુનિબંધવાળો ગ્રંથ શ્રી ભક્તામરના આરાધકોને ઉપયોગી થશે.આ ગ્રંથમાં જે લખાણ છે તે હૃદયની નૈસર્ગિક ભાવ ઊર્મિઓ છે, તેથી લખાણમાં ક્યાંય લાંબું કે ટૂંકું જણાય તો ક્ષમ્ય ગણવા વિનંતી છે. વળી, આ શ્રુતલેખન પણ વિવિધ વ્યક્તિઓ દ્વારા લખાયું અને તેના મુફ રીડીંગમાં પણ વારંવાર મુફરીડર બદલાતા રહ્યા. આમ આ પ્રકારની કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરી આ ગ્રંથ લખાયો છે. તેથી ઘણી તકેદારી રાખવા છતાં ભાષાશુદ્ધિમાં કે વિચારોમાં ક્યાંય ક્ષતિ રહી હોય તો દરગુજર કરવા સાથે અમારું ધ્યાન અવશ્ય દોરવા વિનંતી છે.
આ પુસ્તકના લેખનમાં મને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેમનો સાથ - સહકાર, હૂંફ, પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યા છે તે સહુનો હું અત્યંત ઋણી અને આભારી છું. પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ભદ્રંકરસુરિશ્વરજી મહારાજ સાહેબ, પ.પૂ. મુક્તિદર્શન વિજયજી મહારાજ સાહેબ વગેરે ગુરુજનો આ સંદર્ભમાં મારા વિશેષ પરમ ઉપકારી છે અને હું તેમનો ઋણી છું. આ ઉપરાંત પ.પૂ. નગીનભાઈ, પ.પૂ. ગોકુળભાઈ, તથા પ.પૂ. સુનંદાબેન વહોરા વિ. પણ મારા ઉપકારી છે અને તેમનો હું ખૂબ જ આભારી છું. ગુજરાત યુનિર્વસિટીના પ્રાકૃત અને પાલી વિભાગના અધ્યક્ષ ડૉ. આર. એમ. શાહ, વિધિકાર શ્રી જશુભાઈ શાહ, મારા પરમમિત્ર દેવેન્દ્રભાઈ ભટ્ટ, તથા અધ્યાત્મપ્રેમી શ્રી રમણભાઈ જેમણે આ ગ્રંથના પ્રારંભથી પૂર્ણ રસ લીધો અને દેવેન્દ્રભાઈએ તો અંતિમ વાચન કરી આ પુસ્તકને આખરી ઓપ આપ્યો છે. આ બધા પરમમિત્ર હોવાથી તેમનો આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરું? ધર્મધારાના તંત્રી ડૉ. મનહરભાઈ શાહ, સુઘોષાના તંત્રી શ્રી અશ્વિનભાઈ શાહનો પણ હું આ તકે આભાર માનું છું. તેમણે મારા આ લેખનકાર્યમાં રસ લેવા ઉપરાંત ઉપરોક્ત બન્ને સામયિકોમાં આ સ્તોત્રના શ્લોક ઉપરના લઘુનિબંધને પ્રસિદ્ધ કરી મને વિશેષ આભારી કર્યો છે.
આ પુસ્તકના પ્રકાશનમાં ભાઈશ્રી ચિંતન લાખિયા જે મારા ગાઢ સ્નેહી અને પુત્ર સમાન છે, તેમણે કોમ્યુટર ઉપર ડી.ટી.પી. વર્કમાં ખૂબજ ભારે જહેમત ઉઠાવી અમારા વારંવારના સુધારાઓને મઠારીને આ પુસ્તકનું ઉત્કૃષ્ટ ટાઈપસેટીંગ કામ કર્યું છે, તે માટે તે ધન્યવાદને પાત્ર છે. સાહિત્ય મુદ્રણાલયે જે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org