Book Title: Bhaktamarno Bhakti Marg
Author(s): Manu Doshi
Publisher: Gyandip Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ લેખકના બે બોલ મહાપ્રભાવક શ્રી ભક્તામર સ્તોત્રની રચના કરીને તેના સમર્થ રચયિતા આચાર્ય ભગવંત શ્રી માનતુંગસૂરિશ્વરજી એ સમગ્ર જૈનશાસન ઉપર પરમ ઉપકાર અને કરુણાની વર્ષા કરી છે. આ સ્તોત્ર ચારેય આમ્નાયમાં દરેક ઘરમાં અત્યંત લોકપ્રિય છે. આ સ્તોત્ર દ્વારા વ્યક્તિ પોતાની વિભિન્ન મનોકામનાઓને પૂર્ણ કરે છે, તો આત્માર્થી ભક્તિવંત બની સમર્પિત હૃદય દ્વારા અહંકાર શૂન્ય થઈ મોક્ષમાર્ગે પ્રયાણ કરે છે. જૈન દર્શન એ પુરુષાર્થપ્રધાન દર્શન છે. આત્માની સ્વતંત્રતાનો સ્વીકાર કરે છે. આમ છતાં જૈનદર્શને પણ ૧૫ ભેદે મોક્ષનો સ્વીકાર કર્યો છે. તેથી આ પડતા કાળમાં આત્મ કલ્યાણ માટે ભક્તિ માર્ગ એ રાજમાર્ગ છે. ભક્તિમાર્ગ સમર્પણનો માર્ગ છે, શરણાગતિનો માર્ગ છે. અહમ્ - મમત્વનો ત્યાગ કરીને પ્રભુને સમર્પિત થવાનો માર્ગ છે. વિકલ્પ એમ પણ કહી શકાય કે ત્રણ લોકના નાથ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનો મહિમા અને ભક્તિ, ભક્તના હૃદય અને રોમેરોમમાં જેમ - જેમ વધતા જાય તેમ-તેમ અહમ્ - મમત્વ સહજપણે છૂટતા જાય છે. આમ, જેના હૃદયમાં પ્રભુ વસે તેને સહજપણે સર્વત્ર ચારગતિના જીવમાં પ્રભુના દર્શન થાય છે. અને તેનું ભક્ત હૃદય સર્વ જીવો તરફ સમ્યફ - પણે આત્મગુણોથી વિભૂષિત એવો વ્યવહાર કરે છે. આવા ભક્તિમાર્ગને પામવા માટે, તે માર્ગે જવા માટે મહાપ્રભાવક શ્રી ભક્તામરસ્તોત્ર આ કાળમાં દરેક જીવ માટે પરમ ઉપકારી છે. આ સ્તોત્રના યથાર્થ ચિંતન, મનન અને ભક્તિ વડે ભક્તની મનોકામના આજેપણ આશ્ચર્યજનક રીતે પૂર્ણ થતી જોવાય છે. છેલ્લા ૧૨-૧૩ વર્ષથી આપણા સાધુ-સાધ્વીજી, મહારાજ સાહેબો સાથે સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચાલે છે. તેમાં તત્ત્વના ગ્રંથોનો સ્વાધ્યાય મુખ્યત્વે ચાલે છે. તાજેતરમાં વિક્રમ સંવત ૨૦૫૩ના ચાર્તુમાસ દરમ્યાન શ્રી ભક્તામર સ્તોત્રનો સ્વાધ્યાય શરૂ કર્યો. થોડાક જ શ્લોકના સ્વાધ્યાય પછી તે શ્લોકો ઉપર લઘુનિબંધ લખવાની અંતઃસ્કુરણા થઈ. આંખોનું તેજ અત્યંત ક્ષીણ હોવાથી શ્રુતલેખન દ્વારા અન્ય વ્યક્તિ પાસે પ્રથમ ૩ શ્લોક ઉપર લઘુનિબંધ તૈયાર કરી આપણા આચાર્ય ભગવંત, સાધુ સાધ્વીજી – મહારાજસાહેબ તેમજ અન્ય ચિંતકો, વિવેચકો વગેરેને તે વાંચવા આપતા તેમણે મને પ્રોત્સાહિત કર્યો અને આ ગ્રંથનું નિર્માણ થયું. મને પોતાને તત્ત્વના ગ્રંથોનો અભ્યાસ ઘણો ગમે છે. મારી કાર્યપ્રવૃત્તિનો સ્વાધ્યાય એક ભાગ છે. આમ છતાં મારું હૃદય કવિનું છે અને છેક બાલ્યાવસ્થાથી ભક્તિમાર્ગ તરફ મને અનન્ય આકર્ષણ છે. આ સ્તોત્ર ઉપર લઘુ નિબંધ લખવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 244