Book Title: Bhaktamarno Bhakti Marg Author(s): Manu Doshi Publisher: Gyandip Prakashan View full book textPage 9
________________ અર્થ ભક્તના અંતરને ઝકઝોરીને શુદ્ધ બનાવવા સમર્થ છે. આવું ભક્તામરસ્તોત્ર છઠ્ઠી-સાતમી શતાબ્દીમાં રચાયું ત્યારથી લાખો ભાવિકોના હૃદયને એના મંત્રગાનથી જ નિર્મળ કરતું આવ્યું છે. પણ એમાં રહેલ અનુપમ અર્થનો પણ એટલો જ વિસ્તાર છે. આ અર્થનો પાર પામવાનો પણ અનેક આચાર્યો, મુનિજનો અને વિદ્વાનોએ પ્રયત્ન કર્યો છે. પ્રસ્તુત પુસ્તક આવો જ એક પ્રયત્ન છે. પરંતુ આ પ્રયત્ન કોઈ મુનિ કે વિદ્વાનો નથી પણ ગૃહસ્થ જીવનમાં રહીને અંતરથી સદા સાધક થવા મથતા એક સરળ સજ્જનનો છે. શ્રી મનુભાઈ દોશી સાચા અર્થમાં ખરેખર સાધક રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી તેમણે નિરંતર જ્ઞાન સાધનાનો એક લઘુયજ્ઞ આરંભ્યો છે. મનુષ્યોના શરીરના વીમા ઉતારતા-ઉતારતા તેઓને આત્માના વિમાની વધારે જરૂર લાગી. તેમાંથી શરૂ થઈ આધ્યાત્મિક ચિંતનની મથામણ અને પરિણામ સ્વરૂપે આપણી પાસે આવે છે આ પુસ્તક. આમ તો, શ્રી મનુભાઈ મારા બાલ સહાધ્યાયી હતા અને બચપણથી તેઓ સાહિત્ય રસિક અને કવિ હોવાનું મને સ્મરણ છે. તે જીવન વીમા નિગમમાં ડેવલપમેન્ટ ઓફિસર હતા ત્યારે તેમના સંગઠનમાં વિભાગીય મહામંત્રી અને રાષ્ટ્રીય કારોબારીના સભ્ય હોવાના નાતે એક પ્રખર વક્તા તરીકે તેમની જોશીલી જબાન અને સિંહ ગર્જનાવાળી વાણી સાંભળવા દેશભરના તેમના સાથીઓ ઉત્સુક રહેતા. આ ઉપરાંત “નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પામિસ્ટ્રી એન્ડ એસ્ટ્રોલોજી”ના તેઓ આદ્યસ્થાપક અને “એસ્ટ્રોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ગુજરાતના મહામંત્રી હતા. તેમને વિવિધ સંસ્થાઓ દ્વારા જ્યોતિષની અનેક પદવીઓથી નવાજવામાં આવ્યા છે. પરંતુ ન્યાય વિજય વિદ્યોત્તેજક ટ્રસ્ટ દ્વારા આજ સુધી ગુજરાતમાં બે જ જ્યોતિષીઓનું બહુમાન કરવામાં આવ્યું છે તેમાં, ૧. શ્રી મનુભાઈ દોશી અને ૨. ગાયત્રી પંચાંગના કર્તા શ્રીરઘુનાથ શાસ્ત્રી. ફળાદેશ ઉપરની અદભુત પક્કડ અને સચોટતાના કારણે ટ્રસ્ટ દ્વારા તેમને “જ્યોતિષ ફલિત શિરોમણિ”ની પદવી આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું છે. આમ શ્રી મનુભાઈની બહુમુખી પ્રતિભામાં સૌથી વધુ અનેરી વસ્તુ તેમનું આત્મચિંતન અને અધ્યાત્મ તરફની ખૂબ જ ઊંડી રુચિ છે. મારી જાણ પ્રમાણે છેલ્લા ૧૨-૧૩ વર્ષથી તેમણે અનેક સાધુ, સાધ્વીજી મહારાજને તત્ત્વજ્ઞાનના ઊંડા ગ્રંથોનો સ્વાધ્યાય કરાવ્યો છે. અને જ્યોતિષવિદ્યા પણ શીખવી છે. તેમનું ચિંતન વિશાળ ફલક ઉપર હોવાથી એક બાજુ, તત્ત્વાર્થ સૂત્ર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 244