Book Title: Bhaktamarno Bhakti Marg Author(s): Manu Doshi Publisher: Gyandip Prakashan View full book textPage 8
________________ પ્રસ્તાવના ભક્તોને અમર બનાવતું સ્તોત્ર જિન ભગવંતોએ મોક્ષમાર્ગના ત્રણ સોપાનો પ્રબોધ્યા છે. (૧) સમ્યફ દર્શન (૨) સમ્યફ જ્ઞાન અને (૩) સમ્યફ ચારિત્ર. આ ત્રણમાંથી પસાર થઈને જીવ મુક્ત થાય છે, બીજો કોઈ વિકલ્પ જ નથી. પહેલું સોપાન છે સમ્યફ દર્શન. સમ્યક દર્શન એટલે સાચી દષ્ટિ, સાચી શ્રદ્ધા, વિવેકપૂર્ણ શ્રદ્ધા. જિન ભગવંતોએ જગતનું જે યથાર્થ નિરૂપણ કર્યું છે તે યથા તથ તત્ત્વોમાં શ્રદ્ધા અને પ્રતીતિ. આ સંપૂર્ણ પ્રતીતિની શરત પૂરી થતાં જે જ્ઞાન થાય છે તે સાચું જ્ઞાન થાય છે. તત્ત્વોનું યથાર્થ જ્ઞાન તે સમ્યફ જ્ઞાન. અને પછી તે જ્ઞાનાનુસાર ક્રિયા એટલે સમ્યક ચારિત્ર. આમ, સમગ્ર માર્ગ મોક્ષ પ્રતિ પ્રયાણ કરાવે છે. તો, સમ્યક દર્શન વિના આગળ ચલાય તેમ નથી. આ સમ્યક્ દર્શન આવે ક્યાંથી? કં તો કુદરતી રીતે, કં તો બાહ્ય નિમિત્તથી – ત્રિસાધના || (તત્ત્વાર્થ સૂત્ર, ૧.૩) સમ્યફ દર્શનની પ્રાપ્તિના બાહ્ય સાધનોમાં સૌથી અદ્ભુત અને અનુપમ સાધન છે “ભગવદ્ ભક્તિ”. સંયમ અને તપશ્ચરણ કઠિન માર્ગો છે, જ્યારે ભક્તિનો માર્ગ સરળ છે. એટલે જ પ્રબુદ્ધ આચાર્યોએ જનસામાન્યને માટે જિનપૂજા, જિન-સ્તુતિ અને જિન-ગુણ સંકીર્તનનો ઉપદેશ આપ્યો છે. જિનસ્તુતિ દ્વારા મનુષ્ય જિનના ગુણોનું સંકીર્તન કરતાં-કરતો તન્મય બની જાય છે. અને તે ગુણોને ક્રમે આચરતો અંતે મુક્તિના માર્ગે પ્રયાણ કરી શકે છે. જૈન ધર્મમાં ઈષ્ટ દેવ છે જિનો-તીર્થકરો. તીર્થકરો વીતરાગ છે, તે કશું આપતા નથી અને છતાં તેમની સ્તુતિ કરનાર ઘણું પામી જાય છે. જૈન સાહિત્યમાં આથી જ સેંકડો નહીં બલ્ક હજારો સ્તુતિ સ્તોત્રો રચાયા છે. પ્રાકૃત ભાષામાં, સંસ્કૃત ભાષામાં અને ભારતની અનેક ભાષામાં અઢી હજાર વર્ષથી આવા સ્તોત્રો રચાતાં રહ્યાં છે. આ સ્તોત્રોમાં પણ જૈનોના હૃદયને ગમતું અદ્વિતીય સ્તોત્ર છે, આચાર્ય માનતુંગસૂરીએ રચેલું “ભક્તામર સ્તોત્ર”. ભક્તામર સ્તોત્ર સંસ્કૃત ભાષામાં છે. તે ૪૪(કે ૪૮) શ્લોકોનું બનેલું છે. પણ એના ૪૪ શ્લોકોમાં જે અક્ષર બ્રહ્મની લીલા છે, જે શબ્દોની ગરિમા છે, જે ભાવની ભંગિમા છે તે અનુપમ છે. શ્લોક શ્લોકે જૈન આચાર્યશ્રીના બંધનોની બેડીઓ કાપી નાંખી હતી તેમ તેનો શ્લોક શ્લોક સ્વાધ્યાય કરનાર ભક્તના કર્મના બંધનોને કાપી નાખવા સમર્થ છે. વસંતતિલકા જેવો વહેતોછંદ અને પ્રત્યેક શ્લોકમાં ગૂંથી લીધેલ અદ્ભુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 244