Book Title: Bhaktamarno Bhakti Marg Author(s): Manu Doshi Publisher: Gyandip Prakashan View full book textPage 7
________________ અભિવાદન : સુનંદાબેન વોહોરા શ્રી મનુભાઈ દોશીએ હાર્દિક ભાવે આલેખેલા પૂ. આ. શ્રી માનતુંગસુરીશ્વરજી રચિત શ્રી ભક્તામરસ્તોત્રનો ભાવાનુવાદ આંશિકપણે જોવાનો લાભ મળ્યો. પવિત્રતમ, ગંભીર, વિશદ તથા ભક્તિરસથી સભર સ્તોત્રનો ભાવાનુવાદ કરવા માટે તેમનું અભિવાદન કરું છું. આમ તો ભાવાનુવાદ પૂર્વે પ્રસિદ્ધ થયા છે. પણ આ સ્તોત્રનો મહિમાજ એવો છે કે તેને વિષે યથાશક્તિ વ્યક્ત કરવાની કોઈને ભાવના થાય. આ પવિત્ર સ્તોત્ર તેના નામને સાર્થક કરે તેવું છે. જો કે તેનો મહિમા સવિશેષ ચમત્કારી છે. વાસ્તવમાં વિચારીએ તો તે ચમત્કારના આવિર્ભાવની પાછળ અતિ પવિત્રભાવની ભક્તિના સ્ત્રોતનું અગમ્ય વહેણ છે. જેના રટણથી કર્મની બેડીઓ તૂટે તેની પ્રતીતિનું એ પ્રદાન છે. નવસ્મરણમાં દરેક સ્તુતિ - સ્તોત્ર-મંત્ર વિગેરેનો મહિમા અભુત છે, છતાં તેમાં શ્રી ભક્તામર સ્તોત્રમાં ભક્તિ પ્રદાનતાની વિશેષતા છે. આચાર્યશ્રીને તેમાં ચમત્કાર માટેની કલ્પના પણ ન હોય, પરંતુ તે સહજપણે હૃદયના ઉદ્ગાર છે. પ્રથમ જિનેશ્વર આદિનાથ પ્રત્યેની અત્યંત પૂજનીયતા તેમાં પ્રગટ થાય છે. ભક્તિની નિર્મળતાનું સામર્થ્ય પણ અદ્ભુત છે કે બાહ્યપણે લોખંડની બેડી તૂટે અને અંતરંગમાં કર્મની ગ્રંથીને પણ તોડે. આવા અદ્ભુત સ્તોત્રનું જે રટણ કરશે, તેના ભાવાનુવાદનું મનન ચિંતન કરશે તેને અવશ્ય આત્મશ્રેય થશે. - મનુભાઈએ ભક્તિ-પ્રધાન શ્રી ભક્તામર સ્તોત્રના ભાવાનુવાદમાં ભક્તિની મુખ્યતા રાખીને યથામતિ તાત્ત્વિક પદાર્થો પણ રજૂ કર્યા છે. વળી તેમાં જીવનને બોધરૂપ કેટલાક વ્યવહારૂ દ્રષ્ટાંતો પણ મૂક્યા છે જેથી વાચક વર્ગ પોતાની રુચિ પ્રમાણે આત્મલાભ લઈ શકે. તેમનો આ પરિશ્રમ ધન્યવાદને પાત્ર છે. પ્રભુ તેમને આવા સત્કાર્યો કરવાની શક્તિ આપે. તેઓની આધ્યાત્મિક ભાવના અનુમોદનીય છે. આચાર્યશ્રીએ આ સ્તોત્રનો સાર ૪૪મી ગાથામાં ભરી દીધો છે. “હેજિનેશ્વર મેં ભક્તિથી કરેલી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણોથી ગૂંથેલી તથા મનોહર અક્ષરોરૂપી વિચિત્ર પુષ્પોવાળી તમારી સ્તોત્રરૂપી માળાને આ જગતમાં જે મનુષ્ય નિરંતર કંઠમાં ધારણ કરે છે તે ચિત્તની ઉન્નતિવાળા પુરુષને અથવા માનતુંગસૂરિને, કોઈને વશ નહિં થયેલી એવી રાજ્ય - સ્વર્ગ અને મોક્ષ સંબંધી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.” શુભભાવના સાથે, For Private & Personal Us સુનંદાબહેન વોહોરાainelibrary.org Jain Education InternationalPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 244