Book Title: Bal Granthavali Biji Shreni Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Dhirajlal Tokarshi Shah View full book textPage 8
________________ અનમાળી એવામાં પ્રભુ મહાવીર પધાર્યા. નગર બહાર દૂરના બગીચામાં. ગામમાં વધામણ આવી. પણ કોણ બહાર નીકળે! સહુ મિતની બહીકે અંદર ભરાઈ રહ્યા. બહાર નીકળવાની હિંમત ચાલી નહિ. આ વખતે એક જુવાનને ઉમંગ થયો. ગમે તે ભોગે જગતગુરુના દર્શન કરવા. તે મહાત્મા અહીં પધારે ને આપણે બીકણ ઘરમાં ભરાઈ રહીએ. અરે ! એ તે ડરપિકપણાની હદ! મરણ કેટલી વખત આવવાનું છે? જે મંદવાડ અને અકસ્માતમાં મરવું પડે તે આવા ધન્ય પ્રસંગે જ શાને ન મરવું? જે થવું હોય તે થાય પણ જગ...ભુના દર્શન જરૂર કરવા. આમ વિચાર કરી તે તૈયાર થ. ન લીધી તરવાર કે ન લીધી લાકડી. એ હથિયાર જગતગુરુના દર્શન વખતે નભે. ત્યાં તે વેરવિરોધ ભૂલી પ્રેમ ભાવે જવું જોઈએ. આ જુવાનનું નામ સુદર્શન શેઠ. તેણે માતાપિતાની રજા માગીઃ પૂજ્ય માતાપિતા! નગર બહાર હદયનાથ પ્રભુ મહાવીર પધાર્યા છે. તેમના દર્શને જવાની ઇચ્છા છે. માબાપ આ સાંભળી ગભરાયા. દીકરા! એ તે નગર બહાર છે. ત્યાં કેમ કરીને જઈશ ? હજુ અજુનમાળીએ સાત માણસ માર્યાની ખબર આવી નથી. સુદર્શન કહે, “માતાપિતા ! તે ખબર આવી હોય કે નહિ પણ મારી જવાની ઈચ્છા છે. મને આજ્ઞા આપે.” માબાપને જીવ શું ચાલે ? તેમણે આગ્રહ કરીને કહેવા માંડયુંઃ નગર બહાર જવું એટલે મતના મેંઢામાં જવું. એ કાળમુખે અર્જુન કોઈને મૂકે તેમ નથી. દીકરા વિચાર છેડી દે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 300