________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXIV
છે, પણ જેની બુદ્ધિ પાપકર્મથી મોહિત છે તેઓ જિનેન્દ્રદેવ તીર્થંકરના વેષને ધારણ કરીને પણ પાપ કરે છે. તેઓ પાપી મોક્ષમાર્ગથી ચળેલા છે.
નિશ્ચયતપનો અભિપ્રાય આ છે કે જે યોગી પોતાના આત્મામાં સારી રીતે લીન થઈ જાય છે, તે નિર્મળ ચારિત્રયોગી અવશ્ય નિર્વાણને પ્રાપ્ત કરે છે.
આ પ્રકારે મુનિધર્મનું વિસ્તૃત વર્ણન કરી શ્રાવક ધર્મની ચર્ચા કરતાં સૌથી પ્રથમ નિર્મળ સમ્યગ્દર્શનને ધારણ કરવાની પ્રેરણા કરે છે. કહે છે કે વધુ કહેવાથી શું લાભ છે? માત્ર એટલું જાણી લો કે આજ સુધી ભૂતકાળમાં જેટલા સિદ્ધ થયા છે. અને ભવિષ્યકાળમાં પણ જેટલા સિદ્ધ થશે, તે સર્વ સમ્યગ્દર્શનનું જ માહાભ્ય છે.
આગળ કહે છે કે જેમણે સર્વસિદ્ધિ કરવાવાળા સમ્યકત્વને સ્વપ્નમાં પણ મલિન કર્યું નથી તેઓ જ ધન્ય છે, તેઓ જ કૃતાર્થ છે, તેઓ જ શૂરવીર છે અને તેઓ જ પંડિત છે.
અંતમાં મોક્ષપાહુડનો ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે કે બધાથી ઉત્તમ પદાર્થ પોતાનો શુદ્ધ આત્મા જ છે, જે આ જ દેહમાં રહી રહ્યો છે. અર્હત આદિ પંચપરમેષ્ઠિ પણ નિજાભામાં જ રત છે અને સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્ર પણ આ જ આત્માની અવસ્થાઓ છે; આથી મને તો એક આત્માનું જ શરણ છે.
આ પ્રકારે આ અધિકારમાં મોક્ષ અને મોક્ષમાર્ગની ચર્ચા કરતાં સ્વદ્રવ્યમાં રમણતા કરવાનો ઉપદેશ આપેલ છે, તથા તત્ત્વરુચિને સમ્યગ્દર્શન, તત્ત્વગ્રહણને સમ્યજ્ઞાન તેવી રીતે પુણ્ય અને પાપના નાશને સમ્યક્યારિત્ર કહેવામાં આવે છે. અંતમાં એકમાત્ર નિજ ભગવાન આત્માનાં જ શરણમાં જવાની પવિત્ર પ્રેરણા આપી છે.
આ અધિકારમાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ પંક્તિઓ આ પ્રકારે છે : (૧) આત્મસ્વભાવમાં સારી રીતે રમણ કરનાર યોગી નિર્વાણનો લાભ પ્રાપ્ત કરે છે. (૨) પરદ્રવ્યનો આશ્રય કરવાથી દુર્ગતિ પામે છે અને સ્વદ્રવ્યનો આશ્રય કરવાથી સુગતિ થાય છે. (૩) આટલા માટે મને એક આત્માનું જ શરણ છે. (૪) જે યોગી વ્યવહારમાં સુતા છે તે પોતાના સ્વરૂપની સાધનાના કામમાં જાગતા છે અને જે
વ્યવહારમાં જાગતા છે તે પોતાના કામમાં સુતા છે. (૫) વધુ કહેવાથી શું લાભ છે, એટલું સમજી લો કે આજ સુધી જે જીવ સિદ્ધ થયા છે અને
ભવિષ્યકાળમાં થશે, તે બધું સમ્યગ્દર્શનનું જ માહાભ્ય છે. ૭. લિંગ પાહુડ:
બાવીસ ગાથાઓમાં આ લિંગ (વેશ) પાહુડમાં જિનલિંગનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જિનલિંગ ધારણ કરવાવાળાને પોતાના આચરણ અને ભાવોની સંભાળ લેવામાં સતર્ક રહેવાનું કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com