________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXIX
ભક્ષણ કર્યા તો પણ તું સંતુષ્ઠ થયો નથી. આ પ્રકારે તૃષ્ણાથી પીડા પામીને ત્રણલોકના સમસ્ત પાણી પીંધા તો પણ તૃષા શાંત ન થઈ. આથી હવે બધી વાતોનો વિચાર કર. ભવભ્રમણને સમાસ કરવાવાળા રત્નત્રયનું ચિંતન કર.
હે ધીર! તે અનંત ભવસાગરમાં અનેકવાર જન્મ ધારણ કરીને અપરિમિત શરીર ધારણ કરી અને છોડયા છે. તેમાં મનુષ્યગતિમાં વિષ ભક્ષણાદિ અને તિર્યંચગતિમાં બરફ પડવાથી શરીર ઠરી જતાં કુમરણને પ્રાપ્ત કરી મહાદુઃખ ભોગવ્યા છે. નિગોદમાં તો એક અંતમુહૂતમાં છાસઠ હજાર ત્રણસો છત્રીસવાર જન્મ મરણ કર્યા છે.
હે જીવ! તે રત્નત્રયના અભાવથી દુઃખમય સંસારમાં અનાદિ કાળથી ભ્રમણ કર્યું છે; આથી હવે તું આત્માનું શ્રદ્ધાન, જ્ઞાન, અને આચરણરૂપ રત્નત્રયની પ્રાપ્તિ કર, જેથી તારું મરણ કુમરણ ન બનતા સુમરણ બની જશે, અને તુરત જ શાશ્વત સુખને પ્રાપ્ત કર.
હવે આચાર્ય ભાવરહિત માત્ર દ્રવ્યલિંગ ધારણ કરીને પાછળથી ઉત્પન્ન થયેલ દુઃખોનું વર્ણન કરે છે.
હે મુનિવર! ત્રણ લોકમાં કોઈ એવું સ્થળ બાકી રહ્યું નથી કે જ્યાં તે દ્રવ્યલિંગ ધારણ કરી જન્મ મરણ કર્યા ન હોય. કોઈપણ પુદ્ગલ એવું બાકી રહ્યું નથી કે જેને તે ગ્રહણ કરીને છોડયું ન હોય. તોપણ તારી મુક્તિ થઈ નહીં. આથી ભાવલિંગ ન હોવાથી અનંતકાળ સુધી જન્મ-જરા આદિથી દુખી થઈને દુ:ખોને ભોગવતો રહ્યો છે.
વિશેષ શું કહું! આ મનુષ્યના શરીરમાં એક એક આંગળમાં છન્ન-છન્ન રોગ હોય છે તો પછી સંપૂર્ણ શરીરના રોગોનું તો કહેવાપણું શું રહ્યું? પૂર્વભવોમાં સમસ્ત રોગોને તે ભોગવ્યા છે અને આગળ પણ ભોગવતો રહીશ.
હે મુનિ ! તું માતાના અપવિત્ર ગર્ભમાં રહ્યો. ત્યાં માતાનું એઠાં ભોજનથી બનેલા રસરૂપી આહાર ગ્રહણ કર્યો, ત્યારબાદ બાળક અવસ્થામાં અજ્ઞાનવશ અપવિત્ર સ્થાનમાં, અપવિત્ર વસ્તુમાં સુતો રહ્યો અને અપવિત્ર વસ્તુ ખાધી.
હે મુનિ! આ દેહરૂપી ઘર માંસ, હાડકાં, લોહી, પિત્ત આંતરડાં લોહીવગરના અપરિપકવ મળ, ચામડી અને ગંદુ લોહી આ બધી મલિન વસ્તુઓથી શરીર પૂર્ણ ભરેલું છે, જેમાં તું આસક્ત થઈને અનંતકાળથી દુ:ખ ભોગવી રહ્યો છે.
સમજણથી આચાર્યદવ કહે છે કે હે ધીર! જે માત્ર કુટુંબાદિથી મુક્ત થયો તે મુક્ત થયો નથી; કારણકે જે આભ્યતર વાસનાને છોડીને ભાવોથી મુક્ત થાય છે. તેને જ મુક્ત કહે છેએવું જાણીને આંતરિક વાસના છોડ. ભૂતકાળમાં અનેક એવા મુનિ થયા છે, જેમણે દેહાદિ પરિગ્રહ છોડીને નગ્નદશા ધારણ કરી પરંતુ માનાદિક છોડ્યા નહીં; આથી સિદ્ધિ થઈ નહીં. જ્યારે માનરહિત થયો ત્યારે મુક્તિ થઈ. દ્રવ્યલિંગી ઉગ્રતપ કરતાં છતાં અનેક રિદ્ધિઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com