________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXVIII
આ પ્રકારે આ અધિકારમાં સમ્યગ્દર્શન-જ્ઞાન સહિત નિર્મળ ચારિત્ર ધારણ કરવાની પ્રેરણા કરવામાં આવી છે. ૪) બોધ પાહુડ
૬ર ગાથાઓમાં વિસ્તરેલ અને આયતન, ચૈત્યગૃહ, જિનપ્રતિમા આદિ અગિયાર સ્થાનોમાં વિભક્ત આ પાહુડમાં અગિયાર સ્થાનોના માધ્યમથી એક પ્રકારથી દિગમ્બર ધર્મ અને નિગ્રંથ સાધુનું સ્વરૂપ જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ઉપર કહેલા અગિયાર સ્થાનોનો નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક સમજાવવામાં આવ્યું છે. આ બધાનો વ્યવહારિક સ્વરૂપથી સ્પષ્ટ કરતાં કહેવાયું છે કે નિશ્ચયથી નિર્દોષ નિગ્રંથ સાધુ જ આયતન છે, ચૈત્યગૃહ છે, જિન પ્રતિમા છે, દર્શન છે, જિનબિંબ છે, જિન મુદ્રા છે, જ્ઞાન છે, દેવ છે, તીર્થ છે, અરહંત છે અને દીક્ષા છે.
૫) ભાવ પાહુડ
ભાવશુદ્ધિ ઉપર વિશેષ ભાર દેવાવાળા એકસો પાંસઠ ગાથાઓના વિસ્તારમાં ફેલાયેલ આ ભાવપાહુડનો સાર આચાર્ય કુન્દ્રકુન્દ અને એમના ટીકાકાર' નામના ગ્રંથમાં સુવ્યવસ્થિત રૂપથી આપેલ છે, જેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:
બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવોની શુદ્ધિ માટે જ કરવામાં આવ્યો છે, પરંતુ રાગાદિ અંતરંગ પરિગ્રહના ત્યાગ વિના બાહ્ય ત્યાગ નિષ્ફળ છે; કેમકે અંતરંગ ભાવશુદ્ધિ વિના કરોડો વર્ષો સુધી પણ બાહ્ય તપ કરે, તો પણ સિદ્ધિ મળતી નથી. આથી મોક્ષમાર્ગના સાધકોને સર્વ પ્રથમ ભાવને જ ઓળખવા જોઈએ.
હે આત્મન ! તે ભાવરહિત નિર્ગસ્થ રૂપ તો અનેકવાર ધારણ કર્યું છે, પરંતુ ભાવલિંગ વિના-શુદ્ધાત્મતત્વની ભાવના વિના ચારગતિમાં ભ્રમણ કરતાં અનંત દુખ ઉઠાવ્યા છે. નરકગતિમાં શરદી, ગરમી, રહેવાના સ્થાનના, તિર્યંચગતિમાં તાપ, ઠંડી, વેદના, બંધન, અંગનું છેદાવું વગેરે, મનુષ્યગતિમાં આવવાવાળા માનસિક, શારીરિક વગેરે, દેવગતિમાં વિયોગ, હલકી ભાવના વગેરેનાં દુ:ખ ભોગવ્યા છે.
વિશેષ કેટલું કહેવું, આત્મભાવના વિના તું માતાના ગર્ભમાં મહા અપવિત્ર સ્થાનમાં સંકડાઈને રહ્યો. આજ સુધી તે એટલી માતાનું દૂધ પીધું છે. જો તેને એકઠું કરવામાં આવે તો સાગર ભરાઈ જાય. તારા જન્મ અને મરણથી દુઃખી માતાઓએ જે આંસુઓ સાર્યા છે તેનાથી સાગર ભરાય જાય. આ પ્રકારે તે અનંત સંસારમાં એટલા બધા જન્મ લીધા છે કે તેના વાળ, નખ, નાલ અને અસ્થિઓને એકઠાં કરે તો સુમેરુ પર્વતથી પણ મોટો ડુંગર થઈ જાય.
હે આત્મન ! તું આત્મભાવ રહિત થઈને ત્રણલોકમાં જળ, થળ, અગ્નિ, પવન, ગિરિ, નદી, વૃક્ષ, વન આદિ સ્થળોમાં બધે સ્થળે ખૂબ દુ:ખ સહિત રહ્યો છો. સર્વ પુગળોને વારંવાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com