________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
xx
પ્રાકૃત ભાષામય ગાથાબદ્ધ છે, તેની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા શ્રી અમૃતચંદ્રાચાર્યે કરી
છે.
કાળદોષથી જીવોની બુદ્ધિ મંદ થઈ રહી છે, તેના નિમિત્તથી પ્રાકૃત-સંસ્કૃતના જાણવાવાળા પણ વિરલા રહી ગયા છે, તથા ગુરુઓની પરંપરાનો ઉપદેશ પણ વિરલ થઈ ગયો છે; આથી મેં મારી બુદ્ધિ-અનુસાર અન્ય ગ્રંથોનો અભ્યાસ કરીને આ ગ્રંથની દેશભાષામય વચનિકામાં અનુવાદ કરવાનો પ્રારંભ કર્યો છે.
જે ભવ્યજીવ આ ગ્રંથનું વાંચન કરશે, અભ્યાસ કરશે, સાંભળશે તથા એનું તાત્પર્ય હૃદયમાં ધારણ કરશે, તેમને મિથ્યાત્વનો અભાવ થશે તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે એવો અભિપ્રાય છે, બીજી પંડિતાઈ તથા માન લોભાદિનો અભિપ્રાય નથી.
આમાં કયાંય બુદ્ધિની મંદતા તથા પ્રમાદથી હીનાધિક અર્થ લખાઈ ગયો હોય તો બુદ્ધિમાન જ્ઞાનીજન મુળગ્રંથ તપાસીને શુદ્ધ કરીને વાંચન કરશો, હાંસી કરશો નહિ, કેમકે સપુરુષોનો સ્વભાવ ગુણ-ગ્રહણ કરવાનો જ હોય છે–આ મારી પરોક્ષ પ્રાર્થના છે.''
આ યુગના અંતિમ તીર્થંકર મહાવીરની અચલક પરંપરામાં આચાર્ય કુન્દકુન્દનું અવતરણ એવા સમયે થયું કે જ્યારે ભગવાન મહાવીરની અચલક પરંપરાએ તેના જેવી તલસ્પર્શી અધ્યાત્મ જાણકારી તેમજ પ્રખર પ્રશાસક આચાર્યની આવશ્યકતા સવિશેષ હતી. આ સમય શ્વેતામ્બર મતનો આરંભકાળ જ હતો. આ સમય પારખી જઈ કોઈ પણ પ્રકારની શિથિલતા ભગવાન મહાવીરના મૂળમાર્ગને માટે ઘાત કરનારી સિદ્ધ થઈ શકતી હતી.
ભગવાન મહાવીર પણ મૂળ દિગમ્બર પરંપરાના સર્વમાન્ય શ્રેષ્ઠ આચાર્ય હોવાને નાતે આચાર્ય કુકુન્દની સમક્ષ સર્વથી અધિક મહત્વપૂર્ણ બે ઉત્તરદાયિત્વ હતા. એક તો દ્વિતીય શ્રુતસ્કંધરૂપ પરમાગમ (અધ્યાત્મ-શાસ્ત્ર) ને લેખન સ્વરૂપમાં વ્યવસ્થિત કરવા અને બીજું શિથિલાચારની વિરૂદ્ધ સશક્ત આંદોલન ચલાવવું તેમજ કઠોર પગલાં લેવાં. બન્ને જ ઉત્તરદાયિત્વોને તેમણે ખૂબ જ ચતુરાઈથી નિભાવ્યા.
પ્રથમ શ્રુતસ્કંધરૂપ આગમની રચના ધરસેનાચાર્યના શિષ્ય પુષ્પદંત અને ભૂતબલિદ્વારા થઈ રહી હતી. દ્વિતીય શ્રુતસ્કંધરૂપ પરમાગમનું ક્ષેત્ર ખાલી હતું. મુક્તિમાર્ગનું મૂળ તો પરમાગમ જ છે. આથી તેનું વ્યવસ્થિત હોવું આવશ્યક જ નહિ અનિવાર્ય હતું. જેને કુન્દકુન્દ જેવા પ્રખર આચાર્ય જ કરી શકે તેમ હતા.
જિનાગમમાં બે પ્રકારના મૂળ નય બનાવેલ છે. નિશ્ચય વ્યવહાર અને દ્રવ્યાર્થિકપર્યાયાર્થિક. સમયસાર અને નિયમસારમાં નિશ્ચય-વ્યવહારની મુખ્યતાથી તેમજ પ્રવચનસાર અને પંચાસ્તિકાયમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકની મુખ્યતાથી કથન કરીને તેમણે અધ્યાત્મ અને વસ્તુસ્વરૂપ બન્નેને બહુજ સારી રીતે સ્પષ્ટ કરી આપ્યું છે. તેમના એ મહાન ગ્રંથો આગામી ગ્રંથકારોને આજ સુધી આદર્શ રહ્યા છે, માર્ગદર્શક રહ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com