________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XIX
મુનિ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે બન્ને જણને આશિર્વાદ આપ્યો કે આ ભરવાડ શેઠને ઘેર તેમના પુત્રરૂપે જન્મ લેશે. ત્યાં સુધી શેઠને કોઈ પુત્ર ન હતો. મુનિના આશિર્વાદ અનુસાર તે ભરવાડ શેઠને ઘેર પુત્ર રૂપે જન્મ ધારણ કર્યો. અને મોટો થયા બાદ તે એક મહાન મુનિ અને તત્ત્વજ્ઞાની થયો. તેનું નામ કુંદકુંદાચાર્ય હતું.'
ત્યારબાદ પૂર્વવિદેહ જવાની કથા પણ અગાઉની જેમ વર્ણવેલી છે. આને જ મળતી કથા આરાધના કથાકોષમાં પણ મળી આવે છે. આચાર્ય દેવસેન, જયસેન તેમજ ભટ્ટારક શ્રુતસાગર જેવા દિગ્ગજ આચાર્યો તેમ જ વિદ્વાનોના હજાર વર્ષ પહેલાં પ્રાચીન ઉલ્લેખો તેમ જ તેનાથી પણ પ્રાચીન પ્રચલિત કથાઓની ઉપેક્ષા કરવા યોગ્ય નથી. વિવેકસમત પણ કહી શકાય તેમ નથી.
આથી ઉપર કરેલા ઉલ્લેખો અને કથાઓના આધારથી આ નિ:સંકોચ કહી શકાય છે કે આચાર્ય કુંદકુંદ દિગમ્બરઆચાર્ય પરંપરાના ચૂડામણિરત્ન સમાન છે. એ વિગત બે હજાર વર્ષોમાં થયેલા દિગમ્બર આચાર્યો, સંતો, આત્માર્થી વિદ્વાનો તેમજ આધ્યાત્મિક સાધકોના આદર્શ રહ્યા છે. માર્ગદર્શક રહ્યા છે. ભગવાન મહાવીર અને ગૌતમ ગણધરની સમાન પ્રાતઃસ્મરણીય રહ્યા છે. કલિકાલ સર્વજ્ઞના રૂપમાં સ્મરણ કરવામાં આવે છે. તેમણે એ જ ભવમાં સદેહ વિદેહક્ષેત્રમાં જઈને સીમંધર અહંત પરમાત્માના દર્શન કર્યા હતા. તેમની દિવ્યધ્વનીને સાક્ષાત્ શ્રવણ કરી હતી, તેમણે ચારણઋદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેથી તો કવિવર વન્દાવનદાસને કહેવું પડ્યું ““હુવે હૈ, ન દો; મુનિન્દ છું સે'' વિતેલા બે હજાર વર્ષોમાં કુંદકુંદ જેવા પ્રતિભાશાળી, પ્રભાવશાળી, પેઢીઓ સુધી પ્રકાશ પાથરનારા સમર્થ આચાર્યો ન તો થયા છે અને પંચમકાળના અંતસુધી થવાની સંભાવના પણ નથી''
ભગવાન મહાવીરથી પ્રાપ્ત પ્રમાણિક શ્રુત પરંપરામાં આચાર્ય કુંદકુંદના અદ્વિતીય પ્રદાનની સમ્યક જાણકારીને માટે પૂર્વપરંપરાનું સિંહાવલોકન અત્યંત આવશ્યક છે. સમયસારના આભાષા ટીકાકાર પંડિત જયચંદજી છાબડા સમયસારની ઉત્પત્તિનો સમય બતાવતાં લખે છે:
“આ શ્રી કુંદકુંદાચાર્યદવે રચેલ ગાથાબદ્ધ સમયસાર નામનો ગ્રંથ છે. તેની આત્મખ્યાતિ નામની શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે રચેલી ટીકા છે. આ ગ્રંથની ઉત્પત્તિનો સંબંધ આ પ્રકારે છે કે અંતિમ તિર્થંકરદેવ સર્વજ્ઞ વીતરાગ પરમભટ્ટારક શ્રી વર્ધમાન સ્વામીના નિર્વાણ થયા બાદ પાંચ શ્રુતકેવળી થયા તેમાં અંતિમ શ્રુતકેવળી શ્રી ભદ્રહુસ્વામી થયા.
ત્યાં સુધી તો દ્વાદશાંગ શાસ્ત્રના પ્રરૂપણથી વ્યવહાર-નિશ્ચયાત્મક મોક્ષમાર્ગ યથાર્થ પ્રવર્તતો રહ્યો. ત્યારબાદ કાળદોષથી અંગોના જ્ઞાનની બુચ્છિતિ થતી ગઈ અને કેટલાક મુનિ શિથિલાચારી થયા, જેમાં શ્વેતાંબર થયાં, તેમણે શિથિલાચારને પોષણ કરવા માટે જુદા શાસ્ત્રો બનાવ્યા, જેમાં શિથિલાચાર પોષક અનેક કથાઓ લખીને પોતાનો સંપ્રદાય દઢ બનાવ્યો. આ સંપ્રદાય આજ સુધી પ્રસિદ્ધ છે. આ સિવાય જે જિનસુત્રની આજ્ઞામાં રહ્યા તેમનો આચાર યથાવત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com