Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ 186 ઉત્તરજઝયા- 30 અનુશાસન દ્વેષનું કારણ બની જાય છે. ભયથી મુક્ત, મેધાવી પ્રબુદ્ધ શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ હિતકર માને છે, પરંતુ તે ક્ષમા અને ચિત્ત વિશુદ્ધિ કરવાવાળા. ગુરુની આજ્ઞાઓ મૂખોને માટે ટ્રેષનું નિમિત્ત થઈ જાય છે. [30] શિષ્ય એવા આસન પર બેસે જે ગુરુના આસનથી નીચે હોય, જેનાથી કોઈ અવાજ ન આવે તથા જે સ્થિર હોય. આસન પરથી વારંવાર ન ઊઠે, પ્રયોજન હોવાથી, પણ બહુ ન ઊઠે, સ્થિર અને શાન્ત થઈ બેસે, અહીં તહીં ચપળતા ન કરે. 3i1-33] ભિક્ષુ, સમય થયે ભિક્ષા માટે બહાર નીકળે, અને સમય પર પાછો આવે, અસમયમાં કોઈ કાર્યન કરે, જે કાર્ય જે સમયે કરવાનું હોય તે કાર્ય તે જ સમયે કરે. ભિક્ષા માટે ગયેલા ભિક્ષુ ભોજન માટે ઉપવિષ્ટ લોકોની પંગતમાં ઊભા ન રહે મુનિની મર્યાદાને અનુરૂપ એષણા કરી ગૃહસ્થનો દીધેલો આહાર સ્વીકાર કરે અને શાસ્ત્રોક્ત, કાળમાં આવશ્યકતા પૂર્તિમાત્ર પરિમિત ભોજન કરે. જો પહેલાં જ અન્ય ભિક્ષુ ગૃહસ્થના દ્વાર પર ઊભા હોય તો તેનાથી અતિદૂર અથવા અતિસમીપ ઊભા ન રહે અને દેવાવાળા ગૃહસ્થની દ્રષ્ટિની સામે પણ ઊભા ન રહે. ઉપસ્થિત ભિક્ષને ઓળંગીને ઘરમાં ભોજન લેવા માટે ન જાય. [34-36] સંયમી મુનિ પ્રાસુકઅત અને પરફત-ગૃહસ્થ માટે બનાવેલો આહાર લે. પરંતુ બહુ ઊંચે અથવા બહુ નીચે સ્થાનથી લાવેલો તથા અતિ સમીપ અથવા અતિ દૂરથી દીધેલો આહાર ન લે. સંયમી મુનિ પ્રાણી અને બીજોથી રહિત, ઉપરથી ઢાંકેલ અને દીવાલ આદિથી સંવૃત મકાનમાં પોતાના સહધર્મી સાધુઓની સાથે જમીન પર ન વેરાય એમ વિવેકપૂર્વક આહાર કરે. “સારું કરેલું છે. સારે પકવેલું છે, સારું છેવું છે, સારું થયું છે તેમાં સારો રસ ઉત્પન્ન થયો છે. આ બહુ જ સુંદર છે.આ પ્રકારના પાપયુક્ત વચનોનો પ્રયોગ ન કરે. [37] મેધાવી શિષ્યને શિક્ષણ દેતાં આચાર્ય પ્રસન્ન જ હોય છે. જેવી રીતે કે અશ્વવાહક સારા ઘોડાને હાંકતાં પ્રસન્ન થાય છે. અબોધ શિષ્યને શિખવતા ગુરુ એમ જ દુઃખી થાય છે, જેવી રીતે કે દુષ્ટ ઘોડાને કેળવતાં તેનો વાહક દુઃખી થાય છે. " [38-40] ગુરુના કલ્યાણકારી અનુશાસનને, પાપકૃષ્ટિવાળા શિષ્ય, ઠોકર મારવી, ચાબખા મારવા, ગાળો દેવી કે પ્રહાર કરવા જેવા અનિષ્ટ સમજે છે. ગુરુ મને પુત્ર, ભાઈ અને સ્વજનની જેમ આત્મીય સમજી શિક્ષણ આપે છે. એમ માની વિનીત શિષ્ય તેના અનુશાસનને કલ્યાણકારી માને છે. પરંતુ પાપદ્રષ્ટિવાળા કુશિષ્ય હિતાનુશાસનથી શાસિત થવાથી પોતાને દાસની જેમ હીન સમજે છે. વિનીત શિષ્ય આચાર્યને ક્રોધિત ન કરે અને તેના કઠોર અનુશાસનાદિથી સ્વયં-પોતે ક્રોધિત ન થાય અને ગુરુને સાચી ખોટી સંભળાવીને તેનો દોષદર્શક ન થાય. [41] પોતાના કોઈપણ અભદ્ર વ્યવહારથી આચાર્યને અપ્રસન્ન થયા જાણે તો વિનીત શિષ્ય પ્રીતિવચનોથી તેને પ્રસન્ન કરે અને કહે કે “હું ફરીથી આવું નહીં કરું.” [42] જે વ્યવહાર ધર્મથી અર્જીત છે અને પ્રબુદ્ધ આચાયો દ્વારા આચરિત છે તે વ્યવહારને આચરણમાં લાવવાવાળા મુનિ ક્યારેય પણ નિંદાને પાત્ર થતા નથી. [43-44] શિષ્ય આચાર્યના મનોગત અને વાણીગત ભાવોને જાણીને તેને સર્વપ્રથમ વાણીથી ગ્રહણ કરીને પછી. કાર્યરૂપમાં પરિણત કરે. વિનયી ગણાતો પ્રસિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103