Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ અધ્યયન-૧૬ 215 પિ૧૯] જે પ્રમાણથી વધારે નથી ખાતો તે નિર્ગળ્યું છે. એમ શા માટે ? આચાર્ય કહે છે-જે પ્રમાણથી વધારે ખાય છે તે બ્રહ્મચારી નિન્થને બ્રહ્મચર્ય વિશે શંકા-કાંક્ષા કે વિચિકિત્સા થાય છે. બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે. કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ચન્જ પ્રમાણથી વધારે ન ખાય-પીએ. | Fપર૦] જે શરીર શણગારતો નથી તે નિગ્રન્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે જેની મનોવૃત્તિ શણગાર કરવાની હોય છે તે શરીર શણગારે છે. પરિણામે તેને સ્ત્રીઓ ઇચ્છે છે. તેથી સ્ત્રીઓ જેને ચાહે તેને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય છે, અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, અથવા દીર્ઘકાલિક રોગાતંક થાય છે. તે કેવલિકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ગસ્થ શણગારી ન બને. [પર૧] જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત નથી થતો તે નિગ્રન્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે જે શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શમાં આસક્ત રહે છે તે બ્રહ્મચારીને બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, કે વિચિકિત્સા થાય છે. અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, અથવા દીર્ઘકાલિક રોગાતંક થાય છે. તે કેવલિકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ગળે શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શમાં આસક્તિ રાખવી નહીં. આ બ્રહ્મચર્યસમાધિનું દસમું સ્થાન છે. અહીં કેટલીક ગાથાઓ છે, જેમ કેપિરર-૧ર૭] બ્રહ્મચર્યની રક્ષા માટે સંયમી એકાન્ત, અનાકર્ણ અને સ્ત્રીઓ રહિત સ્થાનમાં રહે, ભિક્ષુ, મનમાં આહ્માદ ઉત્પન્ન કરનારી તેમજ કામવાસના ઉત્પન્ન થાય તેવી કથા-વાતથી દૂર રહે,-સ્ત્રીઓ સાથેનો પરિચય કે વાતચીતનો ત્યાગ કરે. સ્ત્રીઓના અંગ-પ્રત્યંગ-આકાર બોલવાની છટા તેમજ કટાક્ષ વગેરે ન જુએ. ત્યાગ કરે., -સ્ત્રીઓનું કૂજન, રૂદન, ગીત, હાસ્ય, ગર્જન, કન્દન ન સાંભળે. અને દીક્ષા પહેલાના જીવનમાં સ્ત્રીઓ સાથે. અનુભવેલાં હાસ્ય, કીડા, રતિ, અભિમાન અને આકસ્મિક ત્રાસનો કદીય વિચાર ન કરે. [પ૨૮-૫૨૯] જલદી જ કામવાસના વધારનાર પ્રણીત આહાર કદી ન કરે. - અને ચિત્તની સ્થિરતા માટે, જીવનયાત્રા માટે, ઉચિત સમયે ધર્મ-મર્યાદાનુસાર મળેલું પરિમિત ભોજન કરે. માત્રાથી વધારે ન લે. પ૩૦-પ૩૧ બ્રહ્મચારી ભિક્ષુ શણગાર ન કરે. શણગારથી શરીર ને શણગારે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પાંચ પ્રકારની કામગુણોનો હંમેશા ત્યાગ કરે. પિ૩ર-પ૩પ સ્ત્રીઓ હોય તેવું સ્થાન, મનોરમ સ્ત્રી-કથા, સ્ત્રીઓનો પરિચય, તેમની ઇન્દ્રિયો જોવી, તેમના કૂજન, રદન, ગીત અને હાસ્યયુક્ત શબ્દ સાંભળવા, ભોગવેલા ભોગોને યાદ કરવા, પૌષ્ટિક ભોજન-પાન, માત્રાથી વધુ ભોજન-પાન શરીર શણગારવાની ઈચ્છ, દુર્જય કામભોગ - આ દસ આત્મશોધક માણસ માટે તાલપુટ વિષ જેવા છે. એકાગ્ર ચિત્ત મુનિ દુર્જય કામભોગોનો સદા ત્યાગ કરે. અને બધા શંકાસ્થાનોથી દૂર રહે. [36] જે ધીરજવાળો છે, ધર્મ રથનો સારથિ છે, જે ધર્મના બાગમાં રત છે, જે દાની છે, જે બ્રહ્મચર્યમાં સુસમાહિત છે તે ભિક્ષુ ધર્મના બાગમાં વિચરે છે. [પ૩૭-૫૩૮] જે દુષ્કર બ્રહ્મચર્ય પાળે છે તેને દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર બધા નમસ્કાર કરે છે. આ બ્રહ્મચર્ય-ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103