Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 85
________________ 256 ઉત્તરજઝયા- 30/1304 થાય છે. તેનો અંત પણ દુખમય થાય છે. આમ ગંધથી અતૃપ્ત તે ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે. [1304-1306] આમ ગંધમાં અનુરક્ત વ્યક્તિને ક્યારે, ક્યાં અને કેટલું સુખ મળશે? જેના ઉપભોગ માટે દુઃખ વેઠે છે તેના ઉપભોગમાં પણ તે દુઃખ અને કલેશ જ. પામે છે. એવી જ રીતે ગંધ પ્રત્યે જે દ્વેષ કરે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે તે જ વિપાકમાં દુખના કારણ બને છે. ગંધમાં વિરક્ત માણસ શોકરહિત બને છે, તે સંસારમાં રહેવા છતાં જલાશયમાં કમળ ની પેઠે લિપ્ત થતો નથી. [1307-1308] જિહ્વાનો વિષય રસ છે. જે રસમાં રાગ ઉદ્ભવે તે મનોજ્ઞ છે. અને જે રસથી દ્વેષ થાય તે અમનોજ્ઞ છે. જે આ રસોમાં સમભાવે રહે છે તે વીતરાગ છે. જિહુવા રસગ્રાહક છે. રસ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ છે તેને મનોજ્ઞ કહેવાય. અને જે દ્વેષનું કારણ બને તે રસ અમનોજ્ઞ કહેવાય છે. [1309-1311] જે મનોજ્ઞ રસોમાં તીવ્ર | આસક્ત છે તેનો અકાળે નાશ થાય છે. જેમ માસમાં આસક્ત રાગાતુર માછલા કાં થી વિંધાય છે. જે અમનોજ્ઞ રસ તરફ તીવ્રપણે દ્વેષ રાખે છે, તે તે જ ક્ષણે પોતાના દુદન્ત દૈષને લીધે દુઃખી થાય છે. એમાં રસનો કોઈ અપરાધ નથી. જે મનોજ્ઞ રસમાં એકાન્ત આસક્ત અને અમનોજ્ઞ રસમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખી થાય છે. વિગત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [1312] રસની ઇચ્છાનો અનુગામી અનેકરૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાની રસવૃપ્તિને જ મુખ્ય માનનાર તે ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને સંતાપે છે, પીડે છે. [૧૩૧૩-૧૩૧પ) રસમાં અનુરક્ત અને મમત્વને કારણે રસઉત્પાદનમાં, સંરક્ષણમાં, અને સનિયોગમાં તથા વ્યય અને વિયોગએ સર્વેમાં તેને સુખ ક્યાં ? તેને ઉપભોગને વખતે પણ તૃપ્તિ મળતી નથી. રસમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસા . ઉપાસક્ત વ્યક્તિ સંતોષ પામતી નથી. તે અસંતોષના દોષને લીધે દુઃખી થાય છે. લોભથી વ્યાકુળ બીજાની વસ્તુઓ ચોરે છે, રસ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ લઈ લે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે અને તે દુઃખથી મુક્ત થતો નથી. [131] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે તે દુઃખી થાય છે. તેનો અન્ત પણ દુખમય હોય છે. આમ રસમાં અતૃપ્ત થઈને ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે. [1317-131] આમ રસમાં અનુરક્ત પુરુષને ક્યાં, ક્યારે, કેટલું સુખ મળે? જેને મેળવવા માટે વ્યક્તિ આટલું દુઃખ વેઠે છે, તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખજ હોય છે. એવી જ રીતે જે રસ તરફ દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર દુઃખની પરંપરા પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે તે જ પરિણામે દુઃખનું કારણ બને છે. રસમાં વિરક્ત શોકરહિત બને. તે સંસારમાં રહેવા છતાં જળમાં કમળની જેમ લિપ્ત થતો નથી. ૧૩૨૦-૧૩ર૧] કાયનો વિષય સ્પર્શ છે. જે સ્પર્શ રાગનું કારણ બને તે મનોજ્ઞ અને જે દ્વેષનું કારણ હોય તે અમનોજ્ઞ છે. જે આ બન્નેનાં સમભાવ ધારણ કરે તે વીતરાગ છે. કાય (સ્પર્શેન્દ્રિય) સ્પર્શનો ગ્રાહક છે. સ્પર્શ ગ્રાહ્ય છે. જે ગગનું કારણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103