Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 98
________________ 269 અધ્યયન - 36 સંસ્થાનની દ્રષ્ટિએ તેમના હજારો ભેદ છે. [1600-104] તેઈન્દ્રિય ત્રસ તેના બે ભેદ છે. પર્યાપ્ત અને અપયત, તે તમે સાંભળો. કંથવો, કીડી, માંકડ, મકડી, ઊધઈ, તૃણાહારક, કાષ્ઠાહારક, માલુક, પત્રાહારક- કપાસ્થિભિંજક, તિન્દુક ત્રપુષમિંજક, શતાવરી, ગુમ્મી-કાનખજુરો, ઈન્દ્રકાયિક. ઈન્દ્રગોપ. ઈત્યાદિ ત્રીન્દ્રિયજીવ અનેક પ્રકારના છે. તે લોકના એક ભાગમાં છે, બધે નહીં. પ્રવાહની રીતે તે અનાદિ અનન્ત છે. સ્થિતિએ સાદિ સાત્ત છે. [૧૬૦પ-૧૬૦૮] તેમની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ 49 દિવસ છે. અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળ અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ત્રિીન્દ્રિય શરીરને ન છોડીને નિરન્તર ત્રીન્દ્રિય શરીરમાં જ જન્મનું કાયસ્થિતિ છે. ત્રીન્દ્રિય શરીર છોડીને ફરી ત્રીન્દ્રિય શરીરમાં ઉત્પન્ન થવાનો ગાળો જઘન્ય અત્તમૂહર્ત છે અને ઉત્કૃષ્ટ અનન્તકાળ છે. વર્ણ, ગબ્ધ, રસ, અને સ્પર્શ સંસ્થાનની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. f1609-1614] ચતુરિન્દ્રિય ત્રસના બે ભેદ છે. પર્યાપ્તિ અને અપયપ્તિ. તેના ભેદ તમે સાંભળો. અધેિકા, પોત્તિકા, માંખ, મચ્છર, મશક, ભ્રમર, કીડ, પતંગિયાં, માંકડ, કંકુણ. કુક્કડ, ઍગિરિટી, નન્દાવર્ત. વીંછી, ડોલ, ભૃગરીટક, વિરલી, અક્ષિવેધક- અક્ષિલ, માગધ, અક્ષિરોડક, વિચિત્રસ ચિત્તપત્રક, ઓહિંજલિયા, જલકારી, નીચક, તત્તવક- વગેરે ચતુરિન્દ્રિયના અનેક પ્રકાર છે. તે લોકના એક ભાગમાં છે. આખા લોકમાં નહીં. પ્રવાહની દૃષ્ટિએ તેઓ અનાદિ અનન્ત છે. સ્થિતિએ સાદિ સાન્ત છે. [1615-1618] તેમની ઉત્કૃષ્ટ આયુરસ્થિતિ છ મહિના અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળ અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ચતુરિન્દ્રિય શરીર ન છોડતાં નિરન્તર ચતુરિન્દ્રિય શરીરમાં જ પેદા થાય તે સ્થિતિને કાયસ્થિતિ કહે છે. ચતુરિન્દ્રિય શરીર છોડી પુનઃ તેજ શરીર ગ્રહણ કરવા સુધીનો. ગાળો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેમના હજાર્યો ભેદ છે. [1619) પંચેન્દ્રિય ત્રસ-તેના ચાર ભેદ છેઃ નૈરયિક, તિયચ, મનુષ્ય અને દેવ. [1620-123] નરયિક જીવ સાત પ્રકારના રત્નાભા, શર્કરાભા, બાલુકાભા. પકાભા, ધૂમાભા, તમwભા અને તમસ્તમાં, આમ સાત પૃથ્વીઓમાં ઉત્પન્ન થનાર નૈરયિક સાત પ્રકારના છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આના પછી નરયિક જીવના ચાર પ્રકારથી કાલવિભાગનું વર્ણન કરીશ. તેઓ પ્રવાહે અનાદિ અનન્ત છે. સ્થિતિએ સાદિ સાત્ત છે. [૧૬૨૪-૧૬૩૦]પહેલીપૃથ્વીમાં નૈયરિક જીવોની આયુરસ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એકસાગરોપમની છે. બીજીગૃથ્વીમાં ઉત્કૃષ્ટ આય ત્રણ સાગરોપમ અને જઘન્ય એકસાગરોપમ છે. ત્રીજીપૃથ્વીમાં આયુસ્થિતિ ઉત્કૃષ્ટ સાત સાગરોપમ, જઘન્ય ત્રણસાગરોપમ ચોથીપૃથ્વીમાં આયુસ્થિતિ ઉત્કૃષ્ટ દસ સાગરોપમ અને જઘન્ય સાતસાગરોપમ પાંચમીપૃથ્વીમાં ઉત્કૃષ્ટઆયુ 17 સાગરોપમ જઘન્ય દસસાગરોપમ. છઠ્ઠીપૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુ 22 સાગરોપમ જઘન્ય 17 સાગરોપમ . સાતમીપૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુ 33 સાગરોપમ જઘન્ય 22 સાગરોપમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103