Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 101
________________ 272 ઉત્તરજઝયણ- 361697 સાગરોપમ અને જઘન્ય 20 સાગરોપમ છઠે. અય્યત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 22 સાગરોપમ અને જઘન્ય 21 સાગરોપમ છે. [1697-1705] પ્રથમ રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 23 સાગરોપમ અને જઘન્ય 22 સાગરોપમ છે. દ્વિતીય સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 24 સાગરોપમ અને જઘન્ય ર૩ સાગરોપમ છે. તૃતીય શૈવેયક દેવોની ઉતકૃષ્ટ આયુસ્થિતિ 25 સાગરોપમ અને જઘન્ય 24 સાગરોપમ છે. ચતુર્થ રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 26 સાગરોપમ અને જઘન્ય 25 સાગરોપમ છે. પંચમ રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 27 સાગરોપમ અને જઘન્ય 26 સાગરોપમ છે. છઠ્ઠા રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 28 સાગરોપમ અને જઘન્ય 27 સાગરોપમ છે. સાતમા શૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 29 સાગરોપમ છે. જધન્ય 28 સાગરોપમ.આઠમા સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 30 સાગરોપમ અને જઘન્ય 29 સાગરોપમ છે. નવમા સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ 31 સાગરોપમ અને જઘન્ય 30 સાગરોપમ છે. [1306-1707 વિજય. વૈજયંત, જયંત, અપરાજિતદેવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ 33 સાગરોપમ જઘન્ય સ્થિતિ 31 સાગરોપમ છે. મહાવિમાન સર્વાર્થસિદ્ધના દેવોની અજઘન્ય અનુષ્કષ્ટ આયુસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. 1710] દેવોની પૂર્વ કથિત જે આયુસ્થિતિ છે તે જ તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. દેવશરીર છોડીને ફરી દેવશરીરમાં ઉત્પન્ન થવાનો ગાળો જઘન્ય અન્તર્મહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનન્ત કાલનો છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથીષ્ટિએ તેમના હજારો ભેદ છે. [1711-1712] આમ સંસારી અને સિદ્ધ જીવોની વ્યાખ્યા કરી છે. રૂપી અને અરૂપી એવા બે ભેદથી અજીવનું પણ વર્ણન કર્યું છે. જીવ અને અજીવની વ્યાખ્યા સાંભળીને અને તેમાં શ્રદ્ધા રાખીને જ્ઞાન અને ક્રિયા વગેરે બધા નયોને સમ્મત સંયમમાં મુનિએ રત રહેવું. [૧૭૧૩-૧૭૧૪ત્યાર પછી અનેક વર્ષો સુધી શ્રમયનું પાલન કરીને મુનિ અનુક્રમે આત્માની સંલેખના કરે-વિકારોને ક્ષીણ કરે. ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની છે. મધ્યમ એક વર્ષની અને જઘન્ય છ માસની છે. [1715-1718] પહેલા ચાર વર્ષમાં દૂધ વગેરેનો ત્યાગ કરે, બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારનું તપ કરે. પછી બે વર્ષ સુધી એકાત્તર તપ કરે. ભોજનને દિવસેઆચાર્લી કરે. ત્યાર પછી અગિયારમે વર્ષે પહેલા છ મહિના સુધી કોઈ પણ અતિવિષ્ટ તપ ન કરે, ત્યાર પછી છ મહિના સુધી વિકૃષ્ટ તપ કરે. આ આખા વર્ષ પારણાને દિવસે આચાર્મ્સ કરે. બારમે વર્ષે એક વર્ષ સુધી કોટી સાથે આચાર્લી કરીને પછી મુનિ પક્ષ અથવા એક માસનું અનશન કરે. [1719] કાદપ, આભિયોગી, કિલ્બિષિકી, મોહી અને આસુરી ભાવનાઓ દુર્ગતિ કરનાર છે. આ મૃત્યુ વખતે સંયમની વિરાધના કરે છે. [1720-1721] જે મરતી વખતે મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદનયુક્ત અને હિંસક છે, તેમને બોધિ બહુ દુર્લભ છે. જે સમ્યગ્દર્શનમાં અનુરક્ત છે, નિદાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103