Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 102
________________ અધ્યયન - 36 273 રહિત છે, શુક્લ લેશ્યામાં અવગાઢ-પ્રવિષ્ટ છે, તેમને બોધિ સુલભ હોય છે. [1722] જે મરતી સમય મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન સહિત છે, કૃષ્ણ લેશ્યામાં અવગાઢ છે તેમને બોધિ બહુ દુર્લભ છે. [1723-1724] જે જિન વચનમાં અનુરક્ત છે, જે જિન વચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તે નિર્મલ અને શગાદિથી અસંકિલ્સ થઇને પરીત સંસારી થાય છે. જે જીવ જિનવચનથી અપરિચિત છે તે બિચારા અનેક વાર બાલ-મરણ તથા અકાળમરણથી મરતા રહે છે. [૧૭૨પ જે અનેક શાસ્ત્રોના જાણકાર, આલોચના કરનારાને સમાધિ (ચિત્તસ્વાથ્યો ઉત્પન્ન કરનાર અને ગુણગ્રાહી હોય છે તેઓ એ જ કારણે આલોચના. સાંભળવા યોગ્ય બને છે. [173-1729] જે કન્દપ-કામ કથા કરે છે, કૌત્કચ્ય-હાસ્યોત્પાદક કુચેષ્ટાઓ. કરે છે તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથાથી બીજાને હસાવે છે, તે કાંદપ ભાવનાનું આચરણ કરે છે. જે સુખ, ઘી આદિ રસ અને સમૃદ્ધિ માટે મંત્ર યોગ અને ભૂતિ (ભસ્મ વગેરે) કર્મનો પ્રયોગ કરે છે, તે આભિયોગી ભાવનાનું આચરણ કરે છે. જે જ્ઞાનની, કેવળજ્ઞાનીની, ધર્માચાર્યની, સંઘની તથા સાધુની અવર્ણનિન્દા કરે છે, તે માયાવી કિલ્બિષિકી ભાવનાનું આચરણ કરે છે. જે નિરન્તર ક્રોધ વધારે છે, અને. નિમિત્તવિદ્યાનો પ્રયોગ કરે છે તે આ કારણોથી આસુરી ભાવનાનું આચરણ કરે છે. [1730] જે શસ્ત્રથી, વિષ ખાવાથી, અથવા અગ્નિમાં બળીને તથા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે, જે સાધ્વાચારથી વિરુદ્ધ-ભાસ્ક-ઉપકરણ રાખે છે, તે અનેક જન્મ-મરણનું બંધન કરે છે. [1731] આમ ભવ્યજીવોને અભિપ્રેત છત્રીસ ઉત્તરાધ્યયનોને- પ્રકટ કરી બુદ્ધ, જ્ઞાતવંશીય ભગવાન મહાવીર નિવણ પામ્યા. - એમ હું કહું છું. | અધ્યયન-૩૬-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | 43| ઉત્તરઝયણ-ગુર્જરછાયાપૂર્ણ ચોથું મૂળસૂત્ર ગુર્જરછાયાપૂર્ણ 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103