Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 96
________________ અધ્યયન - 36 267 કાયસ્થિતિ છે. પૃથ્વીકાયને ન છોડતાં નિરન્તર પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થતાં રહેવું કાયસ્થિતિ છે. પૃથ્વી શરીરને એક વાર છોડીને પાછા પૃથ્વી શરીરમાં ઉત્પન્ન થવાના વચ્ચેનો સમય જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાલ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી (અપેક્ષાએ) તે પૃથ્વીના હજારો ભેદ છે. [૧૫૪૮-૧પપ૦] અપ્લાય જીવના બે ભેદ છેઃ સૂક્ષ્મ અને સ્કૂલ. ફરી બન્નેના પર્યાપ્ત અને અપયત બબ્બે ભેદ છે, પૂલ પર્યાપ્ત અષ્કાય જીવોના પાંચ ભેદ છે. શુદ્ધોદક, ઝાકળ.-ભીની જગામાં ઉત્પન્ન થનાર જલ,મહિકા-ધુમ્મસ સૂક્ષ્મ અપ્લાયના જીવ એક પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ અષ્કાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ અષ્કાયના જીવ લોકના એક ભાગમાં છે. [૧પપ૧-૧પપ૪] અપ્લાયિક જીવ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની અપેક્ષાએ આદિ અન્તવાળા છે. તેમની સાતહજાર વર્ષની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય આયુરસ્થિતિ છે. તેમની અસંખ્યાતકાળની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય કાયસ્થિતિ છે. અપ્લાયને નહિ છોડીને નિરન્તર અપ્લાયમાં જ પેદા થવું એ કાયસ્થિતિ છે. અપકાય છોડીને ફરી અપ્લાયમાં ઉત્પન્ન થવાનું અત્તર, જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. [૧૫પપ વર્ણ, ગબ્ધ, સ્પર્શ, સંસ્થાનની અપેક્ષાએ અષ્કાયના હજારો ભેદ છે. ૧૫૫૬૧૫૩]વનસ્પતિ કાયના જીવોના બે ભેદ છે-સૂક્ષ્મ અને સ્કૂલ. ફરી બંનેના પયપ્તિ અને અપર્યાપ્ત બળે ભેદ છે. ભૂલ પર્યાપ્ત વનસ્તપિકાય જીવોના બે ભેદ છે : સાધારણ શરીર અને પ્રત્યેક શરીર. પ્રત્યેક શરીર વનસ્પતિના જીવ અનેક પ્રકારના છે. વૃક્ષ, ગુચ્છ-ગુલ્મ- લતા-વલ્લી-પર્વજ- કુહણ-ભૂમિસ્ફોટ, કુકરમુરા-છત્રી વગેરે. ઔષધિ-ઘાસ અને હરિતકાય આ બધા પ્રત્યેક શરીરી છે, એમ જાણવું. સાધારણ શરીર અનેક પ્રકારના છે-આલુક, મૂળ- છંગર-આદુ હિરિલીકંદ, સિરિલીકંદ, સિસ્ટિરિલીકંદ, જાવઈકંદ-કદલી કંદ,-કાંદો, લસણ, કંદલ, કુસુમ્બક. લોઢી, સ્નિહુ કુહક, કૃષ્ણ, વજકંદ અને સૂરણકંદ. અશ્વકરણી, સિહકણ, મસૂઢી અને હરિદ્વા વગેરે અનેક પ્રકારના જમીનમાં થનાર કંદ છે. [1564-1565] સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ એક જ પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ વનસ્પતિ કાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ વનસ્પતિ કાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. તેઓ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની દ્રષ્ટિએ સાદિ સાન્ત છે. [15-1568] તેમની દસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય આયુ-સ્થિતિ છે. તેમની અનન્ત કાલની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય કાય-સ્થિતિ છે. વનસ્પતિનું શરીર ન છોડીને નિરન્તર વનસ્પતિના શરીરમાં ઉત્પન્ન થવું કાયસ્થિતિ છે. વનસ્પતિનું કાય છોડી ફરી વનસ્પતિ થવામાં જે ગાળો હોય છે તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનો છે. [1569 વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, સંસ્થાનથી વનસ્પતિકાયના હજારો ભેદ છે. 1570] આમ સંક્ષેપમાં ત્રણ પ્રકારના સ્થાવર જીવોનું નિરૂપણ કર્યું. હવે ક્રમશઃ ત્રણ પ્રકારના ત્રસ જીવોનું વર્ણન કરીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103