Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 94
________________ 265 - અધ્યયન-૩૬ [1479-1485 વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દ્રષ્ટિએ સ્કન્ધાદિનું પરિણામ પાંચ પ્રકારનું છે. જે સ્કન્ધ આદિ પુદ્ગલ વર્ણથી પરિણત છે, તે પાંચ પ્રકારનાં છેઃ કૃષ્ણ, નીલ, લોહિત, રક્ત, હારિદ્ર-પીત અને શુક્લ. જે પુગલ ગંધથી પરિણત છે તે બે પ્રકારના છે- સુરભિગંધ પરિણત, દુરભિગંધ પરિણત. જે રસથી પરિણત છે, તેના પાંચ પ્રકાર છે- તિક્ત, કટુ, કષાય, અસ્ત અને મધુર પરિણત. જે મુદ્દગલ સ્પર્શથી પરિણત છે, તેના આઠ પ્રકારે છે-કર્કશ, મૃદુ, ગુરુ લઘુ- શીત, ઉષસ, સ્નિગ્ધ, રુક્ષ, આમ આ સ્પર્શથી પરિણત પુદ્ગલ કહ્યા છે. સંસ્થાનથી પરિણત પુગલ પાંચ પ્રકારના છેઃ પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ) (ચતુષ્કોણ) અને આયત-દઘ. [148-1490 વર્ષે કષણ પગલ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય. છે અથતિ અનેક વિકલ્પોવાળો છે. વર્ષે નીલ, રક્ત, પીત...શુલ પુગલ, ગન્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [1491-1492] સુગન્ધિત કે દુર્ગંધિત,.. પુદ્ગલ વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [143-1497] જે રસમાં તિક્ત છે તે વર્ણ, ગન્ધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. એ જ રીતે જે રસમાં કટ.... કષાયેલ....ખાટો,... મધુર છે તે વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [1498-1505] જે પુદ્ગલ સ્પર્શથી કર્કશ છે તે વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનથી ભાજ્ય છે. એ જ રીતે જે પુદ્ગલ સ્પર્શથી મૃદુ... ગુરુ,..લઘુ શીત.... ઉષ્ણ. સ્નિગ્ધ, રુક્ષ છે તે વર્ણ, ગંધ, રસ, અને સંસ્થાનથી ભાજ્ય છે. [150-1510] જે પુદ્ગલ સંસ્થાનથી પરિમંડલ છે તે વર્ણ, ગન્ધરસ અને સ્પર્શથી ભાજ્ય છે. એ જ રીતે જે પુદ્ગલ સંસ્થાનથી વૃત્ત... ત્રિકોણ, ચતુષ્કોણ.... દીર્ઘ છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય છે. [1511] આ સંક્ષેપમાં અજીવ વિભાગનું નિરૂપણ કર્યું. હવે ક્રમશઃ જીવ વિભાગનું નિરૂપણ કરીશ. [૧પ૧૨] જીવના બે પ્રકાર-સંસારી અને સિદ્ધ. સિદ્ધ અનેક પ્રકારના છે. તે હું કહું છું, સાંભળો. [1513 સ્ત્રીલિંગસિદ્ધ, પુલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ અને સ્વલિંગસિદ્ધ, અલિંગસિદ્ધ, તથા ગૃહિલિંગ સિદ્ધ. [1514] ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ અવગાહનાથી તેમજ ઉદ્ગલોકમાં, તિર્યક લોકમાં એવું સમુદ્ર અને બીજા જળાશયોમાં જીવ સિદ્ધ થાય છે. [1515-1518] એક સમયમાં દસ નપુંસક, વીસ સ્ત્રીઓ અને એકસો આઠ પુરુષ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ગૃહસ્થ લિગમાં ચાર, અન્ય લિંગમાં દસ, સ્વલિંગમાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ઉત્કૃષ્ટ અવાહામાં બે જઘન્ય અવગાહનામાં ચાર અને મધ્યમ અવગાહનામાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ઉર્ધ્વલોકમાં ચાર, સમુદ્રમાં બે, જળાશયમાં ત્રણ, અધોલોકમાં વીસ, તિય લોકમાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. [૧પ૧૯-૧૫૨૦] સિદ્ધ ક્યાં રોકાય છે? ક્યાં પ્રતિષ્ઠા થાય છે? ક્યાં શરીર છોડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103