Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 93
________________ 264 ઉતારઝયશં- ૩પ/૧૪૧ અમૂચ્છિત મહામુનિ યાપનાર્થ-જીવન-નિવહિ માટે જ ખાય, રસ માટે નહીં. [1461] મુનિ અર્ચના રચના પૂજા, ઋદ્ધિ, સત્કાર અને સમ્માનની મનથી પણ ઈચ્છા ન કરે. [142 મુનિ શુક્લ અથતુ વિશુદ્ધ આત્મધ્યાનમાં લીન રહે. નિદાનરહિત અને અકિંચન રહે. જીવન પર્યત શરીરની આસક્તિ છોડીને વિચરે. [14] અન્તિમ કાળધર્મ ઉપસ્થિત થતાં મુનિ આહારનો ત્યાગ કરીને, મનુષ્ય શરીર છોડીને દુઃખોથી મુક્ત પ્રભુ બને છે. [1464] નિર્મળ, નિરહંકાર, વીતરાગ અને અનાશ્રવ, મુનિ કેવળ-જ્ઞાન પ્રાપ્ત કરીને શાશ્વત પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. - એમ હું કહું છું. અધ્યયન-૩૫-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩-જીવાજીવ વિભક્તિ [1465] જીવ અને અજીવનો મારાથી વિભાગ એકાગ્ર મને સાંભળો, જે જાણીને ભિક્ષુ સમ્યક પ્રકારે સંયમમાં યત્નશીલ બને છે. [1466] આ લોક જીવ અને અજીવમય છે. જ્યાં અજીવનો એક ભાગ કેવળ આકાશ છે તે અલોક કહેવાય છે. [147 દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જીવની અને અજીવની પ્રરૂપણા થાય છે, f14681 અજીવ બે પ્રકારના છે. રૂપી અને અરૂપી. અરૂપીના દસ પ્રકાર છે અને રૂપીના ચાર પ્રકાર છે. [14 9-1470] ધમસ્તિકાય, તેનો દેશ અને પ્રદેશ. અધમસ્તિકાય અને તેનો દેશ તથા પ્રદેશ. આકાશાસ્તિકય, તેનો દેશ તથા પ્રદેશ, અને એક અદ્ધ સમય (કાળ) આ દસ ભેદ અરૂપી અજીવ છે. [1471 ધર્મ અને અધર્મ બન્ને લોક-પ્રમાણ છે. આકાશ લોક અને અલોકમાં વ્યાપ્ત છે. કાળ કેવળ સમય ક્ષેત્ર (મનુષ્યક્ષેત્રોમાં જ છે. [1472) ધર્મ, અધમ, આકાશ-આ ત્રણે દ્રવ્ય અનાદિ, અપર્યવસિત-અનન્ત અને સર્વ કાલ નિત્ય છે. [1473 પ્રવાહની અપેક્ષાએ સમય પણ અનાદિ અનન્ત છે. આદેશ અથતિ પ્રતિનિયત વ્યક્તિ રૂપ એક એક ક્ષણની અપેક્ષાએ સાદિ-સાત્ત છે. [1474-147] રૂપી દ્રવ્યના ચાર ભેદ. સ્કન્ધ, સ્કન્ધ-દેશ, સ્કન્ધ, પ્રદેશ અને પરમાણું. પરમાણુઓ એક થતાં સ્કન્ધ થાય છે. સ્કન્ધ અલગ થતાં પરમાણુઓ થાય છે. આ દ્રવ્યની અપેક્ષાએ છે. ક્ષેત્રની અપેક્ષાએ સ્કન્ધાદિ લોકના એક દેશથી સપૂર્ણ લોક સુધીમાં ભાજ્ય છે- આગળ સ્કન્ધ અને પરમાણુના કાળની દ્રષ્ટિએ ચાર ભેદ સ્કન્ધ આદિ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિ ની દ્રષ્ટિએ સાન્ત છે. | [1477] રૂપી અજીવો-પુદ્ગલ દ્રવ્યોની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની કહી છે. [1478] રૂપી અજીવોનો અન્તર (પોતાના પૂર્વાહિત સ્થળેથી શ્રુત થઈ ફરી પાછા ત્યાં આવવાનો કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનન્ત કાલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103