Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 92
________________ અધ્યયન - 34 બીજા ભવમાં ઉત્પન્ન નથી થતો. અન્તિમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈ પણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. વેશ્યાઓની પરિણતિ થતાં અન્તર્મુહૂર્ત વ્યતીત થઈ જાય અને જ્યારે અન્તર્મુહૂર્ત બાકી રહે તે વખતે જીવ પરલોકમાં જાય છે. [ 13] તેથી લેશ્યાઓના અનુભાગ જાણીને અપ્રશસ્ત લેશ્યાઓનો પરિત્યાગ કરી પ્રશસ્તલેશ્યાઓમાં રહેવું જોઈએ. -એમ હું કહું છું. અધ્યયન-૩૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ! (અધ્યયન-૩પ અનગારમાર્ગગતિ [1444] જેનું આચરણ કરીને ભિક્ષુ દુઃખોનો નાશ કરે છે, એવો જ્ઞાનીઓએ ઉપદેશેલો માર્ગ મારી પાસેથી એકાગ્ર મને સાંભળો. [1445] ઘરવાસનો પરિત્યાગ કરીને પ્રવૃજિત થયેલ મુનિ આ યોગોને જાણે, જેમાં માણસો બંધાય છે તથા આસક્ત થાય છે.. [1446] સંયત ભિક્ષુ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઇચ્છા-કામ (અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા) અને લોભથી દૂર રહે. [1447- 19] મનોહર ચિત્રોવાળ, માળા અને ગંધથી સુવાસિત, દરવાજા તેમજ સફેદ ચંદરવાવાળા આવાચિત્તાકર્ષક સ્થાનની મનમાં ઈચ્છા પણ ન કરે. કામરાગ વધારનાર આ પ્રકારના ઉપાશ્રયમાં ઇન્દ્રિયોનો વિરોધ કરવો ભિક્ષુ માટે દુષ્કર છે. તેથી એકાકી ભિક્ષુ સ્મશાનમાં શૂન્ય ઘરમાં, વૃક્ષની નીચે. તથા પરત પ્રતિરિક્તએકાન્ત સ્થાનમાં રહેવાની અભિરૂચિ રાખે. [૧૪પ૦-૧૪૫૧] પરમ સંયત ભિક્ષુ, પ્રાસુક, અનાબાધ, સ્ત્રીઓના ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે. ભિક્ષુ પોતે ઘર ન બનાવે, બીજા પાસે બનાવડાવે પણ નહીં. કારણ ઘર-કામના સમારંભમાં પ્રાણિઓનો વધ જોવામાં આવે છે. [૧પ-૧૫૫] ત્રસ અને સ્થાવર તથા સૂક્ષ્મ અને સ્કૂલ જીવોનો વધ થાય છે. તેથી સંયત-ભિક્ષ. ગૃહ-કર્મના સમારંભનો ત્યાગ કરે. તેવી જ રીતે ભક્તપાન પકાવવા તેમજ પકાવડાવવામાં હિંસા છે તેથી પ્રાણીઓ અને ભૂતોની દયા માટે પોતે પકાવે નહીં અને બીજા પાસે પકાવડાવે નહીં. ભક્ત અને પાનના પકાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી અને લાકડાને આશ્રયે રહેલ જીવોનો વધ થાય છે. તેથી ભિલું પકાવે નહીં. અગ્નિ જેવું બીજું શસ્ત્ર નથી. તે બધી રીતે પ્રાણીનાશક તેજ ધારવાળો છે. ઘણા પ્રાણીઓનો વિનાશ કરનાર છે. તેથી ભિક્ષુ, અગ્નિ ન જલાવે. [1456-1458] કયવિક્રયથી વિરક્ત ભિક્ષુ સોનું અને માટીને સમાન સમજીને સોના ચાંદીની મનથી પણ ઈચ્છા ન કરે. વસ્તુને ખરીદનાર ગ્રાહક હોય છે વેચનાર વણિક- હોય છે, તેથી ક્રયવિક્રયમાં સાધુ પ્રવૃત્ત થાય નહીં. ભિક્ષા–વૃત્તિથી ભિક્ષુએ ભિક્ષા કરવી. ક્રયવિક્રયથી નહીં. ખરીદ-વેચાણ મોટો દોષ છે. ભિક્ષાવૃત્તિ સુખાવહ [1459-1460] મુનિ શ્રત પ્રમાણે અનિન્દ્રિત અને સામુદાયિક ઉંછ (અનેક ઘરોથી થોડા થોડા આહાર)ની એષણા કરે, તે લાભ અને અલાભમાં સંતુષ્ટ રહીને પિંડપાત-ભિક્ષાચર્યા કરે.અલોલુપ, રસમાં અનાસક્ત, રસનેન્દ્રિયનો વિજેતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103