Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 90
________________ અધ્યયન- 34 261 દુર્ગધ ત્રણે અપ્રશસ્ત વેશ્યાઓની હોય છે. સુગન્ધિત પુષ્પ અને વટાતાં સુગંધિત પદાથોની સુગંધ કરતાં અનન્ત સુગન્ધ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓન છે. [1400-1401] કરવત, ગાયની જીભ અને શાકવૃક્ષના પાનના કર્કશ સ્પર્શ કરતાં પણ અનન્ત ગણો કર્કશ સ્પર્શ ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓનો છે, બૂર, નવનીત, અને શિરીષના ફૂલના કોમળ સ્પર્શ કરતાં પણ અનન્ત ગણો કોમલ સ્પર્શ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓનો છે. [1402] લેશ્યાઓના 3-9-27-81 કે 243 પરિણામો હોય છે. [143-1404] જે માણસ પાંચ આશ્રવમાં પ્રવૃત્ત છે, ત્રણ ગુપ્તિઓમાં અગુપ્ત છે, પકાયમાં અવિરત છે, તીવ્ર આરંભ-હિંસા આદિમાં સંલગ્ન છે, ક્ષુદ્ર છે, સાહસી અથતિ અવિવેકી છે- નિઃશંક પરિણામી છે, નૃશંસ છે, અજિતેન્દ્રિય છે, આ બધા યોગોવાળો હોય તો કૃષ્ણ લેગ્યામાં પરિણત છે. ૧૪૦પ-૧૪૦૬] જે ઈર્ષ્યાળુ છે, અમર્ષ-દુરાગ્રહી, અતપસ્વી છે, અજ્ઞાની છે, માયાવી છે, લાહીન છે, વિષયાસક્ત છે, દ્વેષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે, રસલોલુપ છે, સુખ શોધનાર છે. જે આરંભથી અવિરત છે, ક્ષુદ્ર છે, દુuહસી છે- આ યોગોથી યુક્ત માણસ નીલ લેગ્યામાં પરિણત થાય છે. [1407-1408] જે માણસ વક્ર છે, વાણી, આચારમાં કપટ કરે છે, સરળ નથી. પ્રતિકુંચક છે-પોતાના દોષ છૂપાવનાર છે, ઓપધિક છે-બધે છળ કરે છે. મિઆદ્રષ્ટિ અને અનાર્ય છે. જે ઉમ્રાસક છે-ગંદી મશ્કરી કરનાર, દુર્વચન બોલનાર, ચોર, ઈર્ષાળુ છે આ બધા યોગવાળો કાપોત લેશ્યામાં પરિણત છે. [1409-1410] જે નમ્ર છે, અચંચળ છે, માયારહિત છે, કૂતુહલ વિનાનો છે, વિનયમાં નિપુણ, દાન્ત, યોગવાળો છે-સ્વાધ્યાય વગેરે સમાધિયુક્ત છે, ઉપધાન કરનાર છે. પ્રિયધમ છે, વૃઢધમ છે, પાપભીરૂ છે, હિતૈષી છે, આ બધા યોગવાળો. તેજલેગ્યામાં પરિણત છે. [1411-1412] ક્રોધ, માન, માયા અને લોભ જેના અત્યન્ત અલ્પ છે, જે પ્રશાન્ત ચિત્તવાળો છે, પોતાના આત્માનું દમન કરે છે, યોગવાન છે, ઉપધાન કરનાર છે. જે મિતભાષી છે, ઉપશાન્ત છે, જિતેન્દ્રિય છે, આ બધા યોગવાળો પાલેશ્યામાં પરિણત હોય છે. [1413-1414] આર્ય અને રૌદ્ર ધ્યાનને ત્યાગી જે ધર્મ અને શુક્લ ધ્યાનમાં લીન છે, જે પ્રશાન્તચિત્ત, દાન્ત, છે, પાંચ સમિતિઓથી યુક્ત અને ત્રણ ગુતિઓથી ગુપ્ત છે- સરાગ હોય કે વીતરાગ, પણ જે ઉપશાન્ત છે, જિતેન્દ્રિય છે. આ બધા. યોગોવાળો શુક્લ લેગ્યામાં પરિણત હોય છે. [1415] અસંખ્ય અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના જેટલા સમય હોય, અસંખ્ય લોકોના જેટલા આકાશપ્રદેશો હોય તેટલા જ વેશ્યાના સ્થાન હોય છે. [1416-1422] કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિત મુહૂતધિ છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ એક મુહૂર્ત અધિક તેત્રીસસાગર છે. નીલ વેશ્યાની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે દસસાગર છે. કાપોતલેશ્યાની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103