Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 89
________________ 26o ઉત્તર ઝયણ- 33137 [1376-1377] ઉત્કૃષ્ટ સ્થિતિ તીસ કોટિ કોટિ (સાગરોપમની) છે અને જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્તની છે. બે આવરણીય કર્મ અથતિ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય તથા વેદનીય અને અન્તરાય કર્મની. આ ઉપર્યુક્ત સ્થિતિ કહી છે. [1378-1380 મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોટિ કોટિ સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્ત છે. નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટિ કોટિ સાગર સમાન છે અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત છે. [૧૩૮૧-૧૩૮૨)સિદ્ધોના અનન્તભાગ જેટલાં કર્મોના અનુભાગ છે. બધા. અનુભાગોના પ્રદેશ પરિણામ બધા ભવ્ય અને અભવ્ય જીવોથી અતિક્રાન્ત છે, અધિક છે. તેથી આ કર્મોના અનુભાગોને સમજીને બુદ્ધિમાન સાધક એમનો સંવર અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે. - એમ હું કહું છું. અધ્યયનન-૩૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ! (અધ્યયન-૩૪- ધ્યયન) [1383-1384] હું આનુપૂર્વના ક્રમ પ્રમાણે લેશ્યાધ્યયનનું વર્ણન કરીશ. મારા પાસેથી તમે છએ લેશ્યાના અનુભાવ-રસ વિશેષને સાંભળો. વેશ્યાઓનાં નામ, વર્ણ, રસ, ગબ્ધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્ય વિશે સાંભળો. [1385 ક્રમશઃ વેશ્યાઓના નામ આ નીચે પ્રમાણે છે. કૃષ્ણ, નીલ, કાપો, તેજસ, પ, અને શુકલ.. [1386-1391) કૃષ્ણ વેશ્યાનો વર્ણ સ્નિગ્ધ અથતિ સજલ મેઘ, મહિષ શૃંગ, અરિષ્ટક, ખંજન, અંજન, અને નેત્રતારિકા જેવો કાળો હોય છે. નીલ લેશ્યાનો વર્ણ નીલ અશોક વૃક્ષ, ચાસ પક્ષીની પાંખ, અને સ્નિગ્ધ વૈડૂર્ય મણિ જેવો નીલ હોય છે. કાપોત લેયાનો વર્ણ-અળસીના ફૂલ, કોયલની પાંખ, અને કબૂતરની ડોકના રંગ જેવો કાંઈક કાળી અને લાલ મિશ્રિત હોય છે. તેજલેશ્યાનો વર્ણ હિંગલ ધાતુ-ગેરુ, ઉદયમાન તરણ સૂર્ય પોપટની ચાંચ, ધવાની જ્યોત જેવો લાલ હોય છે. પદ્મ લેશ્યાનો વર્ણ હરતાલ અને હળદરના ટુકડા જેવો તથા શણ અને અસનના ફૂલ જેવો પીળો હોય છે. શુક્લ લેશ્યાનો વર્ણ શંખ, અંક કુન્દ પુષ્પ, દૂધની ધાર, ચાંદીના હાર જેવો સફેદ હોય છે. [1392-1397 કડવી તુમડી, લીમડો, તેમજ કડવી રોહિણીનો રસ જેટલો કડવો હોય છે, તેથી અનન્તગણો કડવો કષ્ણ લેશ્યાનો રસ છે. ત્રિકટુ અને ગજપીપળનો. રસ જેટલો તીખો હોય છે તેથી અનન્ત ગણો વધુ તીખો નીલ લેગ્યાનો રસ છે. કાચી કેરી અને કાચી કપિત્થનો રસ જેટલો ખાટો હોય છે તેથી અનન્ત ગણો ખાટો કાપોત લેશ્યાનો રસ છે. પાકી કેરી અને પાકા કપિત્થનો રસ જેટલો ખટમીઠો હોય છે તેથી અનન્ત ગણો. ખટમીઠો નેજો લેશ્યાનો રસ છે. ઉત્તમ શરાબ. ફૂલોનો બનેલો. અનેક પ્રકારનો દારૂ, મધુ, તેમજ સરકાનો રસ જેટલો ખાટો -કસેલો હોય છે તેથી અનન્ત ગણો વધુ ખાટોકસાલો પવા લેગ્યાનો રસ હોય છે. ખજૂર, દ્રાક્ષ, ક્ષીર, ખાંડ અને સાકર, જેટલો મીઠાં હોય તેથી અનન્ત ગણો વધુ મીઠો શુક્લ લેશ્યાનો રસ છે. [1398-1399) ગાય, કુતરાં, અને સાપના શબની દુર્ગધ કરતાં અનન્તગણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103