Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 87
________________ 258 ઉતારજઝયણ - 32/342 વિવિધ પ્રકારે તેમને પીડે છે, દુઃખ દે છે. ભાવમાં અનુરક્ત અને મમત્વને કારણે ભાવના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં ? તે ઉપભોગને વખતે પણ તૃપ્ત થતો નથી. ભાવમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપાસક્ત સંતોષ પામતા નથી. અસંતોષને લીધે દુઃખી થાય છે. લોભથી બીજાની. વસ્તુઓ ચોરે છે. ભાવ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી વ્યાપ્ત તે બીજાની વસ્તુઓ લઈ લે છે. લોભથી તેનું કપટ અને જુઠાણું વધે છે. તે કપટ અને જૂઠથી પણ દુઃખમુક્ત થતો નથી. [1342] જૂઠ બોલતાં પહેલાં બોલ્યા પછી અને બોલતી વખતે તે દુઃખી થાય છે. તેનો અત્ત પણ દુઃખદ હોય છે. આમ ભાવમાં અતૃપ્ત રહેલો ચોરી કરીને દુઃખી થાય છે. આશ્રયહીન બને છે. [1343-1345) આમ ભાવમાં અનુરક્ત માણસ ક્યાં, ક્યારે, કેટલું સુખ મેળવે? જે મેળવવા તે આટલું દુઃખ વેઠે છે તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ હોય છે. એવી જ રીતે ભાવ પ્રત્યે જે દ્વેષ કરે છે તે ઉત્તરોત્તર દુખપરંપરા પામે છે. દ્વેષમુક્ત ચિત્તથી જે કર્મો કરે છે તે જ વિપાક વખતે દુખનું કારણ બને છે. ભાવમાં વિરક્ત માણસ શોકરહિત બને છે. સંસારમાં રહેવા છતાં જળમાં કમળની જેમ લિપ્ત થતો નથી. | [1346] એવી રીતે રાગી મનુષ્ય માટે ઇન્દ્રિય અને મનના જે વિષયો દુઃખનું કારણ છે તેજ વીતરાગ માટે કદીય જરાપણ દુઃખનું કારણ બનતા નથી. [1347] કામ-ભોગ ન સમતા-–લાવે છે ને વિકૃતિ લાવે છે, જે તેમના તરફ ટ્રેષ અને મમત્વ રાખે છે તે તેમનામાં મોહને કારણે વિકૃતિ પામે છે. [1348-1349] ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ તથા હર્ષ વિષાદ આદિ ભાવોને- અનેક પ્રકારના વિકારોને તેમનાથી પેદા થતા અનેક પ્રકારના કુપરિણામોને તે પામે છે જે કામગુણોમાં આસક્ત છે. તે કરુણાસ્પદ, દીન લજ્જિત અને અપ્રિય પણ થાય છે. [૧૩પ૦-૧૩પ૧] શરીરની સેવારૂપ સહાયતા વગેરેની ઈચ્છાથી કલ્પયોગ્ય શિષ્યની પણ ઈચ્છા ન કરે. દિક્ષિત થયા પછી અનુતપ્ત થઈને તપના પ્રભાવની ઈચ્છા ન કરે. ઈન્દ્રિયરૂપી ચોરોના વશીભૂત જીવ અનેક પ્રકારના અપરિમિત વિકારો પામે છે. વિકારો આવ્યા પછી મોહરૂપ મહાસાગરમાં ડુબાડવા માટે વિષયાસેવન તેમ જ હિંસાદિ અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે ત્યારે તે સુખાભિલાષી રાગી વ્યક્તિ દુઃખથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. [૧૩પ૧-૧૩પ૨] ઇન્દ્રિયોના શબ્દ વિગેરે જેટલા વિષયો છે, તે બધાં જ વિરક્ત વ્યક્તિના મનમાં મનોજ્ઞતા અથવા અમનોજ્ઞતા ઉત્પન્ન કરતા નથી. પોતાના જ સંકલ્પ વિકલ્પ બધા દોષોનું કારણ છે, ઇન્દ્રિયોના વિષય નહી. એવો જે સંકલ્પ કરે છે, તેના મનમાં સમતા જાગે છે અને તેનાથી તેની કામગુણોની તૃષ્ણા ક્ષીણ થાય છે. [૧૩પ૩-૧૩પ૪] તે કૃતકૃત્ય વીતરાગ આત્મા ક્ષણભરમાં જ્ઞાનાવરણનો ક્ષય કરે છે. દર્શનના આવરણોને દૂર કરે છે અને અન્તરાય કમને દૂર કરે છે. ત્યાર પછી તે બધું જાણે છે, દેખે છે. તથા મોહ અને અન્તરાય રહિત બને છે. નિરાશ્રવ અને શુદ્ધ થાય છે, ધ્યાન સમાધિ સંપન્ન બને છે. આયુષ્યનો ક્ષય થતાં મોક્ષ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103