Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 82
________________ 253 અધ્યયન-૩૨ આદિથી વિવેકયોગ્ય-રહિત એકાન્ત ઘરમાં નિવાસ કરે. [1251] જો પોતાથી વિશેષ ગુણવાળો અથવા સમાન ગુણવાળો નિપુણ સાથી ન મળે તો પાપોને છોડતો તથા કામભોગોમાં અનાસક્ત રહેતો એકલો જ વિચરે. [1252] જેમ ઈંડામાંથી બગલી પેદા થાય છે અને બગલીથી ઈડું થાય છે, તેમજ મોહથી તૃષ્ણા અને તૃષ્ણાથી મોહ જન્મે છે. [1253] કર્મના બીજ રાગ-દ્વેષ છે. કર્મ મોહથી પેદા થાય છે. તે કર્મ, જન્મ અને મરણનું મૂળ છે અને જન્મ-મરણ તેજ દુખ છે. [1254] જેને મોહ નથી તેણે દુઃખ દૂર કર્યું છે. જેને તૃષ્ણા નથી તેણે મોહ દૂર કર્યો છે. જેને લોભ નથી તેણે તૃણા દૂર કરી છે, જે અકિંચન છે, તેણે લોભ દૂર કર્યો છે. [1255] જે રાગ-દ્વેષ-મોહનો મૂળથી નાશ ઈચ્છે છે તેણે જે જે ઉપાયો ઉપયોગમાં લેવા જોઈએ તેને હું ક્રમશઃ કહીશ. [1256] રસોનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ. રસ પ્રાયઃ ઉન્માદ વધરાનાર છે. વિષયાસક્ત માણસને કામ તેવી જ રીતે પીડે છે જેમ, સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી હેરાન કરે છે. [1257] અત્યન્ત પવન સાથે પ્રચુરઈધનવાળા વનમાં લાગેલો દાવાનળ શાન્ત થતો નથી તેવી જ રીતે પ્રકામ ભો-યથેચ્છ ભોજન કરનારની ઇન્દ્રિયાનિ (વાસના) શાન્ત નથી થતી. બ્રહ્મચારી માટે પ્રકામ ભોજન કદી હિતકર નથી. [1258] જે વિવિક્ત (સ્ત્રી આદિ રહિત) શય્યાસનથી (યુક્ત) છે, જે અલ્પભોજી છે, જે જીતેન્દ્રિય છે. તેમના ચિત્તને રાગદ્વેષ પરાજીત કરતા નથી. જેમાં ઔષધિથી નાશ પામેલો રોગ ફરી શરીરને ઘેરતો નથી. [૧૨પ૯] જેમ બિલાડી પાસે ઉંદરનું રહેવું હિતકર નથી તેમ સ્ત્રીઓના નિવાસ પાસે બ્રહ્મચારીનું રહેવું પણ હિતકર નથી. [1260-1243 શ્રમણ તપસ્વી સ્ત્રીઓના રૂપ લાવણ્ય, વિલાસ, હાસ્ય, આલાપ, ઈગિત (ચેષ્ટા) અને કટાક્ષને મનમાં રાખીને જોવાનો પ્રયત્ન ન કરે. જે હમેશાં બ્રહ્મચર્યમાં લીન છે, તેમણે સ્ત્રીઓને જોવી નહીં. તેમની ઈચ્છા ન કરવી. ચિન્તન ન કરવું, વર્ણન ન કરવું હિતકર છે તથા સમ્યફ ધ્યાન સાધના માટે ઉપયુક્ત છે. જો કે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિને અપ્સરાઓ પણ વિચલિત કરી શકે નહીં, તો પણ એકાન્ત હિતની દ્રષ્ટિએ મુનિનો વિવિક્ત વાસ-સ્ત્રીઓના સંપર્કથી રહિત એકાન્ત નિવાસ જ યોગ્ય છે. મોક્ષાભિકાંક્ષી, સંસારભીર અને ધર્મમાં સ્થિત માણસ માટે લોકમાં એવું કાંઈ દુસ્તર નથી જેવી અજ્ઞાનીઓનું મન હરનારી સ્ત્રીઓ દૂસ્તર છે. 124] સ્ત્રીવિષયક આ ઉપર કહેલા સંસર્ગોનું સમ્યક અતિક્રમણ કરવાથી શેષ સંબંધોનું અતિક્રમણ સહજ બની જાય છે. જેમ મહાસાગરને તય પછી ગંગા જેવી નદી તરવાનું સહજ સરળ હોય છે. [૧ર૬પ-૧૨૬૬] સમસ્ત લોકના-દેવોના પણ શારીરિક, માનસિક દુઃખ કામાસક્તિથી પેદા થાય છે. વીતરાગ આત્મા જ તે દુઃખનો અન્ત લાવી શકે છે. જેમ કિપાળ ફળ રસ અને રૂપ રંગમાં-બાવા, જોવામાં સુન્દર-મધુર હોય છે પણ પરિણામે જીવનનો અંત કરે છે. તે દૃષ્ટાંતે કામ ગુણ પણ. અન્તિમ પરિણામમાં એવો જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103