Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 80
________________ અધ્યયન - 30 251 ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખેડ, કબડ, દ્રોણમુખ, પત્તન, મડંબ, સંબોધ- આશ્રમ-પદ, વિહાર સંનિવેશ, સમાજ, ઘોષ, સ્થલી, સેનાનું શિબિર, સાથે સંવત, કોટ-વાટ, પાડા, રચ્યા-ગલી અને ઘર, આ ક્ષેત્રોમાં તેમ જ આવાં જ બીજાં સ્થળોમાં નિર્ધારિત ક્ષેત્ર-પ્રમાણ પ્રમાણે ભિક્ષા માટે જવું ક્ષેત્રથી ઉણોદરી તપ છે. અથવા પેટા, અર્ધપેટા, ગોમૂત્રિકા, પતંગ-વીથિકા, શબૂકવતાં અને આયત-ગત્વા. પ્રત્યાગતા, આ છ પ્રકારથી ક્ષેત્ર ઉણોદરી તપ છે. દિવસના ચાર પહોર હોય છે. તે ચાર પહોરમાં ભિક્ષાના નિયત સમયે ભિક્ષા માટે જવું એ કાળથી ઉણોદરી તપ છે. અથવા કાંઈક ઓછો ભાગ-ન્યૂન તૃતીય પહોરમાં ભિક્ષાની ઈચ્છા કરવી તે કાળથી ઉણોદરી તપ છે. સ્ત્રી અથવા પુરુષ, અલંકૃત અથવા અનલંકત, વિશિષ્ટ આયુ અને અમુક રંગના વસ્ત્ર- અથવા અમુક વિશિષ્ટ રંગ તેમજ ભાવયુક્ત દાતા પાસે જ ભિક્ષા લેવી, બીજી રીતે નહીં આ પ્રકારની ચયવાળા મુનિને ભાવઊણોદરી તપ હોય છે. દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પર્યાયિ કહ્યા છે તે બધાથી ઉણોદરી તપ કરનાર “પર્યવચરક હોય છે. [1213] આઠ પ્રકારના ગોચરાગ્ર, સપ્તવિધ એષણાઓ અને બીજા અનેક પ્રકારના અભિગ્રહભિક્ષાચ તપ છે. [1214] દૂધ, દહીં, ઘી, વગેરે પ્રણીત પાન, ભોજન તથા રસનો ત્યાગ રસપરિત્યાગ તપ છે, [1215] આત્માને સુખાવહ વીરાસનાદિ ઉગ્રઆસનોનો અભ્યાસ, કાયકલેશ તપ છે. [1216] કાન્ત, અનાપાત (જ્યાં કોઇની અવરજવર ન હોય) સ્ત્રી પશુ રહિત, શયન આસન ગ્રહણ કરવું વિવિક્ત શયનાસન તપ છે. [1217-1218] સંક્ષેપમાં બાહ્ય તપની વ્યાખ્યા થઈ. હવે ક્રમશઃ આભ્યન્તર તપનું નિરૂપણ કરીશ. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ આ આભ્યન્તર તપ છે. [1219-1224] આલોચનાઈ આદિ દસ પ્રકારના પ્રાયશ્ચિત, ભિક્ષુ જેનું સમ્યફ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ છે. ઊભા થવું, હાથ જોડવા, આસન આપવું. ગુરુજનોની ભક્તિ તથા ભાવપૂર્વક શુશ્રુષા કરવી તે વિનય’ તપ છે. આચાર્ય આદિને લગતાં દસ પ્રકારના વૈયાવૃત્યસેવાનું યથાશક્તિ સેવન કરવું તે વૈયાવૃત્ય તપ છે. વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ પ્રકારનું “સ્વાધ્યાય' તપ છે. આત્ત અને રૌદ્ર ધ્યાન સિવાય સુસમાહિત મુનિ જે ધર્મ અને શુક્લ ધ્યાન ધ્યાય છે જ્ઞાનીજન તેને ધ્યાન તપ કહે છે. સૂવા, બેસવા તેજ ઊભા રહેવામાં જે ભિક્ષુ, શરીરની વ્યર્થ ચેષ્ટા નથી કરતો, આ શરીરનો વ્યુત્સર્ગ-વ્યુત્સર્ગ' નામનું છઠું તપ છે. [1225] જે પંડિત મુનિ બંને પ્રકારના તપનું સમ્યફ આચરણ કરે છે તે જલદી જ સર્વ સંસારથી વિમુક્ત બને છે. - એમ હું કહું છું. અધ્યનન-૩૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103