Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 79
________________ 250 - ઉત્તરજઝયા- 30/1187 વેદનીય આયુષ્ય, નામ, ગોત્ર આ ચારે કર્મોની એક સાથે નાશ કરે છે. f1187 ત્યાર પછી તે ઔદારિક અને કામણ શરીરને સદાને માટે પૂર્ણતયા છોડે છે. પૂર્ણતયા શરીર છોડીને ઋજુશ્રેણી પામે છે. અને એક સમયમાં અસ્પૃશ ગતિરૂપ ઉર્ધ્વગતિથી વળ્યા વિના સીધો લોકાગ્રમાં જઈને સાકારોપયુક્ત- સિદ્ધ બને છે. બુદ્ધ બને છે. મુક્ત બને છે. મુક્ત બને છે. બધાં દુખોનો અંત કરે છે. 7 [1188] શ્રમણ ભગવાન મહાવીર દ્વારા સમ્યકત્વ-પરાક્રમ અધ્યયનનો આ અર્થ આખ્યાત છે, પ્રજ્ઞપ્તિ છે. પ્રરૂપિત છે. દર્શિત છે, ઉપદર્શિત છે. - એમ હું કહું છું. | અધ્યનન-૨૯-ની મુનિ દીપરતસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩૦-તપોમાર્ગમતિ) [1189] જે પદ્ધતિએ ભિક્ષુ રાગ-દ્વેષથી ભેગાં થયેલાં પાપ-કર્મનો તપ દ્વારા ક્ષય કરે છે તે તમે એકાગ્ર મને સાંભળો. [1191191] પ્રાણવધ, મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભોજનની વિરતિથી તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત, કષાયરહિત, જિતેન્દ્રિય નિરભિમાની, નિઃશલ્ય જીવ અનાશ્રવ બને છે. [1192] ઉપર કહેલી ધર્મસાધનાથી વિરુદ્ધ કર્મ આચરનાર જીવ રાગદ્વેષથી અર્જીત કમને કેવી રીતે ક્ષીણ કરે છે, તે એકાગ્ર મને સાંભળો. [1193-1196] કોઈ મોટા તળાવમાં પાણીનો પ્રવાહ બંધ થાય અને જૂનું પાણી. ઉલેચાઈ જાય તેમજ સૂર્યના તાપથી સુકાઈ જાય છે. તેવીજ રીતે સંયમીના કરોડો ભાવોના સંચિત કર્મ પાપકર્મના આવવાનો માર્ગ રોકવાથી તપ દ્વારા નષ્ટ થાય છે. તે તપ બે પ્રકારનું છેઃ બાહ્ય અને આભ્યન્તર. બાહ્ય તપ છ પ્રકારનું છે. તેમજ આભ્યન્તર તપ પણ છ પ્રકારનું છે. અનશન, ઉણોદરી, ભિક્ષાચય, રસ-પરિત્યાગ, કાય-કલેશ. અને સંલીનતા આ બાહ્ય તપ છે.. [117-1199] અશન તપના બે પ્રકાર છે H ઈત્વરિક અને મરણકાળ. ઈત્વરિક સાવકાંક્ષ નિર્ધારિત અનશન પછી ફરી ભોજનની ઈચ્છાવાળો) થાય છે. મરણકાળ નિરવકાંક્ષ (ભોજનની આકાંક્ષાથી સર્વથા રહિત) હોય છે. સંક્ષેપમાં ઈત્વરિક-તપ છ પ્રકારનું છે. શ્રેણિતપ, પ્રતરતપ, ધનતપ, અને વર્ગતપ-પાંચમું વર્ગવર્ગતપ અને છઠું પ્રકીર્ણ તપ. આમ મનોવાંછિત અનેક પ્રકારના ફળ આપનાર ઈતરિક અનશન તપ છે. [1200-1201] કાયચેષ્ટાને આધારે મરણકાળ વિષયક અનશનના બે ભેદ છે. સવિચાર (ચેષ્ટાસાહિત) અને અવિચાર (ચેષ્ટા રહિત). અથવા મરણકાલિક અનશનના સપરિકર્મ અને અપરિકર્મ આમ બે ભેદ છે. અવિચાર અનશનના નિહરી (અતિમ સંસ્કારવાળું) અને અનિહાંરી જેમાં પર્વતાદિ પર મરણ હોવાથી અતિમ સંસ્કારની જરૂર હોતી નથી. આ બે ભેદ પણ છે. બંનેમાં આહારનો ત્યાગ હોય છે. [૧ર૦ર-૧૨૧૨] સંક્ષેપમાં અવમૌદર્ય (ઉણોદરી) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. અને પર્યાયોની અપેક્ષાએ પાંચ પ્રકારનું છે. જે જેટલું ખાઈ શકે તેથી ઓછામાં ઓછું એક સિન્થ અથતુ એક કણ તથા એક ગ્રાસ આદિ રૂપે ઓછું ખાવું તે દ્રવ્ય ઉણોદરી તપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103