Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 78
________________ અધ્યયન - 29 249 ઈન્દ્રિયનિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોમાં થનાર રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી રૂપનિમિત્તક કર્મનો બંધ નથી કરતો ને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [1178] ભક્ત ! ધ્રાણેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? ધ્રાણેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધોમાં રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી ગબ્ધ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી. અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [117] ભન્ત ! જિહ્વાઈજિયના નિગ્રહથી જીવને શું મળે શું ? જિહવાઈદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રસોના રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી રસ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી. અને પૂર્વબદ્ધ કર્મોની નિરા કરે છે. [118] પ્રભુ ! સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞઅમનોજ્ઞ સ્પર્શી સંબંધી રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે અને સ્પર્શ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [1181 ભન્ત! ક્રોધવિજયથી જીવને શું મળે છે? ક્રોઘવિજયથી જીવને ક્ષત્તિ પ્રાપ્ત થાય છે. કોંધ વેદનીય કર્મનો બંધ નથી કરતો. પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. [1182] ભત્તે ! માનવિજયથી જીવને શું મળે છે? માનવિજયથી જીવ મૃદુતા પામે છે. માનવેદનીય કમનો બંધ થતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થાય છે. [1183) ભન્ત ! માયાવિજયથી જીવને શું મળે ? માયાવિજયથી ઋજુતા આવે છે. માયા વેદનીય કર્મનો બંધ થતો નથી. પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. [૧૧૮૪]ભત્તે ! લોભવિજયથી જીવને શું મળે છે? લોભવિયથી જીવ સંતોષભાવ અનુભવે છે. લોભ-વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વ બદ્ધની નિરા કરે છે. [1185] ભત્તે ! પ્રેમ-રાગ, દ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવને શું મળે છે? પ્રેમ, દ્રષ અને મિથ્યાદર્શન પર વિજય મેળવવાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે તૈયાર થાય છે. આઠ પ્રકારના કમોંની ગ્રન્યિ ખોલવા માટે સર્વ પ્રથમ મોહનીય કર્મની 28 પ્રકૃતિનો અનુક્રમે ક્ષય કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ અને અન્તરાય કમની પાંચ-આ ત્રણે કમનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે અનુત્તર, અનન્ત, કૃત્સન-સર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ અજ્ઞાનતિમિર-રહિત, વિશુદ્ધ અને લોકાલોકના પ્રકાશક કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પામે છે. જ્યાં સુધી તે સયોગી રહે છે ત્યાં સુધી ઐયપથિક કર્મનો બંધ થાય છે. તે બંધ પણ સુખ-સ્પર્શે છે. તેની સ્થિતિ બે સમયની છે. પહેલા સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં ઉદય થાય છે, ત્રીજા સમયમાં નિર્જરા થાય છે. તે કર્મ ક્રમશઃ બદ્ધ થાય છે. સ્પષ્ટ થાય છે. ઉદયમાં આવે છે. ભોગવાય છે. નષ્ટ થાય છે. ફલતઃ આગળના કાળમાં અથતુ અન્તમાં તે કર્મ અકર્મ બને છે. [118] કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શેષ આયુ ભોગવતો તે જ્યારે અન્તર્મુહૂર્ત પરિમાણ આયું બાકી રહે છે ત્યારે તે યોગનિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ' નામનું શુકલ ધ્યાન કરતો થકો પ્રથમ મનોયોગનો વિરોધ કરે છે. પછી વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી આનાપાન-શ્વાસોચ્છવાસનો નિરોધ કરે છે. શ્વાસોચ્છુવાસનો નિરોધ કરીને થોડા વખત સુધી પાંચ હસ્તાક્ષરોના ઉચ્ચારણ કાલ સુધી “સમુચ્છિન્ન ક્રિયા-અનિવૃત્તિ” નામક શુક્લ ધ્યાનમાં લીન થયેલો અનગાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103