Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 76
________________ 247 અધ્યયન - 29 કરતો વિગ્રહકારી શબ્દ, વાકકલહ-ઝઘડો, ટેટો કોધાદિ કષાય તથા તૂ તૂ હું હું થી મુક્ત રહે છે. સંયમ અને સંવરમાં વ્યાપકતા પ્રાપ્ત કરીને સમાધિસંપન્ન બને છે. [૧૧પ૩] ભત્તેભક્તપ્રત્યાખ્યાનથી જીવને શું મળે? ભક્તપ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો ભવોનો-જન્મ મરણનો નિરોધ કરે છે. [1154] ભત્તે ! સભાપ્રત્યાખ્યાનથી જીવને શું મળે? સદ્ભાવપ્રત્યાખ્યાન (સર્વસંવર સ્વરૂપ શૈલેશીભાવ)થી જીવ અનિવૃત્તિ (શhધ્યાનનો ચોથો ભેદ) પામે છે. અનિવૃત્તિ પામેલ અનગાર કેવલીના શેષ રહેલા વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર ભવોપગ્રાહી કમનો ક્ષય કરે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે. બધા દુઃખોનો અંત કરે છે. [1155] હે ભગવન્ત ! પ્રતિરૂપતાથી જીવને શું મળે છે ? પ્રતિરૂપતાથીજિનકલ્પ જેવા આચારને પાળવાથી જીવ ઉપકરણોની લઘુતા પામે છે. લઘુભૂત થઈને જીવ અપ્રમત્ત, પ્રકટલિંગ (વેષ વાળો, પ્રશસ્તલિંગવાળો, વિશુદ્ધ સમ્યકત્વ સંપન્ન, સત્વ અને સમિતિથી પૂર્ણ, સર્વપ્રાણ, ભૂત, જીવ અને સત્યો માટે વિશ્વસનીય અલ્પ પ્રતિલેખનવાળો, જિતેન્દ્રિય, વિપુલ તપ, સમિતિઓનો બધે પ્રયોગ કરનાર હોય છે. [1156] ભત્તે! વૈયાવૃત્યથી જીવને શું મળે છે? વૈયાવૃત્યથી જીવ તીર્થંકર નામ ગોત્ર મેળવે છે. [117] પ્રભુ ! સર્વ ગુણસંપત્તાથી જીવને શું મળે છે? સર્વ ગુણસંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિ (મુક્તિ) પામે છે. મુક્તિ પામેલ જીવ શારીરિક અને માનસિક દુખોનો ભાગી બનતો નથી. 1158] ભત્તે! વીતરાગતાથી જીવને શું મળે છે? વીતરાગતાથી જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધનનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી વિરક્ત હોય છે. [1159] ભત્તે ! ક્ષત્તિથી જીવને શું મળે છે? ક્ષાન્તિથી જીવ પરિષહ પર વિજય મેળવે છે. [110] ભન્ત ! મુક્તિ (નિલભતા)થી જીવને શું મળે છે? મુક્તિથી જીવ આકચનતા પામે છે. અકિંચન જીવ અર્થના લોભી માણસો માટે અપ્રાર્થનીય બને છે. . [1161] ભત્તે ! ઋજુતા (સરળતા)થી જીવને શું મળે? ઋજુતાથી જીવ કાયની સરળતા, ભાવની સરળતા, ભાષાની સરળતા અને અવિસંવાદ (અવંચકતા) પ્રાપ્ત કરે છે, અવિસંવાદ-સંપન્ન જીવ ધર્મની આરાધક હોય છે. [112] ભત્તે ! મૃદુતાથી જીવને શું મળે? મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવ પામે છે. અનુદ્ધત જીવ મૃદુ-માર્દભાવ યુક્ત હોય છે. આઠ મદસ્થાનોને નષ્ટ કરે છે. [1163] ભક્ત ! ભાવસત્યથી જીવન શું મળે છે ? ભાવસત્યથી જીવ ભાવવિશુદ્ધિ પામે છે. ભાવવિશુદ્ધિ જીવ અઈમ્પ્રજ્ઞપ્ત ધર્મની આરાધનામાં રત રહે છે. અહ~શત ધર્મની આરાધનામાં રત રહીને પરલોકમાં પણ ધમરાધક બને છે. [1164] ભત્તે ! કરણસત્યથી જીવને શું મળે છે ? કરણસત્યથી જીવ કરણશક્તિ મેળવે છે. કરણસત્યવાળો જીવ યથાવાદી તથાકારી - તેવો સાચો બને છે. [115] ભત્તે ! યોગસત્યથી જીવને શું મળે છે ? યોગસત્યથી-મન-વચન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103