Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 77
________________ 248 ઉત્તરઝય-૨૯૧૧૬ કાયાના પ્રયત્નોની સચ્ચાઈથી જીવ યોગ વિશુદ્ધ કરે છે. [11] ભન્તઃ મનોગુપ્તિથી જીવને શું મળે છે? મનોતિથી જીવ એકાગ્ર. બને છે. એકાગ્ર ચિત્ત જીવ અશુભ વિકલ્પોથી મનનું રક્ષણ કરે છે. અને સંયમનો આરાધક બને છે. [117] ભત્તે ! વચનગુપ્તિથી જીવને શું મળે છે ? વચનગુપ્તિથી જીવા નિર્વિકાર બને છે. નિર્વિકાર જીવ સર્વથા વાગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી યુક્ત હોય છે. [118] ભન્ત! કાયગુપ્તિથી જીવને શું મળે છે? કાયગુપ્તિથી જીવ સંવર, પામે છે. સંવરથી કાયગુપ્ત બનીને ફરી થનાર પાપાશ્રવનો નિરોધ કરે છે. [16] ભત્તે ! મનની સમાધારણા તેથી જીવને શું મળે ? મનની સમાધારણાથી જીવ એકાગ્રતા મેળવે છે. એકાગ્રતાથી જ્ઞાનપર્યવો- પ્રાપ્ત કરે છે. જ્ઞાન. પ્રાપ્ત કરીને સમ્યક દર્શનને વિશુદ્ધ કરે છે, અને મિથ્યાદર્શનની નિર્જરા કરે છે. [117] ભત્તે! વાકસમાધારણા થી જીવને શું મળે? વાક સમાધારણાથી જીવા વાણીના વિષયભૂત દર્શન પયયોને વિશુદ્ધ કરે છે, વાણીના વિષયભૂત દર્શન પયયો વિશુદ્ધ કરીને સહેલાઈથી બોધિ પ્રાપ્ત કરે છે. બોધિની દુર્લભતા ક્ષીણ કરે છે. T [1171] ભન્ત! માય સમાધારણાથી જીવને શું મળે છે ? કાય સમાધારણાથી જીવ ચારિત્રપયો-ને વિશુદ્ધ કરે છે. ચારિત્રપર્યવ વિશુદ્ધ કરીને યથાખ્યાતચરિત્રને શુદ્ધ કરે છે. યથાખ્યાતચારિત્ર વિશુદ્ધ કરીને કેવલી સંબંધી વેદનીય આદિ ચાર કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. બધાં દુઃખોનો અન્ત કરે છે. [1172-1173] ભન્ત ! જ્ઞાનસંપન્નતાથી જીવને શું મળે? જ્ઞાનસંપન્નતાથી જીવ બધા ભાવોને જાણે છે. જ્ઞાનસંપન જીવ ચાર ગતિરૂપ અન્તોવાળા સંસાર-વનમાં નાશ પામતો નથી. જેમ દોરાવાળી સોઈ ખોવાતી નથી. તેવી જ રીતે જીવ પણ સંસારમાં ખોવાતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગ પ્રાપ્ત કરે છે. તથા સ્વસમય અને પરસમયમાં સંઘાતની પ્રામાણિક મનાય છે. [117] ભત્તે ! દર્શન-સંપન્નતાથી જીવને શું મળે છે ? દર્શન-સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનો નાશ થાય છે. ત્યાર પછી સમ્યકત્વનો પ્રકાશ ઓલવાતો નથી. શ્રેષ્ઠ જ્ઞાનદર્શનથી આત્માને સંયોજિત કરીને તેમને સમ્યક પ્રકારે આત્મસાતુ કરતો વિચરે છે. [૧૧૭પ ભન્ત ! ચારિત્રસંપન્નતાથી જીવને શું મળે છે ? ચારિત્રસંપન્નતાથી જીવ શૈલેશીભાવ-ને પામે છે. શૈલેશી ભાવ પ્રાપ્ત અનગાર ચાર કેવલિન્ક કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી તે સિદ્ધ બને છે. બુદ્ધ બને છે. મુક્ત બને છે. પરિનિર્વાણ પામે છે. અને બધાં દુઃખોનો અંત કરે છે. [117] ભત્તે ! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે? શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં થનાર રાગદ્વેષથી પર રહે છે. પછી તતુપ્રત્યિક અથતુ શબ્દ નિમિત્તક કર્મનો બંધ નથી કરતો. પૂર્વબદ્ધ કમની નિર્જરા કરે છે. | [1177] ભત્તે ! ચક્ષુ ઇન્દ્રિયનિગ્રહથી જીવને શું મળે છે ? ચક્ષુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103