Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 81
________________ 25 ઉત્તરઝયશં-૩૧/૧૨૨૬ (અધ્યયન-૩૧ચરણવિધિ) [122] જીવને સુખ આપનારી ચરણવિધિનું કથન કરીશ. જેનું આચરણ કરીને ઘણા જીવ સંસાર-સાગર તરી ગયા. [1227 સાધકે એક બાજુ નિવૃત્તિ અને બીજી બાજુ પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. [1228-1231] પાપ કર્મમાં જોડનાર રાગદ્વેષ છે. જે ભિક્ષ આ બે પાપકર્મોનો સદા નિરોધ કરે છે, ત્રણ દડ, ત્રણ ગૌરવ, અને ત્રણ શલ્યોનો જે ભિક્ષુ ત્યાગ કરે છે, દેવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી ત્રણ પ્રકારના ઉપસર્ગોને સદા સહન કરે છે અને ચાર વિકથાઓ, કષાયો, સંજ્ઞાઓ અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન-બંને ધ્યાનોને સદા વર્ષે છે, ત્યાગ કરે છે તે સંસારમાં રોકાતો નથી. [૧૨૩ર-૧૨૩૮] જે ભિક્ષ પાંચ વ્રત અને સમિતિઓના પાળવામાં ઈન્દ્રિયોના વિષયો અને ક્રિયાઓના પરિહારમાં. છ વેશ્યાઓ, પૃથ્વીકાય આદિ છ કાયો અને આહારના છકારણોમાં, સાતપિંડવગ્રહોમાં, આહારગ્રહણની સાત પ્રતિમાઓમાં અને સાતભયસ્થાનોમાં, આઠમદસ્થાનોમાં, નવબ્રહ્મચર્યની ગુપ્તિઓમાં અને દસ પ્રકારના ભિધમમાં, અગિયારઉપાસકોની પ્રતિમામાં, બારભિક્ષુઓની પ્રતિમામાં, ચૌદક્રિયાઓમાં અને જીવસમુદાયોમાં, પંદરપરમાધાર્મિકદેવોમાં અને ગાથા-ષોડશકમાં અને સત્તરઅસંયમમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે તે સંસારમાં રોકાતો નથી. [૧૨૩૯-૧૨૪૫]જે ભિક્ષુ 18 પ્રકારનાબ્રહ્મચર્યમાં, 19 જ્ઞાતાસૂત્રનાં અધ્યનોમાં, 20 અસમાધિસ્થાનોમાં, 21 શબલદોષોમાં અને રર પરિષહોમાં, સુત્ર- કૃતાંગના. 23 અધ્યયનમાં, 24 દેવોમાં, 25 ભાવનાઓમાં, 26 દશા-કપ્પવવાર ના ઉદ્દેશકોમાં, ર૭ અણગારગુણોમાં અને આચારપ્રકલ્પના 28 અધ્યયનોમાં, 29 પાપકૃત-પ્રસંગોમાં અને 30 મોહસ્થાનોમાં સિદ્ધોના 31 અતિશાયી ગુણોમાં, ૩ર યોગસંગ્રહોમાં, 33 આશાતનાઓમાં સદા ઉપયોગ રાખે છે તે સંસારમાં રોકાતો નથી. [1246] આમ જે પંડિત ભિક્ષુ આ સ્થાનોમાં સતત ઉપયોગ રાખે છે તે જલદી જ સર્વ સંસારથી મુક્ત બને છે. - એમ હું કહું છું. અધ્યયન-૩૫-ની મુનિ દીપરત્નસાગરે સહેલ ગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન-૩ર-અપ્રમાદિસ્થાન) [1247 અનન્ત-અનાદિ કાળથી બધાં દુઃખો અને તેનાં મૂળ કારણોથી મુક્તિ કેમ મળે, તે કહું છું. તેને એકાગ્ર મને સાંભળો. તે અત્યન્ત હિતરૂપ અને કલ્યાણકારી છે. [1248] સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના પરિહારથી, રાગદ્વેષના પૂર્ણ ક્ષયથી જીવ એકાન્ત સુખરૂપ મોક્ષ પામે છે. [1249] ગુરુજનોની અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, એકાન્તમાં રહેવું, સૂત્ર અને અર્થનું ચિન્તન કરવું, ધીરજ રાખવી, વગેરે દુખમાંથી છૂટવાનાં ઉપાય છે. [125 શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખતો હોય તો તેણે પરિમિત અને એષણીય આહારની ઈચ્છા રાખવી. તત્ત્વાર્થ જાણનાર નિપુણ સાથી શોધે. સ્ત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103