Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ 220 ઉત્તરઝયણ-૧૯૧૭ રાજા હતો. મૃગા નામે તેને પટરાણી હતી. તેમને બલશ્રી’ નામે એક પુત્ર હતો. જે મૃગાપુત્ર' નામે પ્રસિદ્ધ હતો. તે માતા પિતાને અત્યન્ત પ્રિય હતો, તે યુવરાજ હતો. શત્રુઓનું દમન કરનાર હતો. તે હમેશાં પ્રસન્ન ચિત્તે દોગુન્દગ દેવોની જેમ નન્દન મહેલમાં સ્ત્રીઓ સાથે આનંદ-કીડા કરતો હતો. [17-623] એક દિવસ મૃગાપુત્ર મણિ-રત્ન જડિત ફર્શવાળા રાજમહલના ઝરખામાં ઊભો હતો. નગરના ચૌક, ત્રિક, ચત્વર-ચાર બાજુના રસ્તાઓ જોઈ રહ્યો હતો. મૃગાપુત્રે રાજમાર્ગે થઈને જતા, તપ, નિયમ અને સંયમધારી શીલવાન તથા ગુણોના આકર જેવા એક સંયત શ્રમણને જોયા. મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દ્રષ્ટિએ જોઈ રહ્યો અને વિચારવા લાગ્યોઃ “હું માનું છું કે આવું રૂપ મેં પહેલાં પણ ક્યાંક જોયું છે.” સાધુનું દર્શન અને ત્યાર પછી પવિત્ર અધ્યવસાય થવા પર “મેં આવું ક્યાંક જોયું છે." આ પ્રકારના ઉહાપોહવાલા મૃગાપુત્રને જાતિસ્મરણ થયું. સંજ્ઞિજ્ઞાન અથવું સમનસ્ક જ્ઞાન થતાં તે પૂર્વ જન્મનું સ્મરણ કરે છે - “દેવલોકથી યુત થઈ હું માનવભવમાં આવ્યો છું.” જાતિ સ્મરણજ્ઞાન થતાં સમૃદ્ધિ મૃગાપુત્ર પોતાના પૂર્વ જન્મ અને પૂર્વાચરિત શ્રમણ્યનું સ્મરણ કરે છે. વિષયોથી વિરક્ત અને સંયમાસક્ત મૃગાપુત્રે માતાપિતા પાસે જઈને આમ કહ્યું - [624-637] “મેં પાંચ મહાવ્રત સાંભળ્યાં છે. તિર્યંચ યોનિ અને નરકમાં દુઃખ છે એમ સાંભળ્યું છે, હું સંસારરૂપ સાગરથી વિરક્ત થયો છું. હું પ્રવ્રજ્યા લઈશ. મને સંમતિ આપો.” માતાપિતા ! હું ભોગ ભોગવી ચૂક્યો છું. તેઓ વિષફળની જેમ અને કટ પરિણામવાળા છે. અને નિરન્તર દુઃખદ્યયી છે. આ શરીર અનિત્ય છે. અપવિત્ર છે. અપવિત્રતામાંથી જખ્યું છે. અહીંનો વાસ અશાશ્વત છે. એને પહેલાં કે પછી ક્યારેય ય છોડવું જ છે. એ પાણીના પરપોટા જેવું અનિત્ય છે તેથી શરીરનો મને મોહ નથી-એમાં આનંદ નથી. વ્યાધિ અને રોગનું ઘર તેમજ જરા મરણથી ગ્રસ્ત આ અસાર માનવશરીરમાં મને એક ક્ષણ પણ સુખ મળતું નથી. જન્મ દુઃખ છે. જરા દુઃખ છે. રોહ દુખ છે. મરણ દુખ છે. અરે ! આખો સંસાર જ દુખ રૂપ છે. જ્યાં જીવ કષ્ટ પામે છે. ક્ષેત્ર- વાસ્તુ-ઘર, હિરણ્ય-સોનું, પુત્ર, સ્ત્રી, બધુ, અને આ શરીર છોડીને એક દિવસ વિવશ થઈ મારે જવાનું જ છે. જેમ વિષયરૂપ કિમ્પાક ફળનું અન્તિમ પરિણામ સુન્દર નથી હોતું તેમજ ભોગવેલા ભોગોનું પરિણામ પણ સુન્દર નથી હોતું. જે વ્યક્તિ પાથેય લીધા વિના લાંબા માર્ગે જાય છે તે ચાલતાં ભૂખ અને તરસે પીડાય છે. તેવીજ રીતે જે માણસ ધર્મ કર્યા વિના પરભવમાં જાય છે તે જતાં વ્યાધિ અને રોગથી પીડાય છે, દુઃખી થાય છે. જેવો પૂરતા ભાથા સાથે લાંબા પ્રવાસે જાય છે, તે રસ્તે જતાં ભૂખ તરસથી પીડાતો નથી. સુખી થાય છે. આવી જ રીતે જે વ્યક્તિ ધર્મ કરીને પરભવમાં જાય છે તે લઘુકર્મી જતાં વેદના રહિત બની સુખી થાય છે. જેમ ઘરને આગ લાગતાં ઘરધણી. કીમતી વસ્તુઓ કાઢી લે છે અને નકામી અસાર વસ્તુઓ છોડી દે છે. તેવી જ રીતે આપની સમ્મતિ મળતાં જરા અને મરણથી બળતા આ લોકમાંથી સારભૂત પોતાના આત્માને હું કાઢી લઈશ. [38-647] માતાપિતાએ તેને કહ્યું-પુત્ર ! શ્રમણ-મુનિચય અત્યન્ત કપરી છે. ભિક્ષુને હજારો ગુણ ધારણ કરવાના હોય છે. જગતમાં શત્રુ-મિત્ર પ્રત્યે જ નહીં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103