Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 68
________________ અધ્યયન - 26 239 [૧૦૩ર-૧૦૩૩] આ પ્રતિલેખનમાં નીચેના દોષ જાણવા આરભટા-નિર્દિષ્ટ વિધિથી વિપરીત પ્રતિલેખન કરવું અથવા એક વસ્ત્રનું પૂરી રીતે પ્રતિલેખન કર્યા વિના. વચ્ચે જ બીજા વસ્ત્રના પ્રતિલેખનમાં વળગવું. સમ્મર્દો- પ્રતિલેખન કરતી વખતે કપડાં એવી રીતે પકડવાં કે તેનાં ખૂણા હવામાં ઊડ્યા કરે તેમાં કળચલી પડે અથવા તેનાં પર બેસીને પ્રતિલેખન કરવું. મોસલી-પ્રતિલેખન કરતાં વસ્ત્ર ઉપર-નીચે, આમ તેમ કોઈ બીજા કપડાં કે વસ્તુ સાથે સાંકળતાં રહેવું. પ્રસ્ફોટના-ધૂળ ભરેલા વસ્ત્રને જોરથી ઝાટકવું. વિક્ષિપ્તાપ્રતિલેખિત વસ્ત્રને અપ્રતિલેખિત વસ્ત્રોમાં મૂકવું. અથવા વસ્ત્રને એટલું ઉચું ઉપાડવું કે બરાબર પ્રતિલેખના ન થઈ શકે. વેદિકા-પ્રતિલેખના કરતી વખતે ઘૂંટણની ઉપર નીચે કે વચ્ચે બંને હાથ મૂકવા અથવા બંને હાથની વચ્ચે ઘૂંટણ મૂકવા અથવા એક ઘૂંટણ હાથોમાં અને બીજું ઘૂંટણ બહાર મૂકવું. પ્રશિથિલ-વસ્ત્ર ઢીલું પકડવું. પ્રલંબ-વસ્ત્ર એવી રીતે પકડવું કે તેના ખૂણા નીચે લટક્યા કરે, લોલ-પ્રતિલેખ્યમાન વસ્ત્રને હાથ કે જમીન સાથે ઘસવું. એકામર્શા-વસ્ત્રને વચ્ચેથી પકડીને એક નજરે જ આખું જોઈ જવું. અનેકરૂપધૂનના-વસ્ત્રને ત્રણથી વધારે વાર ઝાટકવું અથવા અનેક વસ્ત્રોને એક સાથે એક જ વાર ઝાટકવું. પ્રમાણપ્રમાદ-ઝાટકવું કે પ્રમાર્જન કરવું. તેનું પ્રમાણ નવવાર કહ્યું છે. તેમાં પ્રમાદ કરવો. પુણનોપગણના-પ્રસ્ફોટન અને પ્રમાર્જિનના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકાને કારણે હાથને આંગળીના પોટા ગણવા. [1034) પ્રસ્ફોટન અને પ્રમાર્જનના પ્રમાણથી જૂનાધિકતારહિત તેમજ અવિપરીત પ્રતિલેખના જ શુદ્ધ છે. ઉક્ત ત્રણ વિકલ્પોના આઠ વિકલ્પ થાય છે. તેમાં પહેલો વિકલ્પ-ભેદ જ શુદ્ધ છે. બાકીના બીજા અશુદ્ધ છે. પ્રતિલેખન કરતી વખતે જે પરસ્પર વાતો કરે છે. જનપદની કથા કરે છે. પ્રત્યાખ્યાન કરાવે છે. બીજાને ભણાવે છે કે પોતે ભણે છે. તે પ્રતિલેખનામાં પ્રમત્ત મુનિ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય. વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આ છે કાયોનો વિરાધક-હિંસક છે. [૧૦૩૭-૧૩૮]છ કારણોમાંથી એક પણ કારણ ઊભું થતાં ત્રીજા પહોરમાં ભક્તપાનની ગવેષણા કરે. સુધાવેદનાની શાન્તિમાટે, વૈયાવૃત્યમાટે, ઈસમિતિ પાળવા માટે સંયમમાટે પ્રાણોની રક્ષા માટે અને ધર્મચિંતનમાટે ભક્તપાનની ગવેષણા કરે. [1039-1040] ધીરજવાળો સાધુ અને સાધ્વી આ છે કારણોએ ભક્ત પાનની ગવેષણા ન કરે, જેથી સંયમનું અતિક્રમણ ન થાય. રોગી હોય, ઉપસર્ગ આવે તો બ્રહ્મચર્ય ગુપ્તિની રક્ષા માટે, પ્રાણિઓની દયા માટે, તપ માટે, અને શરીરવિચ્છેદ માટે મુનિ ભક્તપાનની ગવેષણા ન કરે. [1041] બધાં ઉપકરણોનું આંખોથી પ્રતિલેખન કરે અને તેમને લઈ જરૂર લાગે તો બીજા ગામમાં મુનિ અધ યોજન સુધી ભિક્ષા માટે જાય. [1042-1043 ચોથા પહોરે પ્રતિલેખના કરી બધાં પાત્રો બાંધીને મૂકી દે. ત્યાર પછી જીવાદિ બધા ભાવોનો પ્રકાશક સ્વાધ્યાય કરે. પૌરુષીના ચોથા ભાગમાં ગુરુને વંદના કરી કાળનું પ્રતિક્રમણ (કાયોત્સર્ગ કરી શય્યાનું પ્રતિલેખન કરે. [1044-1048] યતનામાં પ્રયત્નશીલ મુનિ ફરી પ્રસવણ અને ઉચ્ચારભૂમિનો પ્રતિલેખન કરે. ત્યાર પછી સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર સાથે સંબંધ રાખનાર દિવસને લગતા અતિચારોનું અનુક્રમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103