Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 72
________________ અધ્યયન- 28 243 ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. - એમ હું કહું છું. | અધ્યયન-૨૮-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨૯ સમ્યકત્વપરામ) [1112-1113 આયુષ્યમનું ! ભગવાને જે કહ્યું તે મેં સાંભળ્યું છે. આ સમ્યકત્વ-પરાક્રમ અધ્યનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે જે પ્રતિપાદન કર્યું છે તેની સમ્યક શ્રદ્ધાથી, ઉંડાણથી જાણવાથી, કીર્તનથી, શુદ્ધ કરવાથી, આરાધના કરવાથી, આજ્ઞાનુસાર અનુપાલન કરવાથી, ઘણા જીવો સિદ્ધ થયા છે. બુદ્ધ થયા છે. મુક્ત થયા છે, પરિનિર્વાણ પામ્યા છે. બધાં દુઃખોનો અન્ત લાવ્યા છે. તેનો અર્થ આમ કહ્યો છે, જેમકે સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા, ગુરુ અને સાધમિકની શુશ્રષા, આલોચના, નિન્દા, ગહણા, સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યા ખ્યાન, સ્તવ-સ્તુતિ-મંગળ, કાળપ્રતિલેખના, પ્રાયશ્ચિત્ત, ક્ષમાપના, સ્વાધ્યાય, વારાનાં, પ્રતિપ્રચ્છના, પુનરાવૃત્તિ, અનુચિત્તન, ધર્મકથા, શ્રતની આરાધના, મનની એકાગ્રતા, સંયમ, તપ, વ્યવદાનવિશુદ્ધિ, સુખશાતા. પ્રતિબદ્ધતા, વિવિક્ત શયનાસનસેવન, વિનિવર્તના, સંભોગપ્રત્યાખ્યાન, ઉપધિપ્રત્યાખ્યાન, આહાપ્રત્યાખ્યાન, કષાયપ્રત્યા ખ્યાન, યોગપ્રત્યાખ્યાન, શરીરપ્રત્યાખ્યાન, સહાયપ્રત્યાખ્યાન, ભક્તપ્રત્યાખ્યાન, સદ્ભાવપ્રત્યાખ્યાન, પ્રતિરૂપતા, વૈયાવૃત્ય, સર્વગુણસંપન્નતા, વીતરાગતા, શાન્તિ, નિલભતા, આર્જવ-માદવ-ભાવ-સત્ય, કરણસત્ય, યોગસત્ય, મનોગુપ્તિ, વચનગુતિ, કાયગતિ, મનસમાધારણા, વાક્સમાધારણા, કાયસમાધારણા, જ્ઞાન સંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, શ્રોત્ર ઇન્દ્રિયનિગ્રહ, ચક્ષુ ઈન્દ્રિયનિગ્રહ, ધાણઇન્દ્રિયનિગ્રહ જિવાઈદ્રિયનિગ્રહ, સ્પર્શઇન્દ્રિયનિગ્રહ ક્રોધવિજય, માનવિજય, માયાવિજય, લોભવિય, પ્રેમ-દ્વેષ- મિથ્યાદર્શનવિજય, શલેશી અને અકર્મતા [1114] ભન્ત ! સંવેગથી જીવને શું મળે છે ? સંવેગથી જીવ અનુત્તર-પરમ ધર્મશ્રદ્ધા પામે છે. પરમ શ્રદ્ધાથી શીઘ-જલથી સંવેગ આવે છે. અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય થાય છે. નવા કમનો બંધ થતો નથી. અનન્તાનુંબંધીરૂપ તીવ્ર કષાય ક્ષીણ થવાથી મિથ્યાત્વવિશુદ્ધિ કરીને દર્શનનો આરાધક થાય છે. દર્શન વિશુદ્ધિ દ્વારા વિશુદ્ધ થઈને કેટલાય જીવ તેજ જન્મમાં સિદ્ધ બને છે. અને કેટલાક દર્શનવિશ૧ધિથી વિશુદ્ધ થઈ ત્રીજા ભવનું અતિક્રમણ નથી કરતા. [1115] ભત્તે નિર્વેદ (વિષયવિરક્તિ)થી જીવને શું મળે? નિર્વેદથી જીવ, દેવ, મનુષ્ય અને તિર્યંચ વિષયક કામભોગમાંથી જલદી નિર્વેદ પામે છે. બધા વિષયોમાં વિરક્ત બને છે. બધા વિષયોમાં વિરક્ત થઈને આરંભનો પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરીને સંસારમાર્ગન વિચ્છેદ કરે છે તથા સિદ્ધિમાર્ગ પામે છે. f1116] ભન્ત ! ધર્મશ્રદ્ધાથી જીવને શું મળે છે ? ધર્મશ્રદ્ધાથી જીવ સાત-સુખ અર્થાત્ સાતવેદનીય કમજન્ય વૈષયિક સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. આગારધર્મ છોડીને તે અનગાર બની છેદન, ભેદન આદિ શારીરિક તેમજ સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. | [1117] ભત્તે ! ગુરુ અને સાધમિકની શુશ્રુષાથી જીવને શું મળે છે? ગુરુ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103