Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 73
________________ 244 ઉત્તરઝયશં- 201617 સાધર્મિકની સેવાથી જીવ વિનય પ્રતિપત્તિ પ્રાપ્ત કરે છે. વિનયપ્રતિપન વ્યક્તિ ગુરુની પરિવાદાદિ આશાતના નથી કરતો. તેથી તે નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવવિષયક દુર્ગતિનો વિરોધ કરે છે. વર્ણ સંજ્વલન, ભક્તિ અને બહુમાનથી માણસ અને દેવ સંબધી સગતિનો બંધ કરે છે અને શ્રેષ્ઠ ગતિ સ્વરૂપ સિદ્ધિને વિશુદ્ધ કરે છે. વિનયમૂલક બધાં પ્રશસ્ત કાર્યો સાધે છે. ઘણાં બીજા જીવોને પણ વિનયી બનાવે છે. [1118] ભત્તે ! આલોચનાથી જીવને શું મળે? આલોચનાથી મોક્ષમાર્ગમાં વિધ્વરૂપ અને અનન્તસંસાર વધારનાર માયા, નિદાન અને મિથ્યાદર્શનરૂપ શલ્યો કાઢી નાંખે છે. ઋજુભાવ પામે છે. ઋજુભાવ પ્રાપ્ત કરેલ જીવ માયા રહિત બને છે. તેથી સ્ત્રીવેદ, નપુંસકવેદનો બંધ નથી કરતો. અને પૂર્વબદ્ધની નિર્જરા કરે છે. [1119] હે ભંતે! નિન્દા (પોતે જ પોતાના દોષોનો તિરસ્કાર)થી જીવને શું મળે છે? નિંદાથી પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપથી થનાર વૈરાગ્યથી કરણ ગુણ-શ્રેણી મળે છે. કરણગુણશ્રેણીથી અનગાર મોહનીય કર્મ નષ્ટ કરે છે. [1120] પ્રભુ ! ગહ થી જીવને શું મળે છે? ગહથી જીવને અપુરસ્કાર-અવજ્ઞા થાય. અવજ્ઞાથી તે અપ્રશસ્ત કામો ન કરે. એવો અનુગાર જ્ઞાન દર્શનાદિ અનન્ત ગુણોનો ઘાત કરનાર જ્ઞાનાવરણાદિ કર્મોના અનન્ત પર્યાયનો ક્ષય કરે છે. [1121] ભત્તે ! સામાયિકથી જીવને શું મળે છે? સામાયિકથી જીવ સાવધ યોગથી અસ–વૃત્તિથી વિરક્ત થાય છે. [1122] ભગવન્ત! ચોવીશી-સ્તવનથી જીવને શું મળે છે? ચોવીસ તીર્થંકરોની સ્તુતિથી જીવ દર્શનવિશુદ્ધિ પામે છે. [1123 ભન્ત ! વંદનાથી જીવને શું મળે છે? વંદનાથી જીવ નીચે ગોત્ર કર્મનો ક્ષય કરે છે. ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. તે અપ્રતિહત સૌભાગ્ય પામે છે. સર્વજનનો પ્રિય બને છે. તેની આજ્ઞા બધા બધે માને છે. તે જનતાથી દાક્ષિણ્ય-અનુકૂળતા પામે છે. [1124] ભત્તે ! પ્રતિક્રમણથી થી જીવને શું મળે ?પ્રતિક્રમણથી જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રો રોકે છે. આવાં વ્રતોના છિદ્રો બંધ કરનાર જીવ આશ્રવનો નિરોધ કરે છે. શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. સમિતિ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાઓની આરાધનામાં સતત લાગ્યો રહે છે. સંયમયોગમાં અપૃથકત્વ હોય છે અને સન્માર્ગે સમ્યફ સમાધિસ્થ થઇ વિચરે છે. [1125] ભન્ત! કાયોત્સર્ગ થી જીવને શું મળે? કાયોત્સર્ગથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોનું વિશોધન કરે છે. પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ બનેલ1 જીવ પોતાનો ભાર દૂર કરનાર ભારવાહકની જેમ નિવૃત્ત&ય (શાન્ત) બને છે. અને પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈને સુખપૂર્વક વિચરે છે, [1126] ભત્તે ! પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? પ્રત્યાખ્યાનથી જીવ આશ્રવદ્રારોનો-કર્મબંધના રાગાદિ હેતુઓનો નિરોધ કરે છે. [1127] ભન્ત ! સ્તવ સ્તુતિ મંગળથી જીવને શું મળે છે? સ્તવ સ્તુતિ મંગળથી જીવને જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ બોધિનો લાભ થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ બોધિના લાભથી યુક્ત જીવ અન્તક્રિયા (મોક્ષ) યોગ્ય અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય આરાધના કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103