Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ 238 ઉત્તરજઝયણ- 251014 ઉપસંપદા સમાચારી છે. આ રીતે દશાંગ સમાચારીનું વર્ણન છે. [1014-1016] સૂર્યોદય થતાં દિવસના પ્રથમ પહોરના પહેલા ચતુર્થ ભાગમાં ભાડ-ઉપકરણોનું પ્રતિલેખન કરી ગુરુને વંદના કરીને હાથ જોડીને પૂછવું કે હવે મારે શું કરવું? હે પૂજ્ય! હું ઇચ્છું છું કે આપ મને સ્વાધ્યાયની રજા આપી અથવા વૈયાવૃત્યસેવામાં નિયુક્ત કરો. વૈયાવૃત્યમાં નિયુક્ત કરે તો ગ્લાનિ વિના સેવા કરવી અથવા બધાં દુઃખોથી મુક્ત કરનાર સ્વાધ્યાયમાં નિયુક્ત કરે તો ગ્લાનિરહિત સ્વાધ્યાય કરે. | [1017-1018] વિચક્ષણ ભિક્ષુએ દિવસના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં સ્વાધ્યાય વગેરે ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય કરવો, બીજામાં ધ્યાન કરવું, ત્રીજામાં ભિક્ષાચરી અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરવો. [1019-1022] આષાઢ મહિનામાં દ્વિપદા (બે પગની) પૌરૂષી હોય છે. પોષ મહિનામાં ચતુષ્પદા અને ચૈત્ર તેમજ આસો માસમાં ત્રિપદા, પૌરવી હોય છે. સાત રાતમાં એક આંગળ, પક્ષમાં બે આંગળ અને એક મહિનામાં ચાર આંગળની વૃદ્ધિ અને હાનિ થાય છે. શ્રાવણથી પોષ સુધી વૃદ્ધિ થાય છે અને મહા થી આષાઢ સુધી હાનિ થાય છે. આષાઢ, ભાદરવો, કાર્તિક, પોષ, ફાગણ અને વૈશાખના કૃષ્ણ પક્ષમાં એક એક અહોરાત્રી (તિથિ)નો ક્ષય થાય છે. જેઠ આષાઢ અને શ્રાવણ આ પહેલાં ત્રણમાં છ આંગળ, ભાદરવો, આસો અને કારતક આ ત્રણમાં આઠ આંગળ, તેમજ માગસર, પોષ અને મહા આ ત્રણમાં દસ આગળ અને ફાગણ, ચૈત્ર, વૈશાખ આ ચોથા ત્રિકમાં આઠ આંગળની વૃદ્ધિ કરવાથી પ્રતિલેખનનો પૌરૂષી સમય થાય છે. [1023-1024] વિદ્વાન ભિક્ષુએ રાત્રિના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય. બીજામાં ધ્યાન, ત્રીજામાં ઊંઘ અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. 1025-1026] જે નક્ષત્ર જે રાતની પૂર્તિ કરતા હોય તે જ્યારે આકાશના પ્રથમ ચતુર્થ ભાગમાં આવે અથતું રાત્રિનો પ્રથમ પહોર પૂરો થાય ત્યારે તે પ્રદોષ કાળ કહેવાય છે. તે વખતે સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થવું જોઈએ. તે જ નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચતુર્થ ભાગમાં આવે ત્યારે રાત્રિનો અંતિમ ચોથો પહોર હોય છે. તેને વૈરત્રિક કાળ જાણીને મુનિએ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થવું. 1027-1028] દિવસના પહેલા પહોરમાં પહેલા ચોથા ભાગમાં પાત્રાદિ ઉપકરણોનું પ્રતિલેખન કરી ગુરુને વંદના કરી દુઃખમુક્ત કરનાર સ્વાધ્યાય કરવો. પૌરુષીના ચતુર્થભાગમાં અથતુ પોણી પૌરુષી વીતી જાય ત્યારે ગુરુને વંદના કરીને કાળનું પ્રતિક્રમણ (કાયોત્સર્ગ) કર્યા વિના જ ભાજનનું પ્રતિલેખન કરે. [1029-103] મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કરીને ગોચ્છગનું પ્રતિલેખન કરે. આંગળીઓ વડે ગોચ્છગને પકડીને વસ્ત્રનું પ્રતિલેખન કરે. સર્વ પ્રથમ ઊકડૂ આસને બેસે. પછી વસ્ત્ર ઊંચુ કરે, સ્થિર રાખે અને ઉતાવળ કર્યા વિના તેનું પ્રતિલેખન કરે. આંખથી જુએ, બીજે, વસ્ત્રને ધીરેથી ઝાટકે અને ત્રીજે, વસ્ત્રને પ્રમાર્જન કરે. [1031] પ્રતિલેખન કરતી વખતે શરીરને કે વસ્ત્રને નચાવે નહીં, વાળે નહીં, વસ્ત્રને નજરની બહાર ન જવા દે, વસ્ત્ર ભીંત વગેરેને સ્પર્શ ન થવા દે. વસ્ત્રના છ પૂર્વ અને નવ ખોટક કરે. કોઈ જીવ હોય તો તેને દૂર કરે-વિશોધન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103