Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ અધ્યયન - 25 237 પૂર્ણ બને છે તે સર્વ કર્મોથી મુક્ત બને છે, તેને હું બ્રાહ્મણ કહું છું. આમ જેઓ ગુણસંપન્ન દ્વિજોત્તમ હોય છે, તેઓ જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરી શકે છે. આમ શંકાહીન બનેલા વિજયઘોષ બ્રાહ્મણે મુનિ જયઘોષની વાણીને સમ્યકરૂપે સ્વીકારી. 998] સંતુષ્ટ વિજયઘોષે હાથ જોડીને આમ કહ્યું તમે મને યથાર્થ બ્રાહ્મણત્વનો સરસ ઉપદેશ આપ્યો. [999-2000) તમે યજ્ઞોના યષ્ટા-છો, વેદ જાણનાર છો, વિદ્વાન છો, જ્યોતિષ અંગોના જાણકાર અને ધર્મમાં પારંગત છો. તમે તમારો તેમજ બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છો તેથી ભિક્ષુ શ્રેષ્ઠ ! ભિક્ષા સ્વીકારી અમારા પર અનુગ્રહ કરો. [1000-1004] મારે ભિક્ષાની કાંઈ દરકાર નથી. હે દ્વિજ 1 જલદી જ અભિનિષ્ક્રમણ કર, જેથી ભયના આવર્તવાળા સંસારસાગરમાં તારે ભટકવું ન પડે. ભોગોમાં કમનો ઉપલેપ થાય છે. અભોગી કર્મોથી નિર્લેપ બને છે. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે. અભોગી તેમાંથી મુક્ત થાય છે. જેમ એક ભીનો અને એક સૂકો એમ બે માટીના ગોળા ફેક્યો, તે બંને ભીંત પર અથડાયા. જે ભીનો હતો તે ત્યાં જ ચોંટી ગયો. એ દ્રષ્ટાંતે જે મનુષ્ય દુબુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે તે વિષયોમાં ચોંટી જાય છે. વિરક્ત સાધક સૂકા ગોળાની જેમ ચોંટતો નથી. [1005-1006] આ રીતે વિજયઘોષ, જયઘોષ અનગાર પાસે અનુત્તર ધમી સાંભળી દીક્ષિત થયો. જયઘોષ અને વિજ્યઘોષ સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરી અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. -એમ હું કહું છું. અધ્યયન-૨પ-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૨૬-સમાચારી) [1007] સમાચારી બધાં દુઃખોથી મુક્ત કરે છે જેનું આચરણ કરીને નિર્ઝન્ય સંસારસાગરને તરી જાય છે, તે સમાચારીનું હું વર્ણન કરું છું. [1008-1010] પહેલી આવશ્યકી, બીજી નૈધિકી, ત્રીજ આપૃચ્છના, ચોથી પ્રતિપૃચ્છના છે. પાંચમી છન્દના, છઠ્ઠી ઇચ્છાકાર, સાતમી મિથ્યાકાર, આઠમી તથાકાર. નવમી અભ્યત્થાન અને દસમી ઉપસંપદા છે. આમ આ દસ અંગોવાળી. સાધુઓની સમાચારી વર્ણવી છે. 1011-1013] પોતાના રહેઠાણથી બહાર જતાં “આવસિય”નું ઉચ્ચારણ કરવું. આવશ્યકી સમાચારી છે, પોતાના સ્થળે પ્રવેશ કરતો “નિિિહય” નું ઉચ્ચારણ કરવું, નૈધિક સમાચારી છે. પોતાના કામ માટે ગુરુની રજા લેવી “અમૃચ્છના સમાચારી છે. બીજાના કામ માટે ગુરુ પાસે રજા લેવી પ્રતિકૃચ્છાના સમાચારી છે. પૂર્વગૃહીત દ્રવ્યો માટે ગુરુ વગેરેનું આમંત્રિત કરવા “છન્દના સમાચારી છે. બીજાનું કામ પોતાની સહજ અભિરુચિથી કરવું અને પોતાનું કામ કરાવવા બીજાને તેમની ઈચ્છા પ્રમાણે નમ્ર નિવેદન કરવું “ઈચ્છાકાર’ સમાચારી છે. દોષની નિવૃત્તિ માટે આત્મનિન્દા કરવી " મિથ્યાકાર’ સમાચારી છે. ગુરૂજનોનો ઉપદેશ-સ્વીકારવો. ‘તથાકાર' સમાચારી છે. ગુરુજનોના પૂજા-સત્કાર માટે આસનથી ઊઠી ઊભા થવું ‘અભ્યત્થાન સમાચારી છે. કોઈ વિશિષ્ટ પ્રયોજનથી બીજા આચાર્ય પાસે રહેતું Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103