Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ અધ્યયન - 24 235 અવરજવર ન હોય અને દૂરથી કોઈ પણ દેખતા ન હોય. અનાપાત સલો–લોકોની અવરજવર ન હોય, પણ દૂરથી જોતા હોય. આપાત અસંલોક-લોકોની અવરજવર હોય પણ તે દેખતા ન હોય. આપાત સંલોક-લોકોની અવરજવર હોય અને તે દેખતા પણ હોય. આમ સ્થપ્ટેિલ ભૂમિ ચાર પ્રકારની હોય છે. જે ભૂમિ અનાપાત અસંલોક હોય. પરોપઘાત રહિત હોય, સમ હોય, અશુષિર હોય-પોલી ન હોય તેમ જ થોડા વખત પહેલાં નિર્જીવ બની. હોય. વિસ્તૃત હોય, ગામથી દૂર હોય, ઘણે નીચે સુધી અચિત્ત હોય. દર વિનાની હોય, ત્રસ પ્રાણી તથા બી વિનાની હોય, એવી ભૂમિમાં ઉચ્ચારમાળ આદીનો ઉત્સર્ગ કરવો જોઈએ. [54] આ પાંચ સમિતિ ટૂંકમાં કહી છે. આગળ ત્રણ ગુપ્તીઓ કહું છું. [955-95 મનોગુપ્તિ એના ચાર પ્રકાર છે. સત્ય, મૃષા, સત્યામૃષા, અસત્યમૃષા- યતનાસંપન્ન યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે. [957-958] વચનગુપ્તિ એના ચાર પ્રકારઃ સત્યા, મૃષા, સત્યામૃષા, ચોથી અસત્યામૃષા. યતનાસંપન્નયતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત વચનનું નિવર્તન કરે. [959-9] ઊભા રહેવામાં, બેસવામાં, ત્વશ્વર્તનમાં-સૂવામાં, ઉલ્લંઘનમાંખાડા ઓળંગવામાં, પ્રલંઘનમાં સાધારણ હરવાફરવામાં, શબ્દાદિ વિષયોમાં ઇન્દ્રિથોના પ્રયોગમાં- સરભંમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરે. [961] આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ત્રણ ગુપ્તિઓ બધા અશુભ વિષયોમાંથી નિવૃત્તિ માટે છે. [962] જે પંડિત મુનિ આ પ્રવચન માતાઓનું સમ્યફ આચરણ કરે છે, તે જ જલદી સર્વ સંસારથી મુક્ત બને છે. - એમ હું કહું છું. | અધ્યયન -24- ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-ર૫-યશીય) 9i63-965] બ્રાહ્મણ કુળમાં જન્મેલા મહાયશસ્વી જયઘોષ નામે બ્રાહ્મણ હતો, તે હિંસક યમ રૂપ યજ્ઞમાં રત હતો. તે ઈન્દ્રિયોનો નિગ્રહ કરનાર માર્ગગામી મહા મુનિ બન્યો હતો. એક દિવસ ગામોગામ વિહાર કરતાં બનારસ પહોંચ્યો. બનારસ બહાર સુંદરબાગમાં પ્રાસુક શય્યાવસતિ, સંસ્મારક પીઠ, ફલક, આસન વગેરે લઈને રહ્યો. [966-967] તે જ વખતે તે શહેરમાં વેદને જાણનાર વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો. એક માસની તપસ્યા પછી પારણાને વખતે ભિક્ષા માટે તે જયઘોષ મુનિ વિજયઘોષના યજ્ઞમાં હાજર થયો. [968-72] યજ્ઞકર્તા બ્રાહ્મણ ભિક્ષાર્થી મુનિને ઇનકાર કરે છે. હું તને ભિક્ષા નહિ આપું. ભિક્ષ,! બીજે ભિક્ષા માગવા જાઓ ! જે વેદોનો જાણકાર બ્રાહ્મણ છે, યજ્ઞ કરનાર દ્વિજ છે અને જ્યોતિષના અંગો જાણે છે તેમજ ધર્મશાસ્ત્રોમાં પારંગત છે. જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરી શકે છે. ભિક્ષ ! આ સર્વકામિક- તેમ જ બધાને અભીષ્ટ અન્ન તેમને જ આપવાનું છે. ત્યાં આ રીતે યજ્ઞ કરનાર તરફથી નકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103