Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ - - - - - 234 ઉત્તરઝય-૨૩૯૩૧ [31] ગૌતમ તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. હે સંશયાતી ! સર્વ શ્રતના મહોદધિ! તમને મારા નમસ્કાર! [932-43] આમ સંશય દૂર થતાં ઘોર પરાક્રમી કેશીકુમાર મહાન યશસ્વી ગૌતમને શિરસા વંદના કરીને પ્રથમ અને અન્તિમ જિનો દ્વારા ઉપદિષ્ટ તેમજ સુખાવહ પંચ મહાવ્રતરૂપ ધર્મમાર્ગમાં ભાવથી પ્રવેશ્યા. [934 ત્યાં તિન્દુક ઉદ્યાનમાં કેશી-ગોતમ બંને સતત મળ્યા, તેમાં મૃત તેમજ શીલનો ઉત્કર્ષ અને મહાન તત્ત્વોના અર્થોનો વિનિશ્ચય થયો. [935] સમગ્ર સભા ધર્મચર્ચાથી સંતુષ્ટ થઈ. તેથી સન્માર્ગે ઉપસ્થિત તેણે ભગવાન કેશી અને ગૌતમની સ્તુતિ કરી કે બંને પ્રસન્ન રહે. - એમ હું કહું છું. | અધ્યયન-ર૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરછાયા પૂર્ણ (અધ્યયન-૨૪-પ્રવચન-માતા) [936-938] સમિતિ અને ગુપ્તિ-રૂપ આઠ પ્રવચન માતા છે. પાંચ સમિતિ છે. ત્રણ ગુપ્તિ છે. ઈય સમિતિ, ભાષા સમિતિ, એષણા, સમિતિ, આદાન સમિતિ અને ઉચ્ચાર સમિતિ. મનોગુપ્તિ, વચન-ગુતિ અને કાય-ગુપ્તિ. એમ આઠ પ્રવચન માતા છે. સંક્ષેપમાં આ આઠ સમિતિ કહી છે. એમાં જિનેન્દ્રકથિત દ્વાદશાંગ-રૂપ સમગ્ર પ્રવચન અન્તભૂત છે. [939-943] સંયતી, (મુનિ) આલંબન, કાળ, માર્ગ અને યતના-આ ચાર કારણ પરિશુદ્ધ ઈય સમિતિથી વિચરણ કરે. ઈય સમિતિનું આલંબન-જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, કાળ દિવસ છે અને ઉન્માર્ગનો ત્યાગ એ માર્ગ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતનાના ચાર પ્રકાર છે. તે હું કહું છું. સાંભળો. દ્રવ્યથી-આંખે જુએ, ક્ષેત્રથી-યુગમાત્ર ભૂમિને જુએ. કાળથી ચાલતો રહે ત્યાં સુધી જુએ. ભાવથીઉપયોગપૂર્વક ગમન કરે. ઈન્દ્રિયોના વિષય અને પાંચ પ્રકારના સ્વાધ્યાયને છોડીને માત્ર ગમનક્રિયામાં જ તન્મય થઈ તેને જ મુખ્ય મહત્ત્વ આપી ઉપયોગપૂર્વક ચાલવું. [944-95 ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા પ્રત્યે સતત ઉપયોગયુક્ત રહેવું. પ્રજ્ઞાવાન સંયત (મુનિ)એ આ ઉપર્યુક્ત આઠ સ્થાન છોડીને યથાસમય નિરવદ્ય-દોષરહિત અને પરિમિત ભાષા બોલવી. 9i46-947 ગવેષણા, પ્રહરૈષણા અને પરિભોૌષણાથી આહાર, ઉપાધિ અને શય્યાનું પરિશોધન કરવું. યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર યતિ પ્રથમ એષણામાં ઉદ્દગમ અને ઉત્પાદન દોષોનું શોધન કરે. બીજી એષણામાં આહારાદિ ગ્રહણ કરવામાં આવતા દોષોનું શોધન કરે. પરિભોગેષણામાં દોષ-ચતુષ્કનું શોધન કરે. [948-949 મુનિ ઓધ-ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ બંને ઉપકરણોને લેવા-મૂકવામાં આ વિધિનો પ્રયોગ કરે. યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર યતિ બંને પ્રકારના ઉપકરણોને આંખો વડે પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને લે અને મૂકે. [950-953] ઉચ્ચાર-મળ, પ્રશ્રવણ-મૂત્ર, શ્લેષ્મ-કફ, સિંધાનક-નાકનો મેલ, જલ્લશરીરનો મેલ, આહાર, ઉપધિ-ઉપકરણ, શરીર તેમજ બીજી કોઈ ત્યાજ્ય વસ્તુનો વિવેકપૂર્વક ઉજ્જડ ભૂમિમાં ત્યાગ કરે. અનાપાત અંસલોક-જ્યાં લોકોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103