Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ 232 ઉત્તરજઝયણ-૨૩૮૮૩ શત્રુ જીતી લીધા. [883-884] કેશીએ ગૌતમને પૂછ્યું તે શત્રુ કયા? ગૌતમે આ જવામ આપ્યો. હે મુનિ ! અણજીતાયેલો આપણો આત્મા જ મોટો શત્રુ છે. કષાય અને ઇન્દ્રિયો પણ શત્ર છે. તેમને જીતીને નીતિપૂર્વક હું વિહાર કરું છું. [885-88] ગૌતમ ! તમે શ્રેષ્ઠ પ્રજ્ઞાવાળા છો. તમે મારી શંકા દૂર કરી છે. મારી એક બીજી શંકા છે. તે વિશે તમે મને કહો. આ સંસારમાં અનેક જીવ પાશ બદ્ધ છે, હે મુનિ ! તમે બંધનમુક્ત અને લઘુભૂત-પ્રતિબંધહીન થઈને કેવી રીતે વિહરો છો ! [887 મુનિ ! તે બધાં બંધનોને સર્વ રીતે કાપીને, ઉપાયો વડે નષ્ટ કરી હું બંધનમુક્ત-હળવી થઇ વિચરું છું. [888-889] તે બન્ધન ક્યાં? કેશીએ પૂછ્યું, ગૌતમે કહ્યું. તીવ્ર રાગદ્વેષ અને સ્નેહ ભયંકર બંધન છે. તેમને છેદ્યને ધર્મ-નીતિ તેમજ આચાર પ્રમાણે હું વિચરું છું. [890-891] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારી હજી એક શંકા છે. તે વિશે તમે મને કહો. ગૌતમ! દયમાં એક લત્તા ઉત્પન્ન થયેલ છે. તેને વિષ જેવા ફળ લાગે છે. તેને કેવી રીતે ઉખાડી છે? [892] તે લત્તા તદ્દન જડથી ઉખાડીને, કાપીને હું નીતિપૂર્વક વિચરું છું. તેથી હું વિષનું ફળ ખાતો નથી. [893-894o તે લત્તા કયી? કેશીએ પૂછતાં ગૌતમે આમ કહ્યું. ભવતૃષ્ણા જ ભયંકર લત્તા છે. તેને ભંયકર પરિપાકવાળા ફળ લાગે છે. હે મહામુનિ ! તેને જડથી, ઉખાડીને હું નીતિ અનુસાર વિહાર કરું છું. [895-896] ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ દૂર કર્યો છે. હજી મારી એક શંકા છે. તે વિશે તમે મને કહો. ધોર-પ્રચંડ અગ્નિ બળે છે. તે શરીરસ્યોજીવોને બાળે છે. તે તમે કેવી રીતે શાન્ત કર્યો? [897 મહામેઘમાંથી ઉત્પન્ન થયેલ પાણીને લઈને મેં તે અગ્નિ નિરન્તર સિંઓ અને આવા પાણીથી ભીંજાયેલ અગ્નિ મને બાળતો નથી. [898-899] તે અગ્નિ કયો? કેશીએ પૂછ્યું. ગૌતમ આમ જવાબ આપ્યો. કષાય (ક્રોધ, માન, માયા, લોભ) અગ્નિ છે, શ્રત, શીલ, તપ એ પાણી છે. શ્રુત-શીલતપ રૂપી જળધારાથી બુઝાયેલ અગ્નિ મને બાળતો નથી. [900-901] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી, મારી એક બીજી શંકા છે. તે વિશે તમે મને કહો. આ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘોડો દોડી રહ્યો છે. ગૌતમ! તમે તેના પર સવાર છો. તે તમને ખોટો રસ્તે કેમ દોરતો નથી? [902] દોડતા ઘોડાને હું શ્રુત-રશ્મિ-શ્રુત જ્ઞાનની લગામથી વશમાં કરું છું. મારે વશ રહેલો ઘોડો ઉન્માર્ગે જતો નથી અને સન્માર્ગે જ જાય છે. [03-04] ઘોડો કોને કહ્યો છે? કેશીએ ગૌતમને પૂછ્યું. ગૌતમે તેમને આ રીતે કહ્યું. મન જ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘોડો છે. જે ચારે બાજુ ઘેડે છે, તેને હું સારી રીતે વશમાં રાખું છું. ધર્મશિક્ષાથી તે કંથક-ઉત્તમ જાતિનો ઘોડો બન્યો છે. [૯૦પ-૯૦૬] ગૌતમતમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારો હજી એક સંદેહ છે. ગૌતમ ! તે વિશે તમે મને કહો. ગૌતમ! લોકમાં કુમાર્ગ ઘણા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103