Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ અધ્યયન- 22 229 અને પિંજરામાં શા માટે છે? સારથિએ કહ્યું : આ ભદ્ર પ્રાણીઓ આપના લગ્નમાં ઘણાં લોકોને ભોજન માટે છે. [814-816] અનેક પ્રાણીઓના વિનાશવાળું વચન સાંભળી, જીવો પ્રતિ કરૂણાશીલ. મહાપ્રાજ્ઞ અરિષ્ટનેમિ આમ વિચારે છે કે જે મારા લીધે આટલા બધા પ્રાણીઓની હત્યા થતી હશે તો એ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહિ થાય. તે મહાન પશિસ્વી બંને કુંડળ, હાર અને આભૂષણો ઉતારીને સારથિને આપી દીધાં. [817-820] મનમાં આ પરિણામ થતાં જ તેમના અભિનિષ્ક્રમણ માટે દેવતા પોતાની દ્ધિ અને પરિષદ્ સાથે આવ્યા. દેવ અને માનવોથી ઘેરાયેલા અરિષ્ટનેમિ શિબિકારત્નમાં બિરાજ્યા. દ્વારકાથી નીકળી રેવતક પર સ્થિત થયા. ઉદ્યાનમાં પહોંચી, શ્રેષ્ઠ પાલખીમાંથી ઊતરી એકહજાર વ્યક્તિઓ સાથે ચિત્રા નક્ષત્રમાં નિષ્ક્રમણ કર્યું. ત્યાર પછી સમાહિત-અરિષ્ટનેમિએ તરત પોતાના સુગંધિત કોમળ વાળોનો પોતાના જ હાથે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. [821-822] વાસુદેવે જિતેન્દ્રિય તેમ જ લોચ કરેલા ભગવાનને કહ્યું- હે દમીશ્વર ! તમે તમારો અભીષ્ટ મનોરથ જલદી મેળવો. તમે જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષત્તિ-ક્ષમા અને મુક્તિનિલભતા દ્વારા આગળ વધો. [823] આમ બલરામ, કેશવ, દશાર્પ યાદવ અને બીજા ઘણા લોકો અરિષ્ટનેમિને વંદના કરી દ્વારકાપુરી પાછા ફર્યા. | [824-828] ભગવાન અરિષ્ટનેમિની પ્રવજ્યા (નો વૃત્તાન્ત) સાંભળીને રાજકન્યા રાજિમતીનો આનંદ, હાસ્ય નષ્ટ થયા, તે લોકથી મૂર્શિત થઈ ગઈ. રાજિમતીએ વિચાર્યું, ધિક્કાર છે મારા જીવનને ! મને અરિષ્ટનેમિએ તજી છે. એટલે મારે પણ પ્રવ્રજ્યા લેવી જ શ્રેયસ્કર છે. ધીર તેમજ સંકલ્પવાળી રાજિમતીએ તેલ સુગંધીથી-કાસકાથી ઓળેલા કાળા ભમરા જેવા વાળોનો પોતાના હાથે લોન્ચ કર્યો. વાસુદેવે લુપ્તમેશા તેમજ જિતેન્દ્રિય રાજિમતીને કહ્યું, કન્ય ! તું આ ઘોર સંસાર સાગરને જલદી તરી જા. શીલવતી તેમજ બહુશ્રુત રાજિમતીએ પ્રવ્રુજિત થઈને પોતાની સાથે ઘણા સ્વજન-પરિજનોને પણ દીક્ષા લેવડાવી. [829-832] તે વિતક પર જતી હતી ત્યાં વચ્ચે જ વરસાદ પડ્યો અને તે પલળી ગઈ. વરસાદને લીધે અન્ધકાર પથરાયો હતો. આવી સ્થિતિમાં તે એક ગુફામાં પહોંચી. કપડાં ઉતારીને સુકવતાં નગ્નાવસ્થામાં રાજમતીને રથનેમિએ જોઇ. તેનું મન વિચલિત થયું. પાછળથી રાજિમતીએ પણ તેને જોયો. ત્યાં એકાન્તમાં તે સંતને જોઈ તે ડરી ગઈ. ભયથી ધ્રુજતી તે પોતાના બંને હાથે શરીર ઢાંકીને બેસી ગઈ. ત્યારે સમદ્રવિજયના તે રાજપુત્રે રાજિમતીને ભયથી ધ્રુજતી જોઈને આમ કહ્યું.. [833-836] ભદ્ર! હું રથનેમિ છું. હે સુન્દરી ! હે મધુભાષિણી! તું મને સ્વીકાર કર. હે સુતનું! તને કોઈ દુઃખ નહીં થાય. મનુષ્યજન્મ અત્યન્ત દુર્લભ છે. આવો! આપણે ભોગ ભોગવીએ. પાછળથી આપણે જિનમાર્ગે દીક્ષા લેશું. સંયમ પ્રતિ ભગ્નોદ્યોગતેમજ ભોગ વાસનાથી પરાજિત રથનેમિને જોઈને તે સંબ્રાન્ત ન થઈ. તેણે ફરી કપડાં પહેરી લીધાં. નિયમ અને વ્રતમાં અવિચળ રહેનાર શ્રેષ્ઠ રાજકન્યા રાજિમતીએ જાતિ, કુલ અને શીલની રક્ષા કરતાં રથનેમિને કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103