Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ 228 ઉત્તરાઝપd 21796 મહર્ષિ પૂજા અને નિર્દામાં લિપ્ત ન થાય. તે સમભાવી વિરત સંયમી સરળ બની નિવણિ માર્ગને પામે છે. જે અરતિ-રીતિને સહન કરે છે. સંસારી માણસોથી દૂર રહે છે. વિરક્ત છે. આત્મહિત-સાધક છે. સંયમશીલ છે. શોક રહિત છે. મમત્વહીન છે. અકિંચન છે. તે પરમાર્થ પદમાં સમ્યગુ દર્શનાદિ મોક્ષસાધનોમાં સ્થિત હોય છે. પ્રાણી-રક્ષા કરનાર, મહાન યશસ્વી ઋષિઓએ સ્વીકારેલ લેપાદિ કર્મ રહિત, અસંસ્કૃત-બી વગરનો, વિવિક્ત લયન-એકાત્ત સ્થાનનું સેવન કરે અને પરિષહ સહન કરે. અનુત્તર ધર્મસંચયનું આચરણ કરી-સજ્ઞાનથી જ્ઞાન મેળવી, અનુત્તર જ્ઞાનધારી. યશસ્વી, મહર્ષિ અન્તરિક્ષમાં સૂર્યની જેમ પ્રકાશિત થાય છે. [70] સમુદ્રપાલ મુનિએ પુય-પાપ (શુભાશુભ) બંને કર્મનો ક્ષય કરીને સંયમમાં નિરંગનનિશ્ચલ અને બધી રીતે મુક્ત રહી સમુદ્રની જેમ વિશાળ સંસારપ્રવાહને તરીને મોક્ષ મેળવ્યો. -એમ હું કહું છું. | અધ્યયન-૨૧-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨૨-રથનેમીય) [797-798] શૌર્યપુર નગરમાં રાજલક્ષણોવાળો મહા સમૃદ્ધ વસુદેવ નામનો રાજા હતો. તેને રોહિણી અને દેવકી નામે બે રાણીઓ હતી. બંનેના બલદેવ અને કૃષ્ણ બે પ્રિય પુત્ર હતા. 7i99-80 શૌર્યપુરમાં રાજલક્ષણોવાળો અત્યન્ત સમૃદ્ધ સમુદ્રવિજય નામે બીજો રાજા પણ હતો. તેને શિવા નામે પત્ની હતી અને મહાયશસ્વી, જિતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ લોકનાથ, ભગવાન અરિષ્ટનેમિ નામે પુત્ર હતો. [801-804] તે અરિષ્ટનેમિ 1008 શુભ લક્ષણોવાળા તથા વ્યંજનો વાળા હતા. તેનું ગોત્ર ગૌતમ હતું અને તે રંગે શ્યામ હતા. તે વજહૃષભ નારા સંહનન અને સમચતુરસ સંસ્થાનવાળો હતો. તેનું ઉદર માછલીના ઉદર જેવું કોમળ હતું. રાજિમતી કન્યા તેની પત્ની બને એવી યાચના શ્રી કૃષ્ણ રાજા ઉગ્રસેનને કરી. તે મહાન રાજાની કન્યા સુશીલ, સુદર્શના, સર્વ લક્ષણોવાળી હતી. વિજળી જેવી તેની શરીરની ક્રાંતિ હતી. ઉગ્રસેને સમૃદ્ધિશાળી વાસુદેવને કહ્યું-કુમાર અહીં આવે તો હું મારી દીકરી તેને આપીશ. [805-809 અરિષ્ટનેમિને સર્વ પ્રકારની ઔષધીઓના પાણીથી સ્નાન કરાવ્યું. લગ્નની તૈયારી થઈ. દિવ્ય વસ્ત્ર પહેરાવ્યા અને આભૂષણોથી શણગાર્યો. વાસુદેવના સૌથી શ્રેષ્ઠ મન ગન્ધહાથી પર અસ્ટિનેમિ બિરાજ્યા ત્યારે તેમની શોભા માથે ચૂડામણિ હોય તેવી લાગતી હતી. અરિષ્ટનેમિ પર ચામર ઢોળાવામાં આવ્યાંછત્ર ધર્યા, દશાર્ણ ચક્રથી-યાદવ કુલના પ્રસિદ્ધ ક્ષત્રિયોના સમૂહથી તે પરિવૃત હતા. ચતુરંગ સેના અનુક્રમથી તૈયાર થઈ. વાદ્યોનો દિવ્ય ગગનસ્પર્શી નાદ થયો. આવી ઉત્તમ દ્ધિ અને ધૃતિ સાથે તે વૃષિણશ્રેષ્ઠ પોતાના મહેલમાંથી નીકળ્યો. [810-813 ત્યારપછી તેણે પાંજરામાં તેમજ વાડામાં બંધ, ભય-ત્રસ્ત પશુપક્ષીઓ જોયાં. તેઓ મૃત્યુ સમીપ હતાં. તેમનો માંસ-આહાર થવાનો હતો, તેમને જોઈ મહાબુદ્ધિશાળી અરિષ્ટનેમિએ સારથિને આમ કહ્યું. આ બધાં સુખાર્થી પ્રાણી વાડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103