Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ પ્રશ્ચયન - 21 227 (અધ્યયન-૨૧) [773-776] ચંપા નગરીમાં પાલિત નામે એક શ્રાવક રહેતો હતો. તે વિરાટ પુરુષ-મહાત્મા ભગવાન મહાવીરનો શિષ્ય હતો. તે શ્રાવક નિર્ચન્જ પ્રવચનમાં કુશળ હતો. એક વાર તે વહાણમાં વેપાર કરતો પિહુડ નગરમાં પહોંચ્યો. ત્યાં વેપાર કરતાં એક વેપારીએ પોતાની દીકરી તેને પરણાવી. થોડા દિવસ પછી ગર્ભવતી પત્નીને લઈને તે પોતાને દેશ તરફ પાછો ફર્યો. પાલિતની પત્નીને સમુદ્રમાં જ પુત્ર અવતર્યો. સમુદ્રયાત્રામાં ઉત્પન્ન થવાથી તેનું નામ “સમુદ્રપાલ પાડ્યું, 777-779] તે શ્રાવક સકુશળ પોતાને ઘેર ચંપાનગર પહોંચ્યો. તે નાનું બાળક આનંદપૂર્વક તેના ઘરમાં ઊછર્યું. તે 72 કળાઓ શીખ્યો. નીતિમાં નિપુણ થયો. તે જુવાન થતાં સુરૂપવાન અને બધાંને પ્રિય થઈ પડ્યો. રૂપિણી (રુકમણિ) નામની સ્ત્રી સાથે પિતાએ તેને પરણાવ્યો. તે પોતાની રૂપવતી પત્ની સાથે ઘેગુન્દક દેવની જેમ સુન્દર મહેલમાં ક્રીડા કરવા લાગ્યો. [780-782) એક વાર તે મહેલના ઝરૂખામાં બેઠો હતો. ત્યાં વધ્ય જનને યોગ્ય શણગારથી શણગારેલા કોઈ એક અપરાધીને વધ-સ્તંભ તરફ લઈ જવાતો તેણે જોયો. તેને જોઈને સંવેગ ઉત્પન્ન થતાં મનમાં વિચારવા લાગ્યો-ખેદ છે ! આ અશુભ કર્મોનુંપાપ ગમનનું દુઃખદ પરિણામ છે. આમ વિચારતાં તે ભાગ્યવાન-મહાન આત્મા સંવેગ પામ્યો અને સબુદ્ધ થયો. માતાપિતાને પૂછીને તેણે અનગારિતા-મુનિદીક્ષા લીધા. [783-784] દીક્ષિત થઈને મુનિ અત્યન્ત કચ્છકારી મહામોહ અને પૂર્ણ ભયકારી સંગ (આસક્તિ) નો ત્યાગ કરીને પર્યાયધર્મ, સાધુતામાં, વ્રતમાં શીલમાં અને પરિષહમાં-પરિષહને સમભાવથી સહન કરવામાં અભિરુચિ રાખતા થયા. વિદ્વાન મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ મહાવ્રતોને સ્વીકારી જિનોપદિષ્ટ ધર્મનું આચરણ કરે. [૭૮પ-૭૯૫] ઇન્દ્રિયોને સમ્યક સંવરણ કરનાર ભિક્ષુ બધા પ્રાણીઓ તરફ કરૂણાશીલ રહે. ક્ષમાશીલ હોય, દુર્વચન સહન કરે. સંયત રહે, બ્રહ્મચારી રહે, તે સદા પાપાચારનો ત્યાગ કરીને વિહાર કરે. સાધુ સમયાનુસાર પોતાની શક્તિને જાણીને રાષ્ટ્રોમાં વિચરણ કરે. સિંહની જેમ ભયોત્પાદક શબ્દ સાંભળીને પણ ભયભીત ન બને. અસભ્ય વચન સાંભળીને પણ સામો અપશબ્દ ન બોલે. સંયમી પ્રતિકૂળતાની ઉપેક્ષા કરતો આગળ વધે. પ્રિયાપ્રિય અને અનુકૂળ-પ્રતિકૂળ બધા પરિષહોને સહન કરે. જ્યાં જે જુએ તે બધાંની ઇચ્છા ન કરે. પૂજા કે ગહ ન ઇચ્છે. સંસારમાં માણસોના અનેક પ્રકારના છન્દ અભિપ્રાય હોય છે. ભિક્ષુ તે બધા પોતે જાણે છે. તેથી તે દેવકૃત, તેમ જ તિર્યચકૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગોને સહન કરે. અનેક દુર્વિષહ-અસહ્ય પરિષહ આવી પડતાં ઘણા કાયર માણસો દુઃખી થાય છે. પણ ભિક્ષુ આવા પરિષહ આવતાં સંગ્રામમાં હાથીની જેમ વીરતાપૂર્વક દુઃખી થયા વિના સહન કરે. શીત-ગર્મી, મચ્છરમાંકડ-તૃણસ્પર્શ વગેરે તેમજ બીજા અનેક પ્રકારના આતંક ભિક્ષને સ્પર્શે ત્યારે તે કુત્સિત શબ્દ ન કહે, સમભાવે સહન કરે તથા પૂર્વકૃત કમને ક્ષીણ કરે. વિચક્ષણ ભિક્ષ. હમેશાં રાગ-દ્વેષ અને મોહનો ત્યાગ કરીને વાયુથી અકમ્પિત મેરુની જેમ આત્મ-ગુપ્ત પરિષદોને સહન કરે. પૂજા-પ્રતિષ્ઠામાં ઉન્નત અને નિન્દામાં અવનત નહિ થનાર ભિક્ષુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103