Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ અધ્યયન-૧૯ 221 બધાં જીવો તરફ સમભાવ રાખવાનો હોય છે. આજીવન પ્રાણાતિપાતથી નિવૃત્ત થવું પણ ઘણું દુષ્કર છે સદ્ધ અપ્રમત્તભાવે અસત્યનો ત્યાગ કરવો. પ્રતિક્ષણ સાવધાન રહિને હિતકારી સત્ય બોલવું બહુ અઘરું છે. દાંત સાફ કરવાનું સાધન વગેર પણ આપ્યા વિના ન લેવું. આપેલી વસ્તુ પણ નિર્દોષ અને એષણીય જ લેવી અત્યન્ત દુષ્કર છે. કામભોગના રસથી પરિચિત વ્યક્તિ માટે અબ્રહ્મચર્યથી વિરક્તિ અને ઉગ્ર મહાવ્રત પાળવું ઘણું અઘરું છે. ધન-ધાન્ય, પ્રેષ્ય વર્ગ-દાસ-દાસી વગેરે પરિગ્રહનો ત્યાગ તથા. બધી જાતના આરંભ અને મમત્વનો ત્યાગ અત્યન્ત દુષ્કર છે. ભોજન-પાનાદિ આહાર શત્રે ન કરવો અને કાલ મયદાથી બહાર, ઘી વગેરે સંનિધિનો સંચય ન કરવોઅત્યન્ત દુષ્કર છે. ભૂખતરસ, ઠંડી, ગરમી, ડાંસ, મચ્છરનું કષ્ટ, ક્રોધના વચન, દુઃખ શવ્યાકષ્ટપ્રદ સ્થળ, તૃણસ્પર્શ તેમ શરીરમેલ- તાડન, તર્જન, વધ અને બન્ધન, ભિક્ષાચય, યાચના અને અલાભ-આ પરીષહો સહન કરવા દુષ્કર છે. આ કાપીતી વૃત્તિ-અથર દોષ માટે સતત શંકાશીલ રહેલું, દારુણ કેશ-લોચ, અને ઘોર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું મહાત્માઓ માટે પણ દુષ્કર છે. [૬૪૮-૬પ૭] પુત્ર! તું સુખ ભોગવવાલાયક સુકુમાર છે. સુન્દર-સ્વચ્છ રહે છે. તેથી શ્રમણ્યનું પાલન કરવા નું સમર્થ નથી. પુત્ર ! સાધુચર્યમાં આજીવન ક્યાં વિશ્રામ નથી. લોઢાના ભાર જેવો સાધુના ગુણોનો તે એવો ગુરુતર ભાર છે કે જેને જીવન સુધી નભાવવો અત્યન્ત કઠણ છે. જેમ આકાશગંગાનો પ્રવાહ તેમજ પ્રતિસ્રોત દુસ્તર છે. જેમ સાગરને હાથોથી તરવો અઘરો છે. તેવી જ રીતે ગુણોદધિ-સંયમના સાગરને તરવો દુષ્કર છે. સંયમ રેતીના કોળિયાની જેમ નીરસ છે. તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. સાપની જેમ એકાગ્ર દ્રષ્ટિથી ચારિત્ર ધર્મ પર ચાલવું મુશ્કેલ છે. લોઢાના ચણા ચાવવા જેમ દુષ્કર છે, તેમ ચારિત્ર પાળવું દુષ્કર છે. જેમ પ્રજ્વલિત અગ્નિ શિખા-જ્વાળા પીવી દુષ્કર છે. તેવી જ રીતે યુવાવસ્થામાં શ્રમણ ધર્મ પાળવો કઠણ છે. જેમ કપડાંની થેલીને હવાથી ભરવી કઠણ છે. તેવી જ રીતે કાયર માણસ માટે શ્રમણ ધર્મનું પાલન પણ કઠણ છે, જેમ મેરુપર્વતને ત્રાજવે તોળવો અઘરો છે તે જ રીતે નિશ્ચલ અને નિશંક ભાવે શ્રમણ ધર્મનું પાલન કરવું પણ દુષ્કર છે, જેમાં હાથથી સમુદ્ર તરવો અઘરો છે તેવી જ રીતે અનુપશાન્ત વ્યક્તિ માટે સંયમનો સાગર પાર કરવો દુષ્કર છે. પુત્રી પહેલાં તું મનુષ્ય સંબંધી શબ્દ, રૂપ આદિ પાંચ પ્રકારના ભોગ ભોગવ પછી ભક્તભાગી થઈને ધમચરણ કરજે. [58-67 મૃગાપુત્રે માતાપિતાને કહ્યું H તમે જે કહ્યું તે ઠીક છે. પણ આ સંસારમાં જેની તૃષ્ણા મટી ગઈ તેને માટે કાંઈ પણ દુષ્કર નથી. મેં શારીરિક અને માનસિક ભયંકર વેદના અનેકવાર સહન કરી છે. અનેકવાર ભયંકર દુઃખ અને ભય પણ અનુભવ્યા છે. મેં નરક વગેરે ચાર ગતિરૂપ પરિણામવાળા, જરા મરણ રૂપ ભયન સાગર સંસારમાં ભયંકર જન્મ મરણ સહ્યાં છે. જેમ અહીં અગ્નિ ઉષણ છે. તેથી અનન્ત ગણી ઉષ્ણતા ત્યાં છે. એવી દુઃખરૂપ ઉષણ વેદના મેં નરકમાં અનુભવી છે. જેમ અહીં ઠંડક છે. તેથી અનન્ત ગણી ઠંડક ત્યાં છે. એવી દુઃખરૂપ ઠંડીની વેદના મેં નરકમાં અનુભવી છે. હું નરકની કંદુ કુંભિયોમાં રાંધવાના લોઢાના વાસણોમાં નીચે માથું ને ઉપર પગ કરીને પ્રખર અગ્નિમાં આક્રન્દ કરતો અનેક વાર પીડાયો છું. મહાભયંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103