Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ 222 ઉત્તરઝવણ - 19676 દાવાગ્નિ જેવા મર પ્રદેશમાં તેમજ વરેતી-પત્થરાળમાં અને કદમ્બ વાલુકામાં હું અનન્તવાર બળાયો છું. બંધુ-બાંધવ વિનાનો રડતો, અસહાય હું કંદુકુંભમાં ઉપરથી બાંધી કરવત અને આરા જેવા શસ્ત્રોથી અનેક વાર કપાયો છું. અત્યન્ત તેજ કાંટાળા ઊંચા શાલ્મલી વૃક્ષ પર દોરડાથી બાંધીને આમ તેમ ખેંચીને મને અસહ્ય કષ્ટ અપાયું છે. અત્યન્ત ભયાનક આક્રન્દ કરતો હું મારા પોતાના કમોનેલીધે શેરડીની જેમ મોટા મોટા યંત્રોમાં કેટલીય વાર પીલાયો છું. આમ તેમ દોડતો આક્રન્દ કરતો હું કાળાચિતકબરા સૂઅર અને કૂતરાઓથી અનેક વાર ચીરાયો છું. ફાડી ફેંકાયો છું તથા ખવાયો છું. પાપ કમને કારણે હું નરકમાં જન્મ લઈને અળસી ફૂલની જેમ વાદળી રંગની તલવારોથી, ભાલાઓથી છાયો છું અને લોઢાના સળિયાથી કટકે કટકા કરાયો છું. ખીલીયાળજુસરીવાળા લોઢાના રથમાં પરવશ જોડાયો છું. ચાબુક અને લાઠીનો માર ખાધો છે, તેમજ રોઝની જેમ મારીને જમીન-દસ્ત થયો છું. પાપકર્મોથી ઘેરાયેલો હું પરાધીન અગ્નિની ચિતાઓમાં ભેંસાની જેમ બળ્યો છું. રંધાયો છું. લોઢા જેવી તીક્ષ્ણ ચાંચવાળા ગીધ પક્ષીઓએ, રડતા કકળતા મને અનન્તવાર ટોચ્યો છે તથા પીડ્યો છે. તરસથી વ્યાકુળ હું દોડતો વૈતરણી નદીએ પહોંચ્યો કે પાણી પીઉ. આમ વિચારતો જ હતો કે છરાંની ધાર જેવી તેજ પાણીની ધારાથી હું ચિરાઇ ગયો છું. ગરમીથી સંતપ્ત થઈ હું છાયા માટે અસિ-પત્ર મહાવનમાં ગયો પણ ત્યાં ઉપરથી પડતા અસિપત્રોથીતલવારની જેમ તેજપાનથી અનેક વાર કપાયો છું. બધી બાજુથી નિરાશ થઈ મારા શરીરને મગદળ, કાંટા અને સાંબેલાથી ચૂર ચૂર કર્યું. આમ મેં અનન્ત વાર દુઃખ વેક્યું છે. તેજ ધારવાળા છરા છરીઓથી-કાતરોથી મને અનેક વાર કાપ્યો છે. કટકેકટકા થયો છું. મારી ચામડી ઉતારી છે. [677-688ii જાળમાં ફસાયેલા વિવશ મૃગની જેમ હું પણ અનેકવાર કપટથી પકડાયો છું. બંધાયો છું, રોકાયો છું, નાશ પામ્યો છું. માછલી પકડવાના કાંટાથી તેમજ મગર પકડવાની જાળથી માછલાની જેમ વિવશ થઈને હું અનન્ત વાર ખેંચાયો છું, ફડાયો છું પકડાયો છું અને મરાયો છું. બાજ પક્ષી, જાળ, તેમજ વજલેપ વડે પક્ષીની જેમ હું અનન્તવાર પકડાયો, ચોટાડાયો, બંધાયો છું, મરાયો છું. સુથાર જેમ ઝાડ કાપે તેમ કુહાડીથી, ફરસીથી હું અનન્ત વાર ડાયો છું, છેદાયો છું, છોલાયો છું. લુહાર જેમ લોઢાને ટીપે તેમ હું પરમ અધર્મી અસુર કુમારો વડે અનન્ત વાર પીટાયો, કુટાયો, ટુકડે ટુકડા તથા ચૂરે ચૂરા થયો છું. ભયંકર આક્રન્દ કરવા છતાં મને લાલચોળ ગરમ તોળું, રાંગું, લોઢું અને સીસું પીવડાવ્યું. “તને ખંડ-ખંડ કરેલું અને સળિયામં પરોવેલું માંસ પ્રિય હતું” એમ યાદ કરાવીને મને મારા જ શરીરનું માંસ કાપીને તેને આગ જેવું લાલ કરીને અનેક વાર ખવડાવ્યું. “તને શરાબ, સીધુ, મેરેય અને મધું વગેરે શરાબો પ્રિય હતા"- એમ કરાવીને મને બળતી ચરબી અને લોહી પીવડાવ્યું. મેં પૂર્વ જન્મમમાં આ હમેશા ભયભીત, સંત્રસ્ત, દુઃખિત અને વ્યથિત રહીને અત્યન્ત દુખપૂર્ણ વેદના અનુભવી છે. તીવ્ર, પ્રચંડ, પ્રગાઢ, ઘોર, અત્યન્ત દુસહ, મહાભંયકર અને ભીષ્મ વેદનાઓ મેં નરકમાં અનુભવી છે. હે પિતા! મનુષ્ય લોકમાં જેમ વેદનાઓ દેખાય છે, તેથી અનન્ત ગણી વધારે દુઃખ તથા વેદનાઓ નરકમાં છે. મેં બધા જન્મોમાં દુઃખરૂપ વેદના અનુભવી છે. એક ક્ષણના અન્તર જેટલી પણ સુખરૂપ અનુભૂતિ ત્યાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103