Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ કરે છે. અધ્યયન- 17 217 પિપપ] જે પોતાના આચાર્યનો ત્યાગ કરીને, અન્ય મત પરંપરાને સ્વીકારે છે, જે ગાણંગણિક-અર્થાત એક ગણમાંથી. બીજા ગણમાં જાય છે તે પાપશ્રમણ છે. [55] જે પોતાનું ઘર છોડીને બીજાના ઘર ગૃહસ્થીના ધંધામાં જોડાય છે, જે શુભાશુભ દેખાડીને ધન મેળવે છે તે પાપશ્રમણ છે. ( પિપ૭ જે પોતાની જાતભાઈઓ-પૂર્વ-પરિચિતો પાસેથી આહાર લે છે, બધાં ઘરોમાંથી સામુંધયિક નથી લેતો, ગૃહસ્થની પથારી પર બેસે છે તે પાપશ્રમણ છે. [58] જે આવું આચરણ કરે છે, તે પાર્શ્વસ્થ આદિ પાંચ કુશીલ ભિક્ષુઓ જેવો અસંવૃત છે. કેવળ નિવેશ ધારણ કરેલ નિકટ મુનિ છે. તે આ લોકમાં વિષની જેમ નિન્દનીય છે. તેથી તે ન તો આ લોકનો રહે છે, ન તો પરલોકનો. પિપ૯] જે સાધુ આ દોષોથી સદા દૂર રહે છે તે મુનિઓમાં સુવતી છે. તે આ લોકમાં અમૃતની જેમ પૂજાય છે. તેથી તે આ લોક તથા પરલોક બંને લોકોની આરાધના - એમ હું કહું છું. અધ્યયન-૧૭ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧૮-સંજયીય) પ૬૦૫૬] કામ્પિલ્ય નગરમાં દ્ધિસિદ્ધિ, સૈન્ય-સંપન્ન. સંજય નામનો રાજા હતો. એક દિવસ તે મૃગયા માટે નીકળ્યો. તે રાજા વિશાળ અશ્વસેના, ગજસેના. રથસેના તેમજ પાયદળસેનાથી ઘેરાયેલો હતો. ઘોડેસવાર રાજા. રસમાં મશગૂલ બની કોમ્પિલ્ય ગરના કેશરબાગ તરફ દોડતાં થાકેલાં ભયભીત હરણોને મારતો હતો. [53-565] કેશરબાગમાં એક અનગાર તપોધન સ્વાધ્યાય તેમજ ધ્યાનમાં લીન હતા. ધર્મધ્યાનની એકાગ્રતા સાધતા હતા. કર્મબંધના રાગાદિ કારણોને ક્ષય કરનાર અનગાર લતામંડપમાં ધ્યાન કરતા હતા. તેમની નજદિક આવેલાં હરણો રાજાએ માય, ઘોડેસવાર રાજા જલદી જ ધ્યાનસ્થ મુનિ પાસે પહોંચ્યો, ત્યારે મરેલાં હરણનો જોયાં. બીજી બાજુ અનગાર તપસ્વીને જોયા. [પ૬૬-૫૭ રાજા મુનિને જોઈ એકાએક ભયભીત થયો. તેણે વિચાર્યું-હું કેટલો ભાગ્યહીન છું. રસલોલૂપ તેમજ હિંસક વૃત્તિનો છું. મેં વ્યર્થ મુનિને દુઃખી કર્યા. ઘોડા પરથી ઊતરી તે રાજાએ અનગારને વિનયપૂર્વક ચરણોમાં વંદન કર્યો અને કહ્યું ભગવન્! આ અપરાધ માટે મને માફ કરો. [568-59] તે અનગાર ભગવાન મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કાંઇ જવાબ ન આપ્યો. તેથી રાજા વધુ ભયભીત થયો. રાજાએ કહ્યું: "ભગવન હું સંજય છું. આપ મારી સાથે કાંઈક તો બોલો. હું જાણું છું કે કુદ્ધ અનગાર પોતાના તેજથી કરોડો માણસોને બાળી નાંખે છે.” [પ૭૦-પ૭૧] અનગારે કહ્યું. “રાજન ! તું અભય છે. અને વિશેષમાં તું અભયદાતા બન ! આ. અનિત્ય જીવલોકમાં તું શા માટે હિંસા કરે છે? બધું મૂકીને તારે લાચાર બની અહીંથી જરૂર જવાનું જ છે તો આ અનિત્ય જીવલોકમાં-તું રાજ્યમાં શા માટે આસક્ત થયો છે! [પ૭૨-૫૭૬] રાજન! તું જેમાં મોહ મુગ્ધ છે તે જીવન વીજળીની જેમ ચંચળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103