Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ 216 ઉત્તરઝયણ-૧પ૩૯ જિનોપદિર છે, આ ધર્મનું પાલન કરીને અનેક સાધક સિદ્ધ થયા છે, થાય છે. અને થશે. -એમ હું કહું છું. અધ્યયન-દ-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧૭પાપ શ્રમણીય) પ૩૯] પહેલાં જે કોઈ ધર્મ સાંભળી અત્યન્ત દુર્લભ બોધિલાભ મેળવી વિનય અથતિ આચાર સંપન્ન થાય છે, નિર્ચન્વરૂપે પ્રવ્રજિત થાય છે, પણ પાછળથી સુખસ્પૃહાને લીધે સ્વચ્છુન્દ વિહારી બને છે. [540541] રહેવા સારું સ્થળ છે. કપડાં મારી પાસે છે. ખાવા પીવા મળી રહે છે અને જે બને છે તે હું જાણું છું. ભત્તે ! શાસ્ત્રોનું અધ્યયન કરીને હું શું કરીશ? (આ રીતે) જે કોઈ પ્રવ્રુજિત થઇને નિદ્રાશીલ રહે છે, ખાઈપીને આરામ કરે છે તે પાપભ્રમણ કહેવાય છે. 542-543] જૈ) આચાર્ય-ઉપાધ્યાય પાસેથી શ્રત અને વિનય ગ્રહણ કર્યા હોય તેમની નિા કરે છે, તે વિવેકભ્રષ્ટ પાપશ્રમણ છે. જે આચાર્ય-ઉપાધ્યાયની સેવાનું ધ્યાન નથી રાખતો પણ અનાદર કરે છે, જે ધૃષ્ટ છે તે પાપશ્રમણ કહેવાય છે. [54] જે પ્રાણી-બીજ અને વનસ્પતિનો નાશ કરે છે, જે અસંયત હોવા છતાં પોતાને સંયત માને છે તે પાપશ્રમણ છે. [55] જે પથારી-પાટિયું, પાટ, આસન, સ્વાધ્યાયસ્થળ, કમ્બલ અને પાદપાદપૂંછનનું માર્જન કર્યા વિના જ તેના પર બેસે છે તે પાપશ્રમણ છે. [54] જે જલદી જલદી ચાલે છે, જે વારે વારે પ્રમાદથી પગલાં ભરે છે, જે મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે, જે ક્રોધી છે તે પાપશ્રમણ છે, પિ૪૭-૫૪૮] જે અસાવધાની પ્રતિલેખન કરે છે, જે પાત્રકમ્બલ જ્યાં ત્યાં મૂકે છે, જે પ્રતિલેખનમાં અસાવધાન રહે છે, તે પાપશ્રમણ છે. જે આમ તેમ આડી અવળી વાતો સાંભળતાં પ્રતિલેખન કરે છે, જે ગુરુની અવહેલના કરે છે તે પાપશ્રમણ છે. [54] જે બહુ જ માયાવી છે, જે વાચાળ છે, સ્તબ્ધ અને હઠાગ્રહી છે, લોભી છે, અસંયમી છે, જે મળેલી વસ્તુઓનો પરસ્પર સંવિભાગ નથી કરતો, જેને ગુરુ પ્રતિ પ્રેમ નથી તે પાપશ્રમણ છે. પિપી જે શાન્ત પડેલા વિવાદને ફરી શરૂ કરે છે, જે અધર્મમાં પોતાની બુદ્ધિને હણે છે, જે ખોટા આગ્રહમાં, કજિયામાં વ્યસ્ત રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. પપ૧] જે સ્થિર બેસતો નથી, જે હાથ-પગથી ચંચળવિકત ચેષ્ટા કરે છે, જે જ્યાં ત્યાં બેસી જાય છે, જેને આસન પર બેસવાનો ઉચિત વિવેક નથી. તે પાપશ્રમણ છે. [પપર] જે ધૂળવાળાં પગે સૂઈ જાય છે, જે શય્યાને જોતો નથી, પથારી વિશે અસાવધાન રહે છે તે પાપશ્રમણ છે. [પપ૩] જે દૂધ-દહીં વગેરે વિકૃતિઓ વારંવાર ખાય છે, જે તપમાં રુચિ નથી રાખતો તે પાપભ્રમણ કહેવાય છે. [પપ૪] જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ ખાયા કરે છે, જે સમજાવતાં ઉપદેશ આપવા માંડે તે પાપશ્રમણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103