Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ અધ્યયન- 15 213 ચિકિત્સાનો ત્યાગ કરીને અપ્રતિબદ્ધ ભાવે વિચારે છે તે ભિક્ષુ છે. [પ૦૩ ક્ષત્રિય, ગણ, ઉગ્ર, રાજપુત, બ્રાહ્મણ, સામત્તાદિ, બધી જાતના કારીગરોની પૂજા તેમજ પ્રશંસા નથી કરતો પણ એને ત્યાજ્ય સમજી વિચરે, તે ભિક્ષુ છે. [50] જે વ્યક્તિ પ્રવ્રજિત થયા પછી કે પહેલાં પરિચિત હોય તેમની સાથે આ લોક સંબંધી કલની પ્રાપ્તિ માટે જે મેળ ન રાખે તે ભિક્ષુ છે. [પ૦૫-૫૦૭] શયન, આસન પાન, ભોજન અને વિવિધ પ્રકારના ખાદ્ય અને સ્વાદ્ય, કોઈ પોતે ન આપે અથવા માગવા છતાં ના પાડે તો જે નિર્ચન્થ તેમના પ્રત્યે દ્વેષ નથી રાખતો તે ભિક્ષુ છે. ગૃહસ્થો પાસેથી જાતજાતના અશનપાન તેમજ ખાદ્ય-સ્વાદ્ય મેળવીને જે મન-વચન-કાયાથી ત્રિવિધ અનુકંપા નથી કરતો, આશીર્વાદ વગેરે નથી. આપતો પણ મન, વચન અને કાયાથી પૂર્ણ સંવૃત રહે છે તે ભિક્ષુ છે. ઓસામણ, જવનું બનેલું ભોજન, ઠડું ભોજન, કાંજીનું પાણી, જવના પાણી જેવી નીરસ ભિક્ષાની જે નિંદા નથી કરતો પણ ભિક્ષા માટે સાધારણ ઘરોમાં જાય છે તે ભિક્ષુ છે. [50] સંસારમાં દેવ, મનુષ્ય અને પક્ષીઓની જે અનેક પ્રકારના રોદ્ર, અતિ ભયંકર અદ્ભુત અવાજ થાય છે તેમને સાંભળીને ભયભીત નથી થતો. તે ભિક્ષુ છે. [પ૦ લોકપ્રચલિત વિવિધ ધર્મવિષયક વાદોને જાણીને પણ જે જ્ઞાન દર્શનાદિ સ્વ-ધર્મમાં સ્થિર રહે છે, જે કમને ક્ષીણ કરવામાં લીન છે, જેમણે શાસ્ત્રોનો પરમ અર્થ જાયો છે, જે પ્રાજ્ઞ છે, પરીષહને જીતે છે, બધા જીવો તરફ સમભાવ રાખે છે, ઉપશાન્ત છે, જે કોઈને પણ અપમાનિત કરતો નથી. તે ભિક્ષ છે. [10] જે શિલ્પજીવી નથી, જેનું ઘર નથી, જેના અંગત મિત્રો નથી, જે જિતેન્દ્રિય છે, જે બધી રીતે પરિગ્રહ રહિત છે, જે અણુકષાયી છે, જે નીરસ અને પરિમિત આહાર લે છે, જે ઘરવાસ છોડીને એકાકી વિચરે છે, તે ભિક્ષુ છે. - એમ હું કહું છું. | અધ્યયન-અપની બુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૧૬-બહાચર્ય-સમાધિસ્થાન) [511] આયુષ્યમાનું ! તે ભગવાને એમ કહ્યું મેં સાંભળેલ છે કે સ્થવિર ભગવન્તોએ નિર્ગસ્થ પ્રવચનમાં દસ બ્રહ્મચર્ય-સમાધિ સ્થાન કહ્યાં છે, જે સાંભળીને, જેના અર્થનો નિર્ણય કરીને ભિક્ષ, સંયમ. સંવર તથા સમાધિ ચિત્તશુદ્ધિ) થી અધિક સંપન થઈ મન, વચન, કાયાનું રક્ષણ કરે ઈન્દ્રિયોને વશમાં રાખે. બ્રહ્મચર્યને સુરક્ષિત રાખે અને હંમેશાં અપ્રમત્ત બની વિહાર કર. [12] સ્થવિર ભગવાને બ્રહ્મચર્ય સમાધિના કયાં સ્થાન કહ્યાં છે? જે સાંભળી જેના અર્થનો નિર્ણય કરી યાવતુ સદા અપ્રમત્ત બની વિહાર કરે સ્થવિર ભગવાનોએ બ્રહ્મચર્યસમાધિના આ દસ સ્થાન કહ્યાં છે. જેને અર્થનો નિર્ણય કરી, યાવતુ સદા અપ્રમત્ત રહી વિહાર કરે. તે આ પ્રમાણે છે. જે એકાન્તમાં શયન આસન સેવે છે તે નિર્ગળ્યુ છે. જે સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત શયન, આસનનું સેવન ન કરે તે નિગ્રંથ છે. એમ શા માટે? આચાર્ય કહે છે - જે સ્ત્રી, પશુ અને નપુંસક યુક્ત શયન, આસનનું સેવન કરે છે તે બ્રહ્મચારી નિર્ચન્થને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા (ભોગેચ્છા) યા વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. અથવા બ્રહ્મચર્યનો નાશ થાય છે. અથવા લાંબાગાળાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103