Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ અધ્યયન- 14 211 4i72] સુસંસ્કૃત તેમજ સારી રીતે સંઘરેલા કામભોગ રૂપ પુષ્કળ વિષય રસ જે આપણી પાસે છે, તેમને પહેલાં ભોગવો. ત્યાર પછી આપણે મુનિધર્મના માર્ગે જશું. [47] ભગવતિ ! આપણે વિષયો ભોગવી ચૂક્યા છીએ. યુવાવસ્થા આપણો સાથ છોડી રહી છે. હું કોઈ સ્વર્ગીય જીવનના લોભથી ભોગોનો ત્યાગ નથી કરી રહ્યો. લાભાલાભ, સુખ-દુઃખને સમભાવે તો હું મુનિધર્મનું પાલન કરીશ. 474] પ્રવાહ સામે તરનાર ઘરડા હંસની જેમ તમારે તમારા બધુઓને યાદ ન કરવા પડે ! મારી સાથે ભોગ ભોગવો. આ ભિક્ષાચય અને ગામે-ગામનો વિહાર અત્યન્ત દુઃખદ છે. 4i75-476] ભગવતિ ! જેમ સાપ પોતાની કાંચળી ઉતારી મુક્ત થઈ ફરે છે તેમજ બંને પુત્રો ભોગ છોડીને જાય છે તો હું એકલો રહીને શું કરું? તેમની પાછળ કેમ ન જાઉં? રોહિત. માછલી જેમ કમજોર જાળ કાપીને બહાર નીકળી જાય છે તેમજ ગુરૂતર સંયમ ભાર ઉપાડનાર પ્રધાન તપસ્વી ધીર સાધક કામગુણોને છોડી ભિક્ષાચર્યા સ્વીકાર કરે છે. [477 જેમ કૌંચ પક્ષી અને હંસ શિકારીએ પાથરેલી જાળ કાપીને આકાશમાં ઊડી જાય છે તેમજ મારા પુત્ર અને પતિ પણ મને છોડીને જાય છે તો એકલી રહીને હું શું કરીશ? હું પણ તેમનું અનુકરણ શા માટે ન કરે? [78-480 પુત્ર-પત્ની સાથે પુરોહિતે ભોગોનો ત્યાગ કરી અભિનિષ્ક્રમણ કર્યું. આ સાંભળી તે કુટુંબની ઘણી ધનસંપત્તિની ચાહ રાખનાર રાજાને રાણી. કમળાવતીએ કહ્યું. તમે બ્રાહ્મણે ત્યજેલા ધનને મેળવવાની ઈચ્છા રાખો છો, રાજનું ! ઊલટી ખાનાર માણસ પ્રશંસનીય નથી હોતો. આખું જગત અને તેનું બધું ધન તમારું થાય તો પણ તમારા માટે તે પૂરતું નહીં થાય. અને તે ધન તમારું રક્ષણ નહીં કરી શકે. [481-484] રાજનું ! એક દિવસ આ મનોજ્ઞ કામગુણોને છોડીને જ્યારે મરશો ત્યારે એક ધર્મજ રક્ષક થશે, હે નરદેવ ! અહીં ધમ સિવાય બીજું કોઈ રક્ષક નથી. પક્ષિણી પીંરામાં સુખી થતી નથી તેમજ મને પણ અહીં આનંદ નથી. હું સ્નેહના બંધન તોડીને અકિંચન, સરળ, નિરાસક્ત પરિગ્રહ અને હિંસાથી નિવૃત્ત બની મુનિધર્મનું આચરણ કરીશ. જેમ વનમાં લાગેલ ધવાનળમાં જન્તુઓ ભડથું થઈ જાય ત્યારે રાગદ્વેષને કારણે બીજા જીવ ખુશ થાય છે. તેવી જ રીતે કામભોગમાં મૂર્શિત આપણે પણ રાગદ્વેષની અગ્નિમાં બળતા જગતને સમજતા નથી. ૪િ૮પ-૪૮ આત્મવાન સાધક ભોગ ભોગવીને અને યથાવસર તેનો ત્યાગ કરી વાયુની જેમ અપ્રતિબદ્ધ લઘુભૂત થઈ વિચરે છે. પોતાની ઈચ્છા પ્રમાણે વિચરનાર પક્ષીની જેમ પ્રસન્નતાપૂર્વક સ્વતંત્ર વિહાર કરે છે. આર્ય ! આપણા આ કામભોગો જેઓ આપણે નિયંત્રિત સમજીએ છીએ, તે ખરી રીતે ક્ષણિક છે. હજુ આપણે કામનાઓમાં આસક્ત છીએ. પણ જેમ પુરોહિત પરિવાર બંધનમુક્ત થયો, તેવી જ રીતે આપણે પણ થઈશું. જે ગીધ પાસે માંસ હોય છે, તેના પર બીજાં પક્ષી ઝપટે છે. જેની પાસે માંસ નથી તેના પણ આમિષ અર્થાતુ માંસ જેવા બધા કામ ભોગો છોડીને નિરામિષ ભાવે વિચરણ કરીશ. સંસાર વધારનાર કામભોગને ગીધ જેવા માની તેમનાથી શકિત થઈ ચાલવું, જેમ ગરૂડ પાસે સાપ શકિત થઈ ચાલે છે. બંધન તોડીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103